Home /News /tech /શું તમારા માટે ખતરનાક છે Facebookની #10YearChallenge?

શું તમારા માટે ખતરનાક છે Facebookની #10YearChallenge?

ફેસબુકના #10YearChallengeની વાત કરીએ તો, આમાં લોકો પોતાના ફોટો સાથે વર્ષ પણ લખી રહ્યા છે જેમ કે, 'me in 2009 and me in 2019'.

ફેસબુકના #10YearChallengeની વાત કરીએ તો, આમાં લોકો પોતાના ફોટો સાથે વર્ષ પણ લખી રહ્યા છે જેમ કે, 'me in 2009 and me in 2019'.

    જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો, તમે #10YearChallengeને જરૂર જાણતા હશો. તમને ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ પર એવા કેટલાએ લોકો મળશે જે પોતાની આજનો અને 10 વર્ષ જુના ફોટોને #10YearChallenge સાથે પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, આખરે આ ચેલેન્જ આવી ક્યાંથી અને આ કેમ ચલાવવામાં આવી રહી છે. આને લઈ ટેક જર્નાલિસ્ટ Kate O'Neillનું માનવું છે કે, ફેસબુક આ ચેલેન્જને પોતાના ફેશિયલ રિકોગ્નિશન અલ્ગોરિધમને ઈમ્પ્રુવ કરવા માટે ચલાવી રહી છે.

    કેટે આને લઈ સૌથી પહેલા ટ્વીટ કર્યું હતું, 10 વર્ષ પહેલા કદાચ હું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા આ એજિંગ મીમ સાથે રમતી પરંતુ હવે હું એવું વિચારી રહી છું કે, ફેશિયલ ફેશિયલ રેકોગ્નિશન એલ્ગોરિધમને એજ પ્રોગ્રેસન વિશે ટ્રેંડ કરવા માટે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય.

    Wired.com પર છપાયેલા પોતાવા લેકમાં કેટે લખ્યું છે કે, તેમના આ ટ્વીટથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચાવા લાગ્યું. તેમનો ઈરાદો આ ન હતો, કે તે આ મીમને ખતરનાક બતાવે. પરંતુ ફેશિયલ રિકોગ્નિશન વિશે જાણ્યા બાદ લોકોને આ વિશે જણાવવું પણ જરૂરી છે.

    તેમણે આગળ લખ્યું કે, કેટલાક લોકોએ તેમના ટ્વીટની આલોચના પણ કરી. લોકોએ લખ્યું કે, ફેસબુક પાસે પહેલાથી જ લોકોના તમામ ફોટો છે જ, તો પછી તે કેમ આવું કરશે. આ મુદ્દે જવાબ આપતા લખ્યું કે, એવા કેટલાએ મીમમાં આપણે જોઈએ છીએ કે, લોકોને નિર્દેશ આપવામાં આવે છે કે તે પોતાની પહેલાની અને અત્યારની તસવીર અથવા 10 વર્ષ પહેલાની અને અત્યારની તસવીર પોસ્ટ કરે. ફેસબુક પાસે એવા કેટલાએ લોકોના ફોટા અને ડેટા છે પરંતુ જો આપણ અત્યારની વાત કરીએ તો, તમે તમારા ફેશિયલ રિકોગ્નિશન અલ્ગોરિધમને એજ રિલેટેડ કેરેક્ટસ્ટિક્સ અને એજ પ્રોગેસન વિશે ટ્રેંડ કરવા ઈચ્છતા હોવ કે કેવી રીતે લોકો મોટા થઈ રહ્યા છે, તો શું કરશો. એવામાં તમે એક મોટો ડેટા તૈયાર કરવાને બદલે એક નિર્ધારિત વર્ષને પસંદ કરી લેશો, જેથી કામ સરળ થઈ જશે, જેમ કે 10 વર્ષની ગેપ.

    એવામાં જો ફેસબુકના #10YearChallengeની વાત કરીએ તો, આમાં લોકો પોતાના ફોટો સાથે વર્ષ પણ લખી રહ્યા છે જેમ કે, 'me in 2009 and me in 2019'. આ સિવાય કેટલાક લોકો ક્યાં ફોટો લેવામાં આવ્યો તે વિશે પણ જાણકારી આપી રહ્યા છે. જો હવે આને બીજી રીતે જોઈએ તો, આ એક મીમ દ્વારા એક મોટો ડેટા તૈયાર થઈ ગયો છે કે લોકો 10 વર્ષ પહેલા અને હવે કેવા દેખાય છે, જેથી ફેશિયલ રિકોગ્નિશન અલ્ગોરિધમને ટ્રેંડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Challenge, Facebook, Users

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन