Home /News /tech /જાપાને કર્યું એક નવું ઈનોવેશન, હવે ટીવીની સ્ક્રીન પર જ મનપસંદ ભોજનનો ટેસ્ટ લઈ શકાશે

જાપાને કર્યું એક નવું ઈનોવેશન, હવે ટીવીની સ્ક્રીન પર જ મનપસંદ ભોજનનો ટેસ્ટ લઈ શકાશે

ટીવીની સામે બોલવામાં આવેલ સ્વાદને ટીવી સ્ક્રીન પર છાંટવામાં આવે છે અને તમે તેનો સ્વાદ ચાખી શકો છો (ફાઇલ ફોટો)

Taste the TV Japan New invention : જાપાનના આ નવા ઈનોવેશનથી ટીવી જોવાના અંદાજને એક નવો અને અલગ અનુભવ પ્રદાન કરશે

ટેકનોલોજી (TECHNOLOGY) ક્ષેત્રે જાપાન (japan) વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. જાપાન હંમેશા ઈનોવેશન (japan TECHNOLOGY) કરતું રહે છે અને સમગ્ર દુનિયા અચંબિત પામી જાય છે. જાપાને તાજેતરમાં પ્રોટોટાઈપ લિકેબલ ટીવી સ્ક્રીન (Prototype Lickable TV Screen)નું ઈનોવેશન કર્યું છે. જે ભોજનના સ્વાદની નકલ કરે છે. જાપાનના આ નવા ઈનોવેશનથી ટીવી જોવાના અંદાજને એક નવો અને અલગ અનુભવ પ્રદાન કરશે. ટીવીની સામે બોલવામાં આવેલ સ્વાદને ટીવી સ્ક્રીન પર છાંટવામાં આવે છે અને તમે તેનો સ્વાદ ચાખી શકો છો.

ટીવી સ્ક્રીનનું ઈનોવેશન જાપાનના પ્રોફેસરે કર્યું

આ નવી ટીવી સ્ક્રીનનું ઈનોવેશન જાપાનના એક પ્રોફેસરે કર્યું છે. આ ટીવી સ્ક્રીનનું નામ ટેસ્ટ ધ ટીવી (Taste the TV) રાખવામાં આવ્યું છે અને તે 10 સ્વાદવાળા કનસ્તરોના એક હિંડોલાનો ઉપયોગ કરે છે, જે વિશેષ ભોજનનો સ્વાદ પ્રદાન કરવા માટે સંયોજનનો સ્પ્રે કરે છે. ત્યારબાદ ભોજનનો ટેસ્ટ ફ્લેટ ટીવી સ્ક્રીન પર રોલ કરવામાં આવે છે.

આ પણ વાંચો - વધુ એક NRI CEO: મુંબઈમાં જન્મેલી આમ્રપાલી ગન બની એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ OnlyFansની CEO

મીજી યુનિવર્સિટીના પ્રોફેસર હોમી મિયાશિતાએ પ્રોટોટાઈપ લિકેબલ ટીવી સ્ક્રીન અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાને કારણે મોટાભાગના લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. આ ટેકનિકની મદદથી લોકો બહારની દુનિયા સાથે જોડાઈ શકશે. તેમણે જણાવ્યું કે, આ પ્રકારનું ઈનોવેશન કરવાનો ઉદ્દેશ્ય લોકોને ઘરેબેઠાં રેસ્ટોરન્ટના ભોજનનો સ્વાદ પ્રદાન કરવાનો છે.

મિયાશિતાની ટીમમાં લગભગ 30 વિદ્યાર્થીઓ છે, જેમણે અલગ અલગ સ્વાદ સંબંધિત સાધનો તૈયાર કર્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમણે છેલ્લા એક વર્ષમાં ટીવીના પ્રોટોટાઈપનો સ્વાદ જાતે જ બનાવ્યો છે અને એક વ્યાવસાયિક સંસ્કરણ બનાવવામાં લગભગ 1,00,000 યેનનો ખર્ચ કર્યો હશે.

આ પણ વાંચો - Year Ender 2021: 1 લાખ રૂપિયા સુધીમાં મળી રહી છે આ મોટરબાઇક્સ, જુઓ લિસ્ટ

એક વિદ્યાર્થિનીએ આ ટીવી સ્ક્રીનનો ટેસ્ટ પણ કર્યો

મીજી યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ આ ટીવી સ્ક્રીનનો ટેસ્ટ પણ કર્યો છે. યુકીએ ટીવી સ્ક્રીન પર જણાવ્યું કે, તે ગળી ચોકલેટનો સ્વાદ ચાખવા માંગે છે. ત્યારબાદ યુકીના ઓર્ડરને રિપિટ કરવામાં આવ્યો અને સ્ક્રીન પર ફ્લેવર જેટે ગળી ચોકલેટનો સ્વાદ છાંટી દીધો. યુકીએ આ ગળી ચોકલેટનો ટેસ્ટ કર્યો અને તેણે જણાવ્યું કે, સ્ક્રીન પર મિલ્ક ચોકલેટ જેવો ટેસ્ટ આવે છે.
First published:

Tags: જાપાન, ટેક ન્યૂઝ