હવે PUBG Mobile દ્વારા જીતી શકો છો iPhone 11 Pro Max

News18 Gujarati
Updated: October 1, 2019, 4:31 PM IST
હવે PUBG Mobile દ્વારા જીતી શકો છો iPhone 11 Pro Max
હવે PUBG Mobile દ્વારા જીતી શકો છો iPhone 11 Pro Max

આ ગેમમાં iPhone Pro Max સિવાય પબજી મોબાઈલ કેપ અને બોટના ઈયરફોન્સ પણ સામેલ છે.

  • Share this:
આ ફેસ્ટિવ સિઝનમાં તમને દરેક પ્રકારના નવા નવા ઑફર્સ મળી રહ્યા છે, તો આ બાજુ પબજી દ્વારા પણ તમને iPhone 11 Pro Max જીતવાનો મોકો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, PUBG Corp અને Tencentએ પોતાના ફેન્સ માટે આ ગેમ કોન્ટેસ્ટની જાહેરાત કરી છે. આ ગેમનું નામ દશેરા લકી ડ્રો છે. દશેરા લકી ડ્રોમાં પ્લેયર્સને iPhone 11 Pro Max જીતવાનો મોકો મળશે. તમને જણાવી દઈએ કે, iPhone 11 હમણાં જ લોન્ચ થયો છે.

આ એક સિમ્પલ વ્હીલ સ્પિન-સ્ટાઈલ કોન્ટેસ્ટ છે જેમાં જીતવા પર ગણી એક્સક્લૂસિવ આઈટમ મળશે. આ ગેમમાં iPhone Pro Max સિવાય પબજી મોબાઈલ કેપ અને બોટના ઈયરફોન્સ પણ સામેલ છે. સાથે જ તેમાં ઈન-ગેમ આઈટમ્સ એકેએમ સ્કિન, ટર્બન વગેરે મળશે, આ ગેમમાં ક્રેટ કૂપન્સ પણ મળશે.

જોકે, આ પૂરી રીતે તમારી કિસ્મતનો ટેસ્ટ છે કે, તમે તેને જીતી શકો છો કે નહી. આ કોન્ટેસ્ટ 30 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ચાલશે. જેથી જેટલુ ઝડપી પ્રયત્ન કરશો તેટલું વધારે સારૂ રહેશે. જો તમે ઈનામ જીતો છો તો, ઈવેન્ટ પેજ પર તમને વિનર્સના લિસ્ટમાં પોતાનું નામ દેખાશે અને સાથે એક ફોર્મ જોવા મળશે જેમાં તમારી ડિટેલ ભરવી પડશે.

હાલમાં જ Tencent Games અને PUBG Corporationને એક પોપ્યુલર ટીવી સિરીઝ ધ વોકિંગ ડેડથી કરાર કર્યો છે. ગેમ ડેવલપર અનુસાર, પ્લેયર્સે ઈન ટીવી સિરીઝના કેરેક્ટર્સ તરીકે રમવું પડશે. આ રમતમાં ઈન-ગેમ આઈટમ જેમ કે, સ્કિન, વીપન અને વ્હીકલ સ્કિન પણ લિમિટેડ હશે.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर