Home /News /tech /

2021 સુધી ત્રણ ભારતીય અવકાશયાત્રી જશે અંતરિક્ષમાં, જાણો શું છે પ્રોજેક્ટનું નામ

2021 સુધી ત્રણ ભારતીય અવકાશયાત્રી જશે અંતરિક્ષમાં, જાણો શું છે પ્રોજેક્ટનું નામ

ISROના ચીફનું નિવેદન, ભારતીયને તેના પ્રોજેક્ટ હેઠળ અવકાશમાં મોકલનાર વિશ્વનો ચોથો દેશ બનશે.

અવકાશયાત્રીઓને અંતરીક્ષમાં મોકલવા માટે ભારતે ડિસેમ્બર, 2021 સુધી સમય સીમા નક્કી કરી છે.

    ભારતીય અંતરીક્ષ  એજન્સી આગામી બે-ત્રણ વર્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. પરંતુ ઇસરોનું સૌથી મોટું લક્ષ્ય 2021 સુધી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, ઇસરોના વડા સિવનને જણાવ્યું હતું કે ભારતે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે ડિસેમ્બર, 2021 સુધી તારીખ નક્કી કરી છે. ઇસરોએ આ પ્રોજેક્ટનું નામ ગગનયાન આપ્યું છે.

    ભારતનો બીજો પ્રોજેક્ટ છે ચંદ્રયાન -2- આ મિશન આ વર્ષે મધ્ય એપ્રિલથી શરૂ થશે. સિવને કહ્યું હતું કે ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021 સુધીમાં બે માનવ સંચાલિત યાનો અને ડિસેમ્બર 2021 ,સુધી માનવયાન મોકલવાનું લક્ષ્ય છે.

    સિવને એક ખાસ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે ઇસરો તેમના ગગનયાન પ્રોજેક્ટ માટે મહિલા યાત્રીઓને પણ ભાગ બનાવવા માંગે છે, પરંતુ તે પસંદગીની પ્રક્રિયા પર આધાર રાખે છે. તેમણે કહ્યું કે અવકાશયાત્રીઓને ભારતમાં પ્રાથમિક તાલીમ આપવામાં આવશે અને રશિયામાં અદ્યતન તાલીમ આપવામાં આવશે.



    ગગનયાન સફળ રહેવા પર ભારત તેના અવકાશયાત્રીને અવકાશમાં સ્વતંત્ર પ્રોજેક્ટ દ્વારા અવકાશમાં મોકલનાર વિશ્વનો ચોથો દેશ બનશે. ભારતમાં આ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ અને રશિયા તરફથી સહકાર લેવામાં આવી રહ્યો છે.

    મિશન ગગનયાનની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના ભાષણમાં જાહેરાત કરી હતી.

    ગયા મહિને, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ માટ 10,000 કરોડ મંજૂર કર્યા છે. તેમણે કહ્યું હતું કે 2022 સુધી ગગનયાન પ્રોજેક્ટ હેઠળ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Science, અંતરિક્ષ, ઇસરો, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन