Home /News /tech /

Alert! હેકર્સના નિશાના પર છે iPhone, આ ખામીને બનાવી શકે છે હથિયાર

Alert! હેકર્સના નિશાના પર છે iPhone, આ ખામીને બનાવી શકે છે હથિયાર

હેકર્સના નિશાના પર છે iPhone, આ ખામીને બનાવી શકે છે હથિયાર

iphone Bug: આ બગના કારણે તમારો આઇફોન સરળતાથી હેક થઈ શકે છે. જો કે યૂઝર્સ તેમના iPhoneને રિસ્ટાર્ટ કરીને અથવા ફોનને ફરીથી ચાલુ કરીને આ બગને દૂર કરી શકે છે, પરંતુ તે એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો.

    ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટ ડિવાઇસ (Smart Device) પર માનવ જીવન ખૂબ ઝડપી અને વધારે નિર્ભર બની રહ્યું છે. જેના કારણે ફ્રોડ (Fraud) અને હેકર્સ (Hackers)ને પણ મોકળું મેદાન મળી ગયું છે. તમારા ડિવાઇસમાં આવતી નાની એવી ખામીને પણ હેકર્સ સરળતાથી હથિયાર તરીકે ઉપયોગમાં લઇ લે છે અને તમને તેની જાણ પણ થતી નથી.

    હવે આવું જ એક બગ આઇફોન (Bug in iPhone)માં સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બગ iPhoneના દરેક મોડલ અને iOS ઓપરેટિંગ સિસ્ટમના દરેક વર્ઝનને અસર કરશે. આ બગને નો રીબૂટ (No Reboot Bug) કહેવામાં આવી રહ્યું છે, તેની સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બગ સૌથી મુશ્કેલ બગ છે, જેને શોધવાનું અને ઠીક કરવું કંપની માટે અત્યાર સુધી લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ રહ્યું હતું. તો ચાલો જાણીએ આ બગ વિશે વિગતવાર.

    ચાલુ સ્માર્ટફોનને બતાવે છે શટડાઉન

    આ બગ સૌપ્રથમ મોબાઈલ સુરક્ષા નિષ્ણાંત ZecOps દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યું હતું. તેણે પોતાના બ્લોગ પોસ્ટમાં આઈફોન યુઝર્સને ચેતવણી આપતા કહ્યું કે, આ બગ તમારા આઈફોનની શટડાઉન ઈવેન્ટને બદલી દે છે અને યુઝરને અહેસાસ કરાવે છે કે તેમનો સ્માર્ટફોન શટડાઉન થઈ ગયો છે.

    પરંતુ હકીકતમાં તે બંધ નથી હોતો, સ્માર્ટફોન ચાલુ જ રહે છે અને ફોનની ઇન કોલ સર્વિસ, સ્પ્રિંગ બોર્ડ અને બેકબોર્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસને હાઇજેક કરે છે. જે આઇફોનની રીબૂટ પ્રોસેસને કંટ્રોલ કરે છે.

    આઇફોનને બનાવે છે નિશાન

    આ બગના કારણે તમારો આઇફોન સરળતાથી હેક થઈ શકે છે. જો કે યૂઝર્સ તેમના iPhoneને રિસ્ટાર્ટ કરીને અથવા ફોનને ફરીથી ચાલુ કરીને આ બગને દૂર કરી શકે છે, પરંતુ તે એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો.

    NoReboot કોડથી હેકર્સ દ્વારા કરવામાં આવેલ ડેમેજ વધી જાય છે અને યુઝર્સ સરળતાથી આ બગથી છૂટકારો મેળવી શકતા નથી. ત્યારથી હેકર્સ હેક કરેલા ફોનનો ડેટા તેમના કંટ્રોલ સર્વર પર મોકલે છે. તેથી જ એકવાર બગ દૂર થઈ જાય તો પણ તમારા ઉપકરણને મોનિટર કરી શકાય છે.

    શું છે ઉપાય?

    ZecOps મુજબ Apple આ બગને ઉકેલી શકતું નથી, કારણ કે તે આ બગ માટે સોફ્ટવેર કોડને પેચ કરી શકતું નથી. આનો એક ઉકેલ એ છે કે કંપની iPhoneના ઓન-ઓફને શોધવા માટે નવા હાર્ડવેર ઇન્સ્ટોલ કરે છે, જે દરેક ઉપકરણમાં ઇન્સ્ટોલ કરવું શક્ય નથી. કંપની આ હાર્ડવેરને નવા ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરી શકે છે, પરંતુ તેમ છતાં કંપનીના લાખો ડિવાઈસ હેકર્સનો શિકાર બની જશે.

    જો તમને સ્માર્ટફોન ચાલુ અથવા બંધ હોવાની શંકા હોય તો iPhone યુઝર્સે સ્માર્ટફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ. આ સિવાય તમારે તમારા iPhoneની એપ્સ માત્ર વિશ્વસનીય સ્ત્રોતોથી જ ડાઉનલોડ કરવી જોઈએ.

    સંદિગ્ધ ઓન-ઓફ કઇ રીતે કરવો ડિટેક્ટ

    - ઇનકમિંગ કૉલ્સ માટે તમારા ફોનની રિંગ અથવા નોટિફિકેશન તપાસો.

    - ટચ ફીડબેક (3ડી ટચ)

    - વાઇબ્રેશન

    - સ્ક્રિન

    - કેમેરા ઇન્ડિકેટર
    First published:

    Tags: And Technology, Apple, IPhone, Tech, મોબાઇલ

    આગામી સમાચાર