Home /News /tech /

iQOO Z3 5G સ્માર્ટફોન પર મેળવો ભારે છૂટ, Amazon આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

iQOO Z3 5G સ્માર્ટફોન પર મેળવો ભારે છૂટ, Amazon આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

એમેઝોન પર iQOO Z3 5G સ્માર્ટફોન તમે લગભગ 6,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

iQOO Z3 5G: એમેઝોન પર iQOO Z3 5G સ્માર્ટફોન તમે લગભગ 6,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. એમેઝોન પર 22,978 રૂપિયાની કિંમતનો આ ફોન 22%ના ડિસ્કાઉન્ટ સાથે 17,990 રૂપિયાની કિંમત પર લિસ્ટ છે.

    iQOO Z3 5G Smartphone Price and Amazon Offers: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર સ્માર્ટફોનના સેલ પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોન નિર્માતા Vivoની સહાયક કંપની iQOOનો બેસ્ટ સ્માર્ટફોન iQOO Z3 5G પણ એમેઝોનના સેલમાં ઘણી ઓછી કિંમતે ખરીદી શકાય છે.

    એમેઝોન પર iQOO Z3 5G સ્માર્ટફોન તમે લગભગ 6,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. એમેઝોન પર 22,978 રૂપિયાની કિંમતનો આ ફોન 22%ના ડિસ્કાઉન્ટ સાથે 17,990 રૂપિયાની કિંમત પર લિસ્ટ છે. આ ઉપરાંત કંપની આ ફોન પર એક હજાર રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ બંને ઓફર્સને ભેગી કરીએ તો ફોન પર મળતું ડિસ્કાઉન્ટ 5,988 રૂપિયા થઈ જાય છે.

    આ પણ વાંચો: ઓછી કિંમતમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

    આ ફોનને તમે એક્સચેન્જ ઓફરમાં પણ ખરીદી શકો છો. એમેઝોન પર એક્સચેન્જ ઓફર હેઠળ 14,850.00 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, iQOO Z3 5G સ્માર્ટફોન તમે 3,000 રૂપિયાના સરળ માસિક હપ્તા પર પણ ખરીદી શકો છો. બેંક ઓફર હેઠળ HSBC કેશબેક કાર્ડ (HSBC Cash Card) ટ્રાન્ઝેક્શન પર 5% ડિસ્કાઉન્ટનો લાભ પણ મેળવી શકો છે.

    iQOO Z3 5Gના ફીચર્સ

    iQOO Z3 5G સ્માર્ટફોનમાં 2408×1080 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.58-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hzના રિફ્રેશ રેટ અને 180Hzના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે.

    આ પણ વાંચો: Realme Narzo 50નો ઇંતેજાર ખતમ, ખરીદતા પહેલા જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

    iQOO Z3 5G ફોનમાં 4400mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 55 વોટની ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન Android 11 પર બેસ્ડ Funtouch OS 11.1 પર કામ કરે છે. આ ફોન 8 જીબી રેમ અને 256 જીબી સુધીના ઈન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં Snapdragon 768G 5G ચિપસેટ લગાવવામાં આવી છે.

    iQOO Z3 5G કેમેરા

    ફોટોગ્રાફી માટે iQOO Z3 5G ફોનમાં LED ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ છે. સાથે 8 મેગાપિક્સલનો વાઈડ-એંગલ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ સામેલ છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો લગાવવામાં આવ્યો છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Gujarati tech news, Mobile and Technology, Vivo, અમેઝોન

    આગામી સમાચાર