Home /News /tech /iPhone SE 3: આવો હશે એપલનો નવો મિડ રેન્જ ફોન, જાણો સ્પેસ, ફીચર અને અંદાજિત કિંમત વિશે

iPhone SE 3: આવો હશે એપલનો નવો મિડ રેન્જ ફોન, જાણો સ્પેસ, ફીચર અને અંદાજિત કિંમત વિશે

પ્રતીકાત્મક તસવીર

Apple iPhone SE: લીક થયેલા રિપોર્ટ્સ પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે iPhone SE 3 વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવી શકે છે.

મુંબઈ: દુનિયાની સૌથી પોપ્યુલર ટેક કંપની એપલ (Apple) પોતાની iPhone SE સીરીઝ નોક્સ્ટ જનરેશન સ્માર્ટફોનનું અપગ્રેડે મોડલ આ વર્ષે લોન્ચ કરવાની છે. ઉલ્લેખનીય છે કે આ લોન્ચ વર્ષ 2022માં કરવામાં આવી શકે છે. લીક થયેલા રિપોર્ટ્સ પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે iPhone SE 3 વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવી શકે છે. હાલનો કરંટ જનરેશન iPhone SE 2020 વર્ષ 2020 એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વાતને જોતા લાગી રહ્યું છે કે નવો ફોનનું લોન્ચિંગ પણ માર્ચ એપ્રિલમાં થઈ શકે છે.

સ્માર્ટફોનમાં લેટેસ્ટ A15 બાયોનિક ચીપસેટ હશે

નવા લોન્ચ કરવામાં આવનાર iPhone SE 3નું હાર્ડવેર પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા લીક થયેલી માહિતીને ધ્યાનમાં લઈએ તો તે મુજબ મોડેલની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહી. એપલ તરફથી આ સૌથી વ્યાજબી કિંમતમાં મળતું 5G ડિવાઈસ હશે. આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ A15 બાયોનિક ચીપસેટ (latest A15 Bionic chipset) આપવામાં આવે તેવી સંભાવના છે.

જો લીક થયેલી માહિતીને સાચી માનીએ તો iPhone SE 3 માં iPhone SE 2020 જેવા જ થીક બેઝેલ્સ અને ટચ આઈડી હશે. આ સાથે જ એપલ iPhone SE 2020 જેવા જ પ્રકારની 4.7 ઈન્ચની LCD પેનલનો ઉપયોગ કરે તેવું લાગી રહ્યું છે. જો કે હાલ કંઈક પણ કહેવું ઉતાવળ હશે, કેમ કે હજી પણ આપણે આ કથિત લોન્ચ માટે થોડા મહિનાઓની રાહ જોવી પડશે.

iPhone SE 3: સ્પેસ અને ફીચર

>> iPhone SE3 ને વર્ષ 2022મા પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવશે તેવી અફવાઓ હાલ વહેતી થઈ છે. હાલમાં રિસર્ચ ફર્મ TrendForce દ્વારા આપવામાં આવેલા રિસર્ચ પ્રમાણે આ વાત કહેવામાં આવી રહી છે. રિપોર્ટમાં આ પહેલા વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવેલા પ્રિવિયસ મોડેલ સાથે લોન્ચના સમયની સમાનતા અંગે વાત કરી રહ્યું છે.

>> લોન્ચ કરવામાં આવનાર એપલ સ્માર્ટફોન iPhone SE 2020ને ટેકઓવર કરશે. જણાવી દઈએ કે iPhone SE 2020 ને લોન્ચ થયાને લગભગ 2 વર્ષનો સમય થઈ ચુક્યો છે. આટલો લાંબો ગાળો વિતી ગયો હોવાને કારણે આપણે iPhone SE 3 ના મોડેલમાં કેટલાક ફેરફાર અને નવીનતાઓ જોવાની અપેક્ષા કરી રહ્યાં છીએ. જો કે, લીક થયેલી માહિતી આવી કોઈ શક્યતાનો ઈન્કાર કરી રહી છે અને જણાવી રહી છે કે 2023ના મોડલમાં આવું થવાની સંભાવના છે.

>> અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone SE 3 પણ અગાઉના iPhone SE 2020 જેવી જ ડિઝાઈન સાથે લોન્ચ થાય. એટલે કે તેમાં પણ ટચ આઈડી અને બિગ બેઝલ્સ જોવા મળે. આ સાથે જ iPhone SE 3 માં પણ 4.7 ઈન્ચની એલસીડી સ્ક્રિન જોવા મળી શકે છે.

>> આ સાથે જ બન્ને મોડેલોની ડિઝાઈન એક સરખી રહે તેવી સંભાવનાઓ વધુ છે. જો કે એપલ દ્વારા હાર્ડવેરમાં ફ્રન્ટ પર કેટલાક સુધારા કરવામાં આવી શકે છે. આ તમામ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ A15 બાયોનિક ચિપસેટ બની રહેશે. જે iPhone 13 સીરીઝમાં જોવા મળે છે. આ સાથે જ સ્માર્ટફોનમાં કેવોલકોમ X60 5G મોડમ પણ જોવા મળી શકે છે. આનો સ્પષ્ટ અર્થ થાય છે કે iPhone SEમાં 5G કેપેબિલીટી હશે.

>> આ તમામ બાબતો છતાં નવા લોન્ચ થનારા ડિવાઈસના નામ વિશે હજી પણ અસમંજતા છે. કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તેનું નામ iPhone SE 3 moniker હશે તો કેટલાક દાવો કરી રહ્યાં છે કે આ iPhone SE Plus હોઈ શકે છે. હાલ iPhone SE 3 વિશે અન્ય માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. આવનારા સમયમાં આ ડિવીસ વિશે વધુ જાણકારી મળે તેવી હાલ આશા રાખી શકાય છે.

>> iPhone SE 3ના હરિફોની વાત કરવામાં આવે તો the Pixel 5a, OnePlus Nord 2 સાથે ડ એમોલ્ડ ડિસ્પ્લે ધરાવતા બીજા મોડેલ તેના કોમ્પિટીશનમાં આવી શકે છે. આવનારા મોડલમાં OLED પેનલ જોવા મળે તો તે સારી બાબત છે. એપલના આ આગામી મોડલમાં બેટરી પણ વધુ સારી મળે તેવી શક્યતા છે. હાલના iPhone SE 2020માં 1821mAh ની બેટરી જોવા મળે છે. આગામી મોડલમાં આ કેપેસિટી વધે તેવું લાગી રહ્યું છે.

>> એન્ડ્રોઈડ ડિવાઈસમાં જોવા મળતો સામાન્ય ફિચર એવો હાયર રિફ્રેશ રેટ iPhone SE 2020માં પણ જોવા મળતો નથી. iPhone SE 3માં કંપની દ્વારા કેમેરા હાર્ડવેર ઈમ્પ્રૂવ કરવામાં આવશે કે કેમ તેની પણ હજી કોઈ જાણકારી નથી. iPhone SE 2020માં હાલ 12 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આગામી મોડલમાં વાઈડ લેન્સ લોકો વધુ પસંદ કરશે.

આ પણ વાંચો: iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: હવે રિપેરિંગ પાછળ થતો ખર્ચ ઘટશે, Appleએ લીધો આ નિર્ણય

iPhone SE 3 લોંચ

iPhone SE 3 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. Trendforce દ્વારા આવેલી રિપોર્ટમાં પણ તેવું જ કહેવામાં આવી રહ્યું છે. iPhone SE 2020 એપ્રિલ સુધી બજારોમાં મળે તેવી શક્યતા છે. તેથી આ લોન્ચ માર્ચના અંત અથવા એપ્રિલના શરૂઆતમાં કરવામાં આવી શકે છે.

iPhone SE 3 ભારતમાં અંદાજીત કિંમત

iPhone SE 3 એપલનો મિડ રેન્જ ફોન હશે. આ મિડ રેન્જ ફોન હોવાથી એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે હરિફાઈમાં ઉતરે તેવી શક્યતા છે. 2020માં લોન્ચ થયેલા iPhone SE 2020ની રૂ. 39,900ની કિંમત જોતા iPhone SE 3 ની અંદાજિત કિંમત રૂ. 45,000ની આસપાસ હોય તેવી શક્યતા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, IPhone, ટેકનોલોજી, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन