તાજેતરમાં આઇફોનમાં એક બગ હોવાની વાત સામે આવી છે. યૂઝર્સ વીડિયો કૉલ રિસીવ કર્યા વગર પણ લોકોને તેની વાત સાંભળવા મળી રહી હતી. આ ભૂલને લઇને એપલે ઇન્કને જાણકારી આપી છે કે તે જલ્દી જ આ ફિક્સ કરવા માટે એક સોફ્ટવેર પેચ રિલીઝ કરશે.
આ ભૂલ એક આઇફોન યૂઝરને એપલમાં ફેસટાઇમ એપ દ્વારા વીડિયો કોલિંગ કરવા પર સામે કોલ રિસીવ કર્યા વગર પણ તેમનો અવાજ સાંભળવા મળ્યો હતો. આ ભૂલ એપલના ગ્રૃપ કોલિંગ ફિચરમાં આવી છે. જેમા એપલે સમરમાં જાહેરાત કરી હતી કે તેને iOS 12ના ટેસ્ટ વર્ઝનમાંથી દૂર કરી દીધુ છે અને ફરી ગયા વર્ષે ઓકટોબરમાં તેને રિલીઝ કર્યુ.
તમારા આઇફોન, આઇપોડ ટચ અને આઈપેડમાં ફેસટાઇમને ડિસેબલ કરવા, સેટિંગ્સ પર જાઓ અને પછી ફેસટાઇમ સિલેક્ટ કરો. આ બાદ જમણી બાજુનાં બટને બંધ કરો. ત્યા Mac પર બંધ કરવા માટે, ડાબી બાજુએ મેનૂ બાર પર જાઓ અને FaceTime બંધ કરો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર