કોમ્પ્યુટર સાથે મગજને કેવી રીતે લિંક કરવું, ચાલી રહ્યો છે મોટો પ્રોજેક્ટ

News18 Gujarati
Updated: July 13, 2019, 5:08 PM IST
કોમ્પ્યુટર સાથે મગજને કેવી રીતે લિંક કરવું, ચાલી રહ્યો છે મોટો પ્રોજેક્ટ
એલન મસ્કના પ્રારંભિક ન્યુરલિંક મગજને કમ્પ્યુટર્સથી લિંક કરવા માટે તકનીકી પર કામ કરી રહ્યું છે

એલન મસ્કના પ્રારંભિક ન્યુરલિંક મગજને કમ્પ્યુટર્સથી લિંક કરવા માટે તકનીકી પર કામ કરી રહ્યું છે

  • Share this:
હોલીવૂડમાં મગજ સાથે કોમ્પ્યુટર જોવાની અનેક સાયન્સ ફિક્શન ફિલ્મો બની, પરંતુ શું આ હકીકતમાં આવું કરી શકાય ખરું ? જો આવું થશે તો ટેક્નોલોજી અને માણસને જોડીને મનઘડત સફળતાઓ મેળી શકાશે. આવા જ એક પ્રોજેક્ટ પર ટેસ્લાના ફાઉન્ડર અને સીઇઓ એલન મસ્કે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ પ્રોજેક્ટને ન્યુરાલિંક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક ટેકનીક તૈયાર કરી છે. જેમા કોમ્પ્યુટરથી માનવ મગજને લીંક કરવા પર કામ થઇ રહ્યું છે. એલન મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરલિંક અલ્ટ્રા-હાઇ બેન્ડવિડ્થ મગજ-મશીન ઇન્ટરફેસીસ વિકસિત કરી રહ્યું છે. આ સમયે વૈજ્ઞાનિક ફિલ્મો પર ધ્યાન કેન્દ્રીત થઇ રહ્યું છે - જેનાથી મનુષ્ય અને કમ્પ્યુટર્સને જોડી શકાય.

ટેસ્લાના સીઇઓ એલન મસ્ક 16 જુલાઇએ સાન ફ્રાન્સિસ્કોમાં ઇવેન્ટ દરમિયાન માનવ મગજને કમ્પ્યુટર્સ સાથે કેવી રીતે કનેક્ટ કરવું તેની ટેકનીક વિશે જણાવશે. આ ઇવેન્ટમાં આ ટેકનીક વિકસાવવા માટે આગળની પ્રગતિ વિશે લાઇવ સ્ટ્રીમ યોજાશે.

ટ્વીટમાં જણાવ્યું કે "અમે છેલ્લાં બે વર્ષથી આના પર કામ કરી રહ્યા છીએ તેના વિશે તમામને માહિતી શેર કરવા માટે સાન ફ્રાન્સિસ્કોમાં આગામી મંગળવારે એક ઇવેન્ટ યોજવામાં આવશે"2016માં મેડિકલ રિસર્ચ કંપની તરીકે સ્થાપના કરી, ન્યૂરાલિંકે વિવિધ યુનિવર્સિટીઓમાંથી અનેક ઉચ્ચ-પ્રોફાઇલ ન્યુરોસાઇસ્ટિસ્ટ્સની ભરતી કરી છે.

કંપનીમાં નાના મગજ મશીનો જેવા ઉપકરણો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે જે માનવ મગજમાં સ્થાપિત હોઈ શકે છે - મેમરી સુધારવા અથવા માનવીના મગજને સીધુ કનેક્ટ કરવા માટેના પ્રયત્નો પર કામ થઇ રહ્યું છે.

એલન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે: "સમય જતાં મને લાગે છે કે આપણે કદાચ બાયોલોજીકલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇન્ટેલિજન્સનું નજીકથી જોડાણ કરી શકીશું. મોટેભાગે ડિઝીટલ વર્ઝનથી મગજનું સ્પીડમાં જોડાણ કરીને યોગ્ય આઉટપુટ મેળવી શકશે.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...