Home /News /tech /ખૂબ જ કામની છે Google Mapની આ સુવિધા, જરુર જાણી લો

ખૂબ જ કામની છે Google Mapની આ સુવિધા, જરુર જાણી લો

Google Mapના આ ફિચર્સ વિશે જરુર જાણો

Google Mapના આ ફિચર્સ વિશે જરુર જાણો

જ્યારે પણ આપણે કોઈ અજાણ્યા રસ્તાઓ પર જઈએ છીએ અને આપણે આગળના રસ્તાને જાણતા નથી, ત્યા આપણે તરત જ ફોન કાઢીએ છીએ અને ગૂગલ મેપની મદદથી એ જાણી લઇએ છીએ કે આગળ રસ્તો ક્યાં જઇ રહ્યો છે. ગૂગલ મેપના આ પાંચ ફિચરની મદદથી યાત્રા વધુ આનંદદાયક બની જશે.

ગૂગલ મેપ બતાવશે ક્યાં પાર્ક કરી કાર

ઘણી વાર એવું બને છે કે આપણે ભીડવાળા સ્થળે અથવા માર્કેટની જગ્યા પર ગાડી પાર્ક કરીએ છીએ, જેનું સાચું લોકેશન આપણે પોતે જ ભૂલી જાય છીએ, આમ ગૂગલ મેપ દ્વારા તમે પાર્કિંગ લોકેશનને સેવ કરી શકો છે. આ માટે ગૂગલ મેપમાં બ્લૂ ડોટ પર જાઓ અને સેવ યોર પાર્કિંગ (Save your parking) પર ટેપ કરો. ત્યારબાદ તમારી સામે જાણકારી આવશે કે તમારી કાર ક્યા પાર્ક કરેલી છે..

રિયલ ટાઇમ લોકેશન કરી શકો છો શેર

જ્યારે પણ આપણે ગ્રૃપમાં ક્યાંક ફરવા જઈએ છીએ, ત્યારે ઘણી વાર એવા કોઈ સ્થળે આવી જાય કે જે શોધવા માટે થોડી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ હવે તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે Google Map પર આવી સુવિધા છે, જેની સાથે તમે તમારું હાલનું લોકેશન શેર કરી શકો છો. આ સુવિધાની મદદથી, તમે મિનિટમાં સરળતાથી કામ કરી શકશો.

ગૂગલ મેપ શોધશે કે ક્યાં છે પેટ્રોલ પંપ અને એટીએમ

જો તમે કોઈ અજાણ્યા શહેરમાં જાઓ છો અને તમને ખબર નથી કે પેટ્રોલ પંપ અથવા એટીએમ ક્યાં છે, તો તેની ચિંતા કરવાની જરૂર નથી. તેના માટે, તમારે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ ખોલવું પડશે. હવે તમારે (Explore Nearby) પર ક્લિક કરવું પડશે, ત્યાર બાદ જેટલા પેટ્રોલ પમ્પ્સ, એટીએમ હશે તે તમારી પાસે આવી જશે.

ગૂગલ મેપ બતાવશે કે ક્યા પહોંચી તમારી ટ્રેન

જો કે, ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે જેનાથી તમે શોધી શકો કે તમારી ટ્રેન ક્યાં પહોંચી ગઈ છે પરંતુ તેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે નહીં, તો તેના માટે શ્ર્ષ્ઠ છે કે ગૂગલ મેપનો જ ઉપયોગ કરવો.

ગૂગલ મેપમાં બદલી શકો છો ભાષા

શું તમે જાણો છો કે જ્યારે તમે મુસાફરી કરો છો, તે મુજબ તમે તમારા નકશામાં વોઇસ અને ભાષા બદલી શકો છો. આ માટે તમારે પહેલા મેનુ વિકલ્પ પર ટેપ કરવું પડશે જ્યાં તમે તમારી ભાષા અનુસાર પસંદ કરી શકો છો.
First published:

Tags: Google map, ટેક ન્યૂઝ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો