શું લેપટોપ લાવી રહી છે રિલાયન્સ જિયો? જાણો JiBookના સંભવિત ફીચર્સ વિશે

જિયોબુકની સામે આવેલી કથિત તસવીર

JioBook: ગીકબેંચ (Geekbench) પર થયેલા લિસ્ટિંગને સાચું માનીએ તો JioBookમાં 2GB રેમ હોઈ શકે છે અને તે એન્ડ્રોઇડ 11 ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

 • Share this:
  નવી દિલ્હી: જિયોફોન નેક્સ્ટ (JioPhone Next)ના લૉન્ચિંગ બાદ જિયો હવે કથિત રીતે પોતાનું લેપટોપ (JioBook) લાવવાની તૈયારીમાં છે. ગીકબેંચ (Geekbench) પર જિયોબુક (JioBook)ને જોવામાં આવ્યું છે. આ લેપટોપ MediaTek MT8788 SoC પ્રોસેસર સાથે આવી શકે છે. ગીકબેંચ પર થયેલા લિસ્ટિંગને સાચું માનીએ તો JioBookમાં 2GB રેમ હોઈ શકે છે અને તે એન્ડ્રોઇડ 11 ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

  આ પહેલા આ લેપટોપને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવામાં આવ્યું હતું. મૉડલ નંબરના આધારે કહેવામાં આવે છે કે અલગ અલગ ત્રણ વેરિઅન્ટ હશે. પહેલા જે જાણકારી આપવામાં આવી હતી તેના પ્રમાણે આ લેપટોપ Qualcomm Snapdragon 665 SoC પર ચાલશે.

  તાજા જાણકારી પ્રમાણે કંપની તેના પર્ફોર્મન્સનું હાલ આંતરિક સ્તરે ટેસ્ટિંગ કરી રહી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ લેપટોપ આગામી મહિનાઓમાં બજારમાં એન્ટ્રી કરી શકે છે. થોડા દિવસ પહેલા મૉડલ નંબર NB1118QMW, NB1148QMW અને NB1112MM વાળા જિયોબુકને BIS પર જોવામાં આવ્યા હતા. જેમાંથી મૉડલ નંબર NB1112MM વાળું જિયોબુક હવે ગીકબેંચ પર લિસ્ટ થયું છે. આ સાથે જ તેની અમુક ખાસિયતો વિશે પણ માહિતી આપવામાં આવી છે.

  આ પણ વાંચો: Jio, Airtel, BSNL: સૌથી સસ્તા દરે આ કંપનીઓ આપી રહી છે દમદાર Broadband ઈન્ટરનેટ પ્લાન

  2GB રેમ અને મીડિયાટેક પ્રોસેસર

  મૉડલ નંબર NB1112MM વાળા જિયોબુકમાં 2GB રેમ છે. પ્રોસેસર તરીકે કંપની તેમાં મીડિયાટેક MT6788 ચિપસેટ ઑફર કરી શકે છે. આ જિયોબુક એન્ડ્રોઇડ 11 ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ગીકબેંચના સિંગલ-કોર ટેસ્ટમાં તેને 1178 અને મલ્ટી કોર ટેસ્ટમાં તેમને 4246 અંક મળ્યા છે.

  XDA ડેવલોપર્સના રિપોર્ટ પ્રમાણે આ નોટબુકમાં 1366×768 પિક્સલ રિઝોલ્યુશન વાળી HD ડિસ્પ્લે આપવામાં આવી છે. જિયોબુકની ડિસ્પ્લે સાઇઝ અંગે હાલ કોઈ જાણકારી બહાર નથી આવી. XDAના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિયોબુક સ્નેપડ્રેગન 665 ચિપસેટ સાથે આવશે. જેમાં કંપની 4G કનેક્ટિવિટી માટે સેન્પડ્રેગન X12 મૉડલ પણ ઑફર કરશે.

  આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામનું ધમાકેદાર ફીચર, એપ ખુદ કહેશે કે હવે થોડો આરામ કરી લો! 

  ટૉપ વેરિઅન્ટમાં 4GB રેમ

  જિયોબુકના બેઝ મૉડલમાં 2GB LPDDDR4x રેમ અને 32GB eMMC સ્ટોરેજ સાથે આવી શકે છે. જ્યારે ટૉપ વેરિઅન્ટમાં 4GB LPDDR4x રેમ અને 64GBનું eMMC સ્ટોરેજ હોઈ શકે છે. કનેક્ટિવીટ માટે જિયોબુકમાં 4G LTE ઉપરાંત ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને HDMI જેવા વિકલ્પ મળશે તેવી આશા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: