Home /News /tech /

દર મહિને 4499 રૂપિયા આપીને ખરીદો iPhone XS

દર મહિને 4499 રૂપિયા આપીને ખરીદો iPhone XS

ટોપ મોડલ આઇફોન જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે તે iPhone XS Max (512GB). તેનો ચોક્કસ ભાવ 1,44,900 રૂપિયા, પણ EMI પર ખરીદવા પર આ ફોન આપને 1,58,088 રૂપિયામાં પડશે.

ટોપ મોડલ આઇફોન જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે તે iPhone XS Max (512GB). તેનો ચોક્કસ ભાવ 1,44,900 રૂપિયા, પણ EMI પર ખરીદવા પર આ ફોન આપને 1,58,088 રૂપિયામાં પડશે.

    એપલે તેનાં નવાં iPhone લોન્ચ કરી દીધા છે અને ભારતમાં તેનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થવાનું ભારતમાં એપલ ડિસ્‌ટ્રિબ્યૂટર ઇન્ડિયા આઇ સ્ટોરે નવાં આઇફોનનાં પ્રી બુકિંગ પર પેજ લાઇવ કરી દીધુ છે. આ સ્ટોરથી યૂઝર્સ EMI પર ખરીદી કરી શકે છે. આ પહેલાં પણ આ બંને સ્માર્ટફોન્સ માટે કેટલીક ચેનલ્સ પર પ્રી ઓડર્સ લેવામાં આવી રહ્યાં છે.

    ઇન્ડિયાઆઇ સ્ટોર મુજબ iPhone XSને આપ 4499 રૂપિયાની ઇફેક્ટિવ કિંમત ચુકવીને ખરીદી શકો છો.  બે વર્ષ સુધીની EMI છે આ EMI કેલક્યુલેટર આપવામાં આવ્યું છે જેમાં iPhone XS, XS Max તમામ ફોનની કિંમત મુજબ જોઇ શકો છો કે કેટલું EMI ચુકવવું પડશે. બારતમાં 28 સ્પટેમ્બરથી વેચાણ શરૂ થશે. જ્યારે iphone Xr આગામી મહિને ભારતમાં આવશે.

    iPhone XS (64GB)- ઇંટરેસ્ટ ચાર્જ જોડીને તેનો ભાવ 1,07,976 રૂપિયા થાય છે. જ્યારે તેની અસલ કિંમત 99,900 રૂપિયા છે. જો આપ તે ખરીદવા ઇચ્છો છો તો આપે આ માટે દરમહિને બે વર્ષ સુધી 4,499 રૂપિયાની EMI ચુકવવી પડશે.
    iPhone XS (128GB)- જો તમે આ ફોન ખરીદવા માંગો છો તો આપે બે વર્ષ સુધી દર મહિને 5,175 રૂપિયા આપવાનાં રહેશે તેની અસલ કિંમત 1,14,900 રૂપિયા છે આપે વ્યાજ સાથે 1,24,200 રૂપિયા ચુકવવા પડશે.
    iPhone XS (512GB)- ખરીદવા ઇચ્છો છો તો 2 વર્ષ સુધી દર મહિને 6,076 રૂપિયા ચુકવવાનાં રહેશે. તેનો ભાવ 1,34,900 છે જ્યારે તમે EMI પર ખરીદો છો તો આપે 1,45,000 રૂપિયા ચુકવવાનાં રહેશે.

    એપલનાં નવાં મોડલ્સની વધુ ભાવનો મુદ્દો ટિમ કુકે આ રીતે કર્યો બચાવ

    આઇફોનની વધુ કિંમતનો બચાવ કરતાં કુકે કહ્યું કે, 'મોટાભાગનાં લોકો આ માટે અન્ય રીતે પૈસા ચુકવે છે. જેમ કે તેઓ ટેલીકોમ કંપની સાથે ડિલ કરીને દર મહિને તેમને પૈસા આપે છે.' જે ફોનનો ભાવ 1000 ડોલર છે મોટાભાગનાં લોકો આ માટે દર મહિને 30 ડોલર આપે છે એટલે કે દરરોજનો એક ડોલર.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन