Home /News /tech /OpenAIને મોટો ફટકો! ChatGPT પર લાગ્યો પ્રતિબંધ, ડેટા ચોરીનો આરોપ
OpenAIને મોટો ફટકો! ChatGPT પર લાગ્યો પ્રતિબંધ, ડેટા ચોરીનો આરોપ
ઇટલીએ ચેટજીપીટી પર પ્રતિબંધ મૂક્યો
ગયા શુક્રવારે ઇટલીમાં ChatGPT પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે ઈટલી ChatGPT પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બની ગયો છે. ઈટાલીએ ChatGPTના નિર્માતા OpenAI પર યુઝર્સના ડેટાની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીએ છેલ્લા કેટલાક મહિનામાં વિશ્વને કબજે કર્યું છે અને આનો મોટો શ્રેય OpenAIના ચેટબોટ ChatGPTને જાય છે. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેટજીપીટીને 40 વર્ષમાં સૌથી ક્રાંતિકારી ટેકનોલોજી ગણાવી છે. આ ટેક્નોલોજી વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહી છે, પરંતુ આ દરમિયાન AI ટેકને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, ગયા શુક્રવારે ઇટલીમાં ChatGPT પર કથિત રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ChatGPT આવ્યા બાદ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલને બ્લોક કર્યું હોય.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઈટાલીની ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ ChatGPTની નિર્માતા OpenAI પર તેના યુઝર્સનો ડેટા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, ઇટાલિયન ઓથોરિટીએ કહ્યું છે કે ChatGPT પાસે સગીરોને ગેરકાયદે સામગ્રીના સંપર્કમાં આવતા અટકાવવા માટે વય-વેરિફિકેશન સિસ્ટમ નથી.
આ સાથે, ગોપનીયતાની ચિંતાઓને કારણે ChatGPT પર પ્રતિબંધ મૂકનાર ઇટલી પ્રથમ દેશ બની ગયો છે, જ્યારે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાનમાં OpenAI એ જાણી જોઈને ઍક્સેસની મંજૂરી ન આપવાનું પસંદ કર્યું છે.
સેમ ઓલ્ટમેન ઇટલી જશે
પ્રતિબંધ પછી, ChatGPTના સ્થાપક સેમ ઓલ્ટમેને કહ્યું કે ઇટલી તેમના પ્રિય દેશોમાંથી એક છે. ઇટલીમાં ChatGPT સેવા બંધ કરી દેવામાં આવી છે. જો કે અમને લાગે છે કે અમે તમામ ગોપનીયતા કાયદાઓનું પાલન કરી રહ્યા છીએ. ઇટલી મારા મનપસંદ દેશોમાંનો એક છે અને હું ટૂંક સમયમાં ફરીથી ત્યાં મુસાફરી કરવા આતુર છું!
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈટલીના નિયમનકારોએ ઓપનએઆઈને દેશમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓને ચેટજીપીટીની ઍક્સેસ મેળવવાથી અવરોધિત કરવા કહ્યું છે. દેશમાં ટેક્નોલોજીના ભાવિ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા એજન્સીને સામગ્રી અને સંભવિત ઉપાયો આપવા માટે OpenAIને 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
OpenAi એ જાહેરાત કરી છે કે તેણે ઇટલીમાં ChatGPT ને અક્ષમ કરી દીધું છે અને તે લોકોની ગોપનીયતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. NYT રિપોર્ટમાં ChatGPTના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અમે ChatGPT જેવી અમારી AI સિસ્ટમની તાલીમમાં વ્યક્તિગત ડેટા ઘટાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે અમારા AI વિશ્વ વિશે શીખે, ખાનગી વ્યક્તિઓ વિશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર