Home /News /tech /iPhone 14 સિરીઝમાં 30W ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે નવા કલર ઓપ્શન

iPhone 14 સિરીઝમાં 30W ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે નવા કલર ઓપ્શન

iPhone 14 સિરીઝમાં નવો કલર વિકલ્પ મળશે

એક રિપોર્ટ અનુસાર, iPhone 14 સિરીઝને નવા કલર વેરિએન્ટ (color variants)માં રજૂ કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, Apple iPhone 14 માટે નવી બેટરી એક્સેસરીનો સમાવેશ કરે તેવી અપેક્ષા છે.

    Appleની iPhone 14 સિરીઝ 7 સપ્ટેમ્બરે કંપનીની 'Far Out' ઇવેન્ટમાં સત્તાવાર રીતે લોન્ચ થવાની ધારણા છે. સ્માર્ટફોન શ્રેણીમાં ચાર મોડલ હોઈ શકે છે. તેમાં iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Max અને iPhone 14 Pro Maxનો સમાવેશ થાય છે. દરમિયાન, એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે iPhone 14 સિરીઝને નવા કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

    રિપોર્ટ અનુસાર, Apple iPhone 14 માટે નવી બેટરી એક્સેસરીનો સમાવેશ કરે તેવી અપેક્ષા છે. iPhone 14 મૉડલ કથિત રીતે iPhone 13 સિરીઝની જેમ 128GB સ્ટોરેજ સાથે શરૂ થશે. કંપની આઇફોન 14નું ટાઇટેનિયમ મોડલ ઓફર કરશે નહીં.

    ફોન આ રંગોમાં આવશે


    દક્ષિણ કોરિયન બ્લોગ નેવરે એક અમેરિકન ડેવલપરને ટાંકીને એક પોસ્ટ કરી છે, જે આગામી iPhone 14 શ્રેણીના મોડલ માટે રંગ વિકલ્પો, બેઝ સ્ટોરેજ વિગતો, મેગસેફ સુધારણાઓ અને ઘણું બધું સૂચવે છે. લીક અનુસાર, વેનીલા iPhone 14 ગ્રીન, પર્પલ, બ્લુ, બ્લેક, વ્હાઇટ અને રેડ કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવશે, જ્યારે iPhone 14 Pro ગ્રીન, પર્પલ, સિલ્વર, ગોલ્ડ અને ગ્રેફાઇટ શેડ્સમાં આવશે.

    128GB સ્ટોરેજ મળશે


    Apple દ્વારા અગાઉ આઇફોન 14 પ્રોને હાઇ-એન્ડ ટાઇટેનિયમ મોડલ ઓફર કરવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. નવા લીક્સ સૂચવે છે કે કંપનીએ પ્રોટોટાઇપના ઉત્પાદન પછી કિંમત અને ઉત્પાદન સમસ્યાઓના કારણે વેરિઅન્ટને રદ કરી દીધું છે. નવા iPhone 14 મૉડલને પણ iPhone 13 મૉડલની જેમ 128GB સ્ટોરેજમાં ઑફર કરવામાં આવશે.

    આ પણ વાંચો: Apple iPhone 13, iPhone 12 અને iPhone 11ની કિંમતમાં મોટો ઘટાડો

    ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન


    iPhone 14 Pro મોડલ અગાઉના મોડલની સરખામણીમાં વધેલી સંગ્રહિત ક્ષમતા સાથે આવવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. ફોન 256GB સ્ટોરેજ સાથે શરૂ થવાનો દાવો કરવામાં આવ્યો હતો. iPhone 14ના ડિસ્પ્લેમાં પણ iPhone 13ની જેમ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન હશે.

    આ પણ વાંચો: iPhone 14 સિરીઝમાં 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે, જાણો વિગતો

    7 સપ્ટેમ્બરે લોન્ચ થશે આ સિરીઝ


    એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફોનની વાયર્ડ ચાર્જિંગ સ્પીડ 30W સુધી વધી શકે છે. જોકે, વાયરલેસ ચાર્જિંગ સ્પીડમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે Apple 7 સપ્ટેમ્બરે 'Far Out' લોન્ચ ઈવેન્ટનું આયોજન કરશે. ઇવેન્ટ દરમિયાન, ક્યુપર્ટિનો જાયન્ટ અન્ય નવા Apple Watch અને iPad મોડલ્સ સાથે iPhone 14 સિરીઝ લોન્ચ કરી શકે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Apple, Gujarati tech news, IPhone

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन