Jeep Meridian: જીપ ઇન્ડિયાએ દેશમાં નવી 7-સીટર મેરિડિયન એસયુવી (Jeep Meridian SUV) લૉન્ચ કરી છે. આ ભારતીય બજારમાં પોપ્યુલર એસયુવી ટોયોટા ફોર્ચ્યુનર અને એમજી ગ્લોસ્ટરને જોરદાર ટક્કર આપશે. તેને જીપની પોપ્યુલર મિડ સાઇઝ એસયુવી કંપાસના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. મેરિડિયન એક પ્રીમિયમ કેબિન, એડવાન્સ ફીચર્સ, થ્રી-રો સિટિંગ અને 4×4 ડ્રાઇવ જેવી ખૂબીઓ ધરાવે છે. તેના AWD વેરિઅન્ટમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ ટ્રેન મળશે.
જીપ મેરિડિયનના મેન્યુઅલ ટ્રાન્સમિશન બેઝ વેરિઅન્ટની કિંમત 29.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરુ થાય છે. તો ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા ટોપ-ઓફ-ધ-લાઇન વેરિઅન્ટની કિંમત 36.95 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. જીપ ઇન્ડિયાના નિપુણ મહાજનનું માનવું છે કે કિંમત બહુ આકર્ષક છે, જે તેને પોતાના કંપીટીટર્સ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરશે.
જીપ મેરિડિયનમાં 2.0-લીટર ફોર-સિલિન્ડર મલ્ટીજેટ ડીઝલ એન્જિન જોવા મળશે. આ જ રીતનું એન્જિન કમ્પાસમાં પણ મળે છે. મેરિડિયનનું એન્જિન 167 એચપીની પાવર અને 350 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 9-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. એસયુવીમાં પેટ્રોલ એન્જિનનો ઓપ્શન નથી.
198 kmph છે ટોપ સ્પીડ
મેરિડિયનની ટોપ સ્પીડ 198 કિમી પ્રતિ કલાક છે. આ માત્ર 10.8 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. મેરિડિયનની લંબાઈ 4,679 મિમી, પહોળાઈ 1,858 મિમી અને હાઈટ 1,698 મિમી છે. તેનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 203mm છે. તેને Fortuner મુકાબલે વધુ પ્રીમિયમ એસયુવી કહી શકાય છે. જો કે, રોડ પ્રેઝન્સની વાત કરીએ તો ટોયોટાની એસયુવી આ મામલે જીપથી ઘણી આગળ છે.
જીપ મેરિડિયનના એક્સટીરિયરની વાત કરીએ તો તેમાં બહાર એક કોન્ફિડન્સ સ્ટાન્સ અને શેપ છે. તેની ચારે બાજુ મજબૂત જિયોમેટ્રિક લાઈન્સ મળે છે. તેના ફ્રન્ટમાં એલઈડી હેડ લાઇટ અને બંને તરફ એલઈડી ડીઆરએલ સાથે ટ્રેડમાર્ક સાત-સ્લેટ ગ્રિલ આપવામાં આવી છે. મેરિડિયનના ફ્રન્ટમાં બાય-ફંકશન એલઈડી હેડલેમ્પ્સ, ઇન્ટીગ્રેટેડ એલઈડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ સાથે એક આકર્ષક બમ્પર, એલઈડી ફોગ લેમ્પ્સ સાથે આઈકોનિક સાત-સ્લેટ ગ્રિલ છે. સાથે જ તેમાં Jeep Compass અને Grand Cherokee એસયુવીની છાપ જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર