Home /News /tech /

Apple યૂઝર્સ સાવધાન! I-Phoneમાં ભુલથી પણ ન કરશો આ કામ બાકી થઈ શકે છે મસમોટું નુકસાન

Apple યૂઝર્સ સાવધાન! I-Phoneમાં ભુલથી પણ ન કરશો આ કામ બાકી થઈ શકે છે મસમોટું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

જો તમે આઈફોન યૂઝર છો અને ઈન્ટરનેટ માટે ફ્રી વાઈ-ફાઈ અથવા કોઈપણ અજાણ્યા નામ સાથે તમારો ફોન કનેક્ટ કરો છો તો જાણી લો આ ખાસ અહેવાલ

  જો તમે આઈફોન યૂઝર છો અને ઈન્ટરનેટ માટે ફ્રી વાઈ-ફાઈ અથવા કોઈપણ અજાણ્યા નામ સાથે તમારો ફોન કનેક્ટ કરો છો, તો ફોનને ખૂબ જ નુકસાન થઈ શકે છે. તાજેતરમાં આઈફોનના એક નવા બગ વિશે જાણવા મળ્યું છે. જે માત્ર વાઈ-ફાઈ સાથે કનેક્ટ કરવા પર ફોનની વાયરલેસ કાર્યક્ષમતાને ઓછી કરે છે. ક્રેશ બાદ ન્યૂફાઉન્ડ બગ iPhoneને વાઈ-ફાઈનો સંપૂર્ણ રીતે યૂઝ કરવા માટે અસમર્થ બનાવે છે. ડિવાઈસને રિસ્ટાર્ટ કરવા છતા આ બગને દૂર કરી શકાતો નથી. સુરક્ષા શોધકર્તાઓ દ્વારા ઓનલાઈન અનેક iOS સંસ્કરણો પર ભિન્નતા જોવા મળી છે અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

  આ વિશિષ્ટ SSIDs સાથે જોડાયેલ છે, જે એક શબ્દની જગ્યાએ અનેક પ્રતીકનો ઉપયોગ કરે છે. આવા નામો સાથે હોટસ્પોટ અથવા વાઈ-ફાઈ નેટવર્ક સાથે કનેક્ટ થવા પર જોવા મળ્યું છે કે આઈફોનની વાઈ-ફાઈ કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે. તે બાદ જો આઈફોન યૂઝર વાઈ-ફાઈ ઓન કરે છે, તો તે જલ્દી બંધ થઈ જશે. ડિવાઈસને ફરીથી રિસેટ કરવા પર હોટસ્પોટનું નામ બદલ્યા બાદ પણ તે ફરીથી કામ કરતું નથી.

  શૉએ સ્પષ્ટ કર્યું છે કે ફોન રિબુટ કરવાથી અને SSID બદલવા છતા આ બગ દૂર થતો નથી. શૉ એ આ પ્રયોગ તેના iPhone XS પર કર્યો, જે iOS વર્ઝન 14.4.2 પર ચાલી રહ્યો હતો. ત્યારબાદ જે પ્રયોગ કરવામાં આવ્યો તેમાં BleepingComputerએ iOS 14.6 પર પણ બગની પુષ્ટી કરી. પબ્લિશર દ્વારા એક રિપોર્ટમાં આ મુદ્દા પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અજીબ SSID પર કવામાં આવેલ પરીક્ષણના કારણે iPhonesનું વાઈ-ફાઈ યોગ્ય રીતે કામ કરતું નહોતું. જે પણ પરીક્ષણ કરવામાં આવ્યા તેના સમાન પરિણામ જોવા મળ્યા છે. iPhoneની વાયરલેસ કનેક્ટિવિટીએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

  આ પણ વાંચો : Stock Market Tips : રૂ. 40નો શેર તમને કરાવશે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરવી પડશે ખરીદી?

  એન્ડ્રોઇડ પર કોઈ પ્રકારનું જોખમ નહીં

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે SSID સાથે કનેક્શનના કેટલાક પ્રયોગ નિષ્ફળ રહ્યા છે. ટીમ હજુ સુધી iPhonesના નિયમિત વાયરલેસ નેટવર્ક સુધી પહોંચી શકી નથી. સ્કો જેવા પરિણામના પણ અનુભવ થયા છે. પરિણામ પરથી કહી શકાય કે બગ માત્ર iPhones સુધી સીમિત છે, આ બગની અસર એન્ડ્રોઇડ પર થતી નથી. પરિણામે કહી શકાય કે જો સાર્વજિનિક ક્ષેત્રો પર iPhonesમાં પાસવર્ડ વગરના હોટસ્પોટ (SSID સાથે)નો ઉપયોગ કરવા પર તેના નેટવર્ક પર અસર થાય છે.

  એક ઉપાયની મદદથી આ બગને દૂર કરી શકાય છે

  નિષ્ણાંતો જણાવે છે કે જો iPhone પર બગના કારણે અસર જોવા મળે છે. વાઈ-ફાઈ ફંક્શનને ફરીથી યોગ્ય રીતે ચલાવવા માટે તેને એક રીતે ઠીક કરી શકાય છે. તે માટે તમારે નેટવર્ક સેટિંગ્સને રિસેટ કરવાનું રહેશે. તે માટે iPhone યૂઝર્સે Settings > General > Reset > Reset Network Settings પર જવાનું રહેશે. એક ટ્વિટમાં શૉએ જણાવ્યું કે SSID "' %p%s%s%s%s%s%n" સાથે તેના વ્યક્તિગત વાઈ-ફાઈમાં શામેલ થયા બાદ તેમના iPhoneની વાઈ-ફાઈ કાર્યક્ષમતા યોગ્ય રીતે કાર્ય કરી રહી નહોતી.

  આ પણ વાંચો : Stock Market Tips : 50 રૂપિયાના આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે લાખોનો ફાયદો

  જ્યારે તમને સમસ્યા વિશે અને આ સમસ્યાને દૂર કેવી રીતે કરવી તેની જાણકારી છે તો તે સમસ્યા અસ્થાયી થઈ જશે અને તેને યોગ્ય રીતે ઠીક કરી શકાય છે. આ નવી શોધને આઈફોનનો ઉપયોગ કરતા તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો.
  First published:

  Tags: Apple Updates, Iphone Issues, Tech and Mobile News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन