ડેટા શેરિંગ મુદ્દે ફેસબુક પાસેથી આઇટી મંત્રાલયે માંગ્યો જવાબ

આઇટી મંત્રાલયે પોતાના ગ્રાહકોની જાણકારી મોબાઇલ બનાવતી કંપની સાથે શેર કરવાના મુદ્દે ફેસબુક પાસે 20 જૂન સુધી જવાબ માંગ્યો છે.

આઇટી મંત્રાલયે પોતાના ગ્રાહકોની જાણકારી મોબાઇલ બનાવતી કંપની સાથે શેર કરવાના મુદ્દે ફેસબુક પાસે 20 જૂન સુધી જવાબ માંગ્યો છે.

 • Share this:
  આઇટી મંત્રાલયે પોતાના ગ્રાહકોની જાણકારી મોબાઇલ બનાવતી કંપની સાથે શેર કરવાના મુદ્દે ફેસબુક પાસે 20 જૂન સુધી જવાબ માંગ્યો છે. ફેસબુક ઉપર આપોર છે કે, તેણે પોતાના ગ્રાહકોની ખાનગી જાણકારી એપલ, સેમસંગ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને બ્લેકબેરી જેવી કંપનીઓને આપી છે. આ અંગે ફેસબુક પાસેથી આઇટી મંત્રાલયે સ્પષ્ટતા માંગી છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં આ ઉપરાંત લખ્યું હતું કે, ભારત સરકાર આવી ચૂક અથવા ઉલ્લંઘનના રિપોર્ટ વિશે ગંભીર રીતે ચિંતિત છે.

  સરકારે આ પગલાં ન્યૂયોર્ક ટાઇમ્સના એ સમાચાર પર ઉપર લીધા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મોબાઇલ ઉત્પાદન કંપનીઓ સાથે ફેસબુકે છેલ્લા 10 વર્ષના ડેટા શેર કર્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે એ ખુલાસો કર્યો હતો કે, ફેસબુકની આ કંપનીઓ સાથે આ અંગે પાર્ટનરશિપ પણ છે. આ પહેલા કેબ્રિઝ એનાલિટિકા સાથે યુઝર્સના ડેટાને શેર કરવાના મુદ્દે ફેસબુક વિવાદમાં રહી ચૂક્યું છે. તેની સોશિયલ મીડિયા સાઇટની ખુબ જ નિંદા થઇ હતી.

  રિપોર્ટ પ્રમાણે ફેસુબકે જે સમજૂતી કરી છે જે કંપની દ્વારા ગોપનિયતાની સુરક્ષા અને એના પાલનની 2011ના નિયમનું ઉલ્લંઘન છે. સાથે સાથે રિપોર્ટમાં એ પણ ખુલાસો કર્યો હતો કે, ફેસબુકના ડિવાઇસ કંપનીઓને કોઇપણ સંમત્તી વગર પોતાના યુઝર્સ અને તેમના મિત્રો સાથે ડાટાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રાખી છે.
  Published by:Ankit Patel
  First published: