Paytmમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત?

News18 Gujarati
Updated: October 23, 2018, 3:41 PM IST
Paytmમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત?
પ્રતિકાત્મક તસવીર

પેટીએમનું કહેવું છે કે અમે તમામ યુઝર્સને કહેવા માંગીએ છીએ કે તમારો ડેટા સંપૂર્ણ સુરક્ષિત છે. કંપનીએ તેને ખૂબ સુરક્ષિત રીતે રાખ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માની કંપનીનો ડેટા ચોર કરીને રૂ. 20 લાખની ખંડણી માંગનાર ત્રણ લોકોની નોઇડા પોલીસ ધરપકડ કરી લીધી છે. ત્રણેય લોકો પેટીએમના કર્મચારી જ છે. જેમાં વિજય શેખર શર્માની સેક્રેટરી પણ સામેલ છે. જોકે, આ મામલે કંપનીએ નિવેદન કર્યું છે કે તેના યુઝર્સનો ડેટા સુરક્ષિત છે. આ કેસમાં ફક્ત વિજય શેખર શર્માનો વ્યક્તિગત ડેટા જ ચોરી થયો છે.

ગ્રહકોને ડેટા સુરક્ષિતઃ પેટીએમનું કહેવું છે કે અમે તમામ યુઝર્સને કહેવા માંગીએ છીએ કે તમારો ડેટા સંપૂર્ણ સુરક્ષિત છે. કંપનીએ તેને ખૂબ સુરક્ષિત રીતે રાખ્યો છે.

તમારું પેટીએમ એકાઉન્ટ કેટલું સુરક્ષિતઃ પેટીએમને જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે પીએટીએમ પીસીઆઈ ડીએસએસની સુરક્ષા શરતોનું પાલન કરે છે. અમે ગ્રાહકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ડેટાને સુરક્ષિત રાખવા માટે તેના સીવીવી નંબર્સ ક્યારેય સ્ટોર નથી કરતા. પીટીએમ પર તમામ લેવડ-દેવડ 128 બિટ-એન્ક્રિપ્શન એસએસએલ સુરક્ષા સાથે કરવામાં આવે છે. અમે રિઅલ ટાઇમ પૈસાની લેતી-દેતી પર નજર રાખીએ છીએ.

પીટીએમના અત્યાર સુધી 23 કરોડથી વધારે ગ્રાહક છે, જેમને આરબીઆઈ તરફથી મંજૂરી આપવામાં આવી છે. જેનાથી તેઓ સરળતાથી અને સુરક્ષિત લેવડ-દેવડ કરી શકે છે. આ એપ્લિકેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવા છતાં યુઝર્સે તેનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

1) પોતાના પેટીએમનો પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવો.

2) પેટીઓમ વોલેટ રિચાર્જ કરતી વખતે તેમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ કે પછી અન્ય કોઈ જાણકારી ક્યારેય સેવ ન કરો.3) તમારા પેટીએમ વોલેટમાં વધારે પૈસા ન રાખો. કારણ કે આ એપ્લિકેશનને હેક કરવી અશક્ય નથી.

4) લોગઇન કર્યા બાદ લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં.

5) ફોનમાં હંમેશા હોમ લોક રાખવું. ફોનમાં ફિંગર લોક હોય તો તે વધારે સારું છે. એપ લોકથી ઇ-વોલેટ પર લોક રાખવું. હંમેશા કોઈ પણ એપ પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. ઇ-વોલેટને બને તો વાઇફાઇથી કનેક્ટ ન કરો. કારણ કે તમારો ડેટા વાઇફાઇ સર્વસ પર સેવ થઈ શકે છે. ફોનમાં જરૂરી અપ્લિકેશનનો જ ઉપયોગ કરવો.

6) ઇવોલેટનો પાસવર્ડ ખૂબ મજબૂત રાખો. સમયાંતરે પાસવર્ડ બદલતો રહેવો. પાસવર્ડને ડાયરી કે કોઈ અન્ય જગ્યાએ લખીને ન રાખવો. સમયાંતરે વોલેટને અપડેટ રાખવું. તમારો મોબાઇક ક્યારેય પણ અજાણી વ્યક્તિને ન આપવો, કારણ કે આવું કરવાથી તે તમારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
First published: October 23, 2018
વધુ વાંચો
अगली ख़बर