આઇફોનના લૉન્ચિંગ ઇવેન્ટને હવે થોડા દિવસોજ બાકી રહ્યા છે, પરંતુ આવી રહેલા તમામ આઇફોનનાં સ્પષ્ટીકરણો ચીનની ટેક ન્યૂઝ આઉટલેટ પર લીક થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર 2019માં લૉન્ચ થનારા આ ફોન્સ આઇફોન 11, આઇફોન 11 પ્રો, અને આઇફોન 11 પ્રો મેક્સ હશે, જે આઇફોન એક્સઆર, આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સ સિરીઝના ફોન્સ હશે. આ ત્રણેયમાં એપલની એ13 ચિપ લાગેલી હશે જે ફેસ આઈડી, વાઇ-ફાઇ 6 કનેક્ટિવિટી (Wi-Fi 6 Connectivity)ને સપોર્ટ કરશે.
12MPનો ફ્રન્ટ કૅમેરો
10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ ઇવેન્ટમાં એપલ ફોન ઉપરાંત, એપલ વૉચ સિરીઝ 5 પણ લૉન્ચ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આઇફોન 11 પ્રોમાં 5.8 ઇંચની સ્ક્રીન હશે જ્યારે પ્રો મેક્સમાં 6.5 ઇંચની ઓએલઇડી સ્ક્રીન હશે. બંને એપલ પેન્સિલને સપોર્ટ કરશે અને તેમાં 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો હશે. આ ફોનમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કૅમેરા સેટઅપ હશે.
આઇફોન 11 પ્રોમાં 3190 એમએએચની બેટરી હશે અને તેની પ્રારંભિક કિંમત 999 ડોલર એટલે કે લગભગ 71,860 રૂપિયા હશે જ્યારે આઇફોન 11 પ્રો મેક્સની બેટરી 3500 એમએએચ હશે અને તેની કિંમત 79,050 હશે.
iPhone 11ની કિંમત સૌથી ઓછી
આમાં આઇફોન 11ની કિંમત સૌથી ઓછી હશે. તેમાં 6.1 ઇંચની એલસીડી સ્ક્રીન સાથે 4 જીબી રેમ અને 3110 એમએએચની બેટરી હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાછળની બાજુમાં ડ્યુઅલ કૅમેરા સેટઅપ હશે. જો કે તે એપલ પેન્સિલ સાથે સુસંગત રહેશે નહીં.
અનેક કલરમાં લૉન્ચ કરી શકાય છે iPhone 11
ઓફિશિયલ લૉન્ચ આમંત્રિત કલરનો લોગો બતાવવામાં આવ્યો છે. લીલો, વાદળી અને પીળો, લાલ અને પર્પર્લ કલરમાં બતાવવામાં આવ્યો છે. તેથી માનવામાં આવે છે કે આ વખતે એપલ 11 અનેક કલરમાં ઉપલબ્ધ થઈ શકે છે. લીક પરથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ સમયમાં ફોનમાં યુએસબી-સી પોર્ટ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે એપલ 20 સપ્ટેમ્બરે તમામ ફોન્સ લૉન્ચ કરશે. એવી પણ અપેક્ષા છે કે એક સાથે તમામ મોડેલો બજારમાં આવશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર