મુંબઈ: દિગ્ગજ ટેક કંપની એપલ (Apple) iPhone અને Apple Watch Seriesમાં એક નવું ફીચર (New Feature) જોડવાનો વિચાર કરી રહી છે, જે કાર અકસ્માત (Car Crash Detection) અંગે જાણી શકે અને દુર્ઘટનાની સ્થિતિમાં ઈમરજન્સી મદદ (Imergency Help) મેળવવા માટે ઓટો ડાયલ (Auto Dial) 911 કરી શકે. વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નવું ક્રેશ ડિટેક્શન ફીચર આગામી વર્ષમાં એપલ વોચ (Apple Watch) અને આઇફોન્સ (iPhones)માં આવી શકે છે.
ફીચરનું ટેસ્ટિંગ
ક્રેશ ડિટેક્શન ફીચર ગુરૂત્વાકર્ષણમાં અચાનક કોઇ પણ વધારો થવો કે કાર અકસ્માત દરમિયાન ઉત્પન્ન થનાર ‘g’ ફોર્સને ડીટેક્ટ કરવાનું કામ કરશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એપલ છેલ્લા એક વર્ષથી આઈફોન અને એપલ વોચના હાલના યૂઝર્સના ડેટા એકત્ર કરીન આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. એપલના ડિવાઇસ પહેલા જ 10 મિલિયન (1 કરોડ)થી વધુ સંદિગ્ધ વાહન પ્રભાવોને સફળતાપૂર્વક શોધી ચૂક્યા છે. તેમાંથી 50 હજારથી વધુ કેસોમાં ઇમરજન્સી મદદ માટે 911 પર ઓટો ડાયલ કરવું પણ સામેલ છે.
ક્રેશ ડિટેક્શન એલ્ગોરિધમ પર કામ
રિપોર્ટમાં જણાવ્યુ છે કે ટેક કંપનીના દસ્તાવેજો અનુસાર, તે 911 કોલ ડેટાનો ઉપયોગ પોતાના ક્રેશ ડિટેક્શન એલ્ગોરિધમ્સની સચોટતામાં સુધારો કરવા માટે કરી રહી છે. કારણ કે એક ઇમરજન્સી કોલ એપલને વધુ વિશ્વાસ અપાવે છે કે તે હકીકતમાં એક કાર અકસ્માત છે જેને તેના ડિવાઇસ દ્વારા ડીટેક્ટ કરવામાં આવ્યો હતો.
એપલ સંભતઃ વર્ષ 2022માં પોતાના iOS 15 અને watchOS 9 અપડેટના ભાગરૂપે આ ફીચર લોન્ચ કરી શકે છે. જોકે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નવા ફીચરનો સમય બદલી શકે છે અથવા એપલ તેને લોન્ચ ન કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
ક્રેશ ડિટેક્શન ફીચર એપલ વોચની હાલ ફોલ ડિટેક્શન ક્ષમતા સમાન છે, જેને પહેલી વખત તેની વોચ સિરીઝ 4માં જોડવામાં આવ્યું હતું. આ ફીચર અચાનક નીચે પડવાથી એક્ટિવ થઇ જાય છે અને કામ કરવા લાગે છે. જો પીડિત તે એલર્ટને એક મિનિટમાં બંધ કરતો નથી તો તે ઓટોમેટિક ઇમરજન્સ સર્વિસમાં કોલ કરે છે. આ સિવાય તે વ્યક્તિના ઇમરજન્સી કોન્ટેક્ટને એક ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરે છે, જો તે જાણકારી પહેલાથી આપવામાં આવી છે તો. ડિવાઇસ નીચે પડવાનો સમયે વોચના લોકેશન મેપને પણ મોકલવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર