શું PUBG એક ચાઇનીઝ એપ છે? પ્રતિબંધ બાદ માલિકનું નામ સર્ચ કરી રહ્યા છે ભારતીય

શું PUBG એક ચાઇનીઝ એપ છે? પ્રતિબંધ બાદ માલિકનું નામ સર્ચ કરી રહ્યા છે ભારતીય
અસંખ્ય યૂઝર્સ ગૂગલ સર્ચ પર Who Owned PUBG સર્ચ કરી રહ્યા છે, જાણો PUBGનો અટપટો ઈતિહાસ

અસંખ્ય યૂઝર્સ ગૂગલ સર્ચ પર Who Owned PUBG સર્ચ કરી રહ્યા છે, જાણો PUBGનો અટપટો ઈતિહાસ

 • Share this:
  નવી દિલ્હીઃ અંતે બુધવારે કેન્દ્ર સરકારે એ નિર્ણય લઈ લીધો જેને લઈને પહેલાથી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. ટિકટૉક (TikTok) બાદ હવે ગેમિંગ એપ PUBG સહિત 117 અન્ય ચાઇનીઝ એપ્સ પર સરકાર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં PUBG મોબાઇલ લાઇટ, લૂડો વર્લ્ડ, APUS લૉન્ચર, Ulike, AliPay, સુપર ક્લીન- માસ્ટર ઓફ ક્લીનર, ફોન બૂસ્ટર, ટેનસેન્ટ વેયૂન, બાઇડૂ, ફેસયૂ, એપલોક લાઇટ અને ક્લીનર- ફોન બૂસ્ટર સામેલ છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવતી આ એપ્સ પર થયેલી આ ત્રીજી કાર્યવાહી છે. અત્યાર સુધી 224 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

  યૂઝર્સ સર્ચ કરી રહ્યા છે PUBGના માલિકનું નામ  PUBG પર પ્રતિબંધ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવી ગયું છે. મોટી સંખ્યામાં યૂઝર્સે PUBGના માલિકનું નામ જાણવા માટે ગૂગલ સર્ચ પણ કર્યું. ગૂગલ સર્ચ દરમિયાન સૌથી વધુ પૂછવામાં આવેલો સવાલ રહ્યો- PUBGના માલિક કોણ છે (who owned PUBG). અનેક યૂઝર્સે PUBG ચાઇનીઝ એપ હોવાને લઈ શંકા પણ જાહેર કરી.

  આ પણ વાંચો, PM મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હૅક, હૅકરે બિટકૉઇનની કરી માંગ

  શું છે PUBGનો ઈતિહાસ?

  મૂળે, PUBG ચાઇનીઝ એપ હોવાને લઈ આવા પ્રકારના સવાલો પૂછાવા પાછળનું કારણ આ એપનો અટપટો ઈતિહાસ છે. આ એપને બ્રેન્ડન ગ્રીન નામના એક આયરિશ વ્યક્તિએ ડેવલપ કરી હતી. આ એપ ડેસ્કટોપ વર્જનના રૂપમાં બનાવવામાં આવી હતી. ગ્રીને આ એપ દક્ષિણ કોરિયન કંપની બ્લૂહોલ માટે વિકસિત કરી હતી. રસપ્રદ વાત એ છે કે વર્ષ 2017માં આ એપ ચીનમાં પણ બેન થવાના આરે હતી. ત્યારે ત્યાંની સરકારે દાવો કર્યો હતો કે તે ખૂબ હિંસક ગેમ છે અને દેશના સાંસ્કૃતિક મૂલ્યોની વિરુદ્ધ છે. સરકારે PUBGના વિકલ્પ તરીકે લોકો માટે એક અલગ ગેમ Force for Peace પણ રજૂ કરી હતી. અહીં પર એન્ટ્રી થઈ ચાઇનીઝ કંપની ટેસેન્ટની. ટેસેન્ટે બ્લૂહોલમાં 10 ટકાની હિસ્સેદારી ખરીદી હતી.

  આ પણ વાંચો, થાઈલેન્ડના રાજાએ પોતાની રાણીની સજા માફ કરી, એક વર્ષથી હતી જેલમાં

  ચીનમાં પ્રતિબંધિત છે PUBG એપ

  ત્યારબાદ ચીની કંપની ટેસેન્ટે PUBGની મોબાઇલ વર્જન ડેવલપ કર્યું. મોબાઇલ વર્જન ચીનમાં ખૂબ લોકપ્રિય થયું. પરંતુ બાદમાં ચીનની સરકારે તેની પર પ્રતિબંધ લગાવી દીધો કારણ કે તેમનું માનવું હતું કે તેનાથી યુવાઓ પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. જ્યાં સુધી વાત ભારતની છે તો અહીં પણ આ ગેમ ખૂબ લોકપ્રિય છે.

  જો એ પૂછવામાં આવી રહ્યું છે કે PUBG ચીની એપ છે? તો તેનો જવાબ હા અને ના બંને છે. આ ગેમની શરૂઆત દક્ષિણ કોરિયન કંપનીએ વિકસિત કરી હતી પરંતુ તેના મોબાઇલ વર્જનને વિકસિત કરવામાં ટેસેન્ટ પણ કો-ડેવલપર છે. આ ગેમનું પ્રોફિટ બ્લૂહોલ અને ટેસેન્ટ બંને કંપનીઓ પાસે જાય છે.
  Published by:Mrunal Bhojak
  First published:September 03, 2020, 08:31 am