Home /News /tech /

64MP કેમેરા, 4700mAh બેટરી સાથે iQoo Neo 6 SE સ્માર્ટફોન લોન્ચ, 25,000 રૂપિયાથી પણ ઓછી છે કિંમત

64MP કેમેરા, 4700mAh બેટરી સાથે iQoo Neo 6 SE સ્માર્ટફોન લોન્ચ, 25,000 રૂપિયાથી પણ ઓછી છે કિંમત

iQoo Neo 6 SE માં 64 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે ટ્રીપલ કેમેરા સેટઅપ છે.

iQoo Neo 6 SE માં 64 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે ટ્રીપલ કેમેરા સેટઅપ છે. તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં ડ્યુઅલ-સેલ 4,700mAh ની બેટરી છે જે 80W ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

વધુ જુઓ ...
    iQoo Neo 6 SE Price and Specifications: iQoo એ Neo 6 સિરીઝમાં લેટેસ્ટ હેન્ડસેટ iQoo Neo 6 SE લોન્ચ કર્યો છે. આ ફોન ચીનમાં એક મહિના પહેલા લોન્ચ થયેલા iQoo Neo 6 જેવો છે. નવા ફોનમાં તફાવત ફક્ત તેના પ્રોસેસરમાં જોવા મળે છે. iQoo Neo 6 SE માં 120Hz AMOLED ડિસ્પ્લે છે અને Qualcomm Snapdragon 870 SoC આપવામાં આવ્યું છે. ફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે ટ્રીપલ કેમેરા સેટઅપ છે. તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

    iQoo Neo 6 SE price, availability

    iQoo Neo 6 SE ની કિંમત તેના 8GB + 128GB સ્ટોરેજ વાળા બેઝ વેરિયન્ટ માટે CNY 1,999 (લગભગ 23,000 રૂપિયા) છે. તેનો 8GB + 256GB મોડલ CNY 2,299 (લગભગ 26,500 રૂપિયા)માં આવે છે અને ટોપ એન્ડ વેરિયન્ટ 12GB + 256GB સાથે CNY 2,499 (લગભગ 28,850 રૂપિયા)માં આવે છે. iQoo Neo 6 ઇન્ટરસ્ટેલર, ઓરેન્જ અને નિયો કલરમાં આવે છે. ફોનનું વેચાણ ચીનમાં 11 મેથી શરૂ થશે. ભારત સહિત અન્ય માર્કેટ્સમાં તેની ઉપલબ્ધતા અને કિંમત અંગેની ડિટેલ્સ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

    આ પણ વાંચો: Mother’s Day: આ સ્માર્ટફોન ગિફ્ટ કરીને તમારી માતાને બનાવો વધુ સ્પેશિયલ અને સ્માર્ટ

    iQoo Neo 6 SE specifications

    iQoo Neo 6 SE ડ્યુઅલ (નેનો) સિમ ફોન છે જે Android 12 આધારિત OriginOS Ocean કસ્ટમ સ્કિન સાથે આવે છે. ફોનમાં 6.62 ઇંચની ફુલ-એચડી પ્લસ (1,080x2,400 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે જેમાં 20:9 આસ્પેક્ટ રેશિયો અને 120Hz સુધીનો રિફ્રેશ રેટ છે. સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 870 SoC આપવામાં આવ્યું છે જેને 12GB સુધીની LPDDR5 RAM સાથે પેઅર કરવામાં આવ્યું છે. જ્યારે તેનાથી પહેલા આવેલા iQoo Neo 6 માં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Gen 1 SoC મળે છે જેને 12GB સુધી LPDDR5 RAM સાથે પેઅર કરવામાં આવ્યું છે.

    કેમેરા સેટઅપની વાત કરીએ તો, iQoo Neo 6 SE માં 64 મેગાપિક્સલનો Samsung ISOCELL Plus GW1P પ્રાઈમરી સેન્સર છે જે ટ્રિપલ કેમેરા મોડ્યુલમાં ફિટ છે. બીજો કેમેરા 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ f/1.89 અપર્ચર સાથેનો છે. તો ત્રીજા સેન્સર તરીકે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે, ફોનમાં ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: નંબર સેવ કર્યા વગર WhatsApp મેસેજ કઈ રીતે મૂકવો? એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને ખૂબ કામ લાગશે આ ટ્રિક

    iQoo Neo 6 SE માં 256GB ની UFS 3.1 સ્ટોરેજ મળે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5.2, GPS/A-GPS, NFC અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યું છે. સેન્સર્સમાં એક્સિલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ, ગાયરોસ્કોપ, મેગ્નેટોમીટર અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

    ડિવાઇસમાં ડ્યુઅલ-સેલ 4,700mAh ની બેટરી છે જે 80W ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું ડાયમેન્શન 163x76.16x8.54mm અને વજન 190 ગ્રામ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android smartphone, Gadgets News, Gujarati tech news, Mobile and Technology, Smartphones

    આગામી સમાચાર