એપલના ચાહકો ધ્યાન આપે! iPhone 14ના અમુક ફીચર્સ લીક, જાણો ક્યારે થઈ શકે છે લૉંચ

આઈફોન 13

iPhone 14 series: રિપોર્ટ્સનું માનીએ તો આઈફોન 14 સિરીઝમાં આઈફોન 14, આઈફોન 14 પ્રો, આઈફોન 14 મેક્સ અને આઈફોન 14 પ્રો મેક્સ સ્માર્ટફોન સામેલ થવાની આશા છે.

  • Share this:
    મુંબઈ: આઈફોન 13 (iPhone 13) વિશે લોકોની ઉત્સુકતા ઓછી નથી થઈ ત્યાં જ આઈફોન 14ના કેટલાક ફીચર લીક (iPhone 14 leaked features) થયા છે. એક રિપોર્ટમાં આઈફોન 14ના લીક ફીચર્સ વિશે દાવો કરવામાં આવ્યો છે. એટલે આઈફોન 13ની ઉત્સુકતા વચ્ચે જ આઈફોન 14એ ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે એપલે તાજેતરમાં જ આઈફોન 13 સિરીઝના ચાર ફોન લૉંચ કર્યાં છે. આ સ્માર્ટફોનમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે iPhone 14 એ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. અલગ અલગ રિપોર્ટ્સનું માનીએ તો ફક્ત ફીચર્સ જ નહીં પરંતુ મોડલની જાણકારી પણ લીક થઈ છે. તો જાણીએ વધારે વિગત.

    આગામી વર્ષે લૉંચ થનારા iPhone 14ના ફીચર્સ વિશે પહેલા અનેક અંદાજ લગાવવામાં આવી ચૂક્યા છે. એપલ કંપની આવતા વર્ષે મિની આઈફોનને મેક્સમાં ફેરવી દેશે. જે તેનો એન્ટ્રી લેવલનો ફોન બની જશે. જ્યારે આઈફોન સિરીઝના અન્ય મોડલ પણ સામેલ હશે. જેમને થોડા અલગ નામ આપવામાં આવશે.

    આઈફોન 14 મૉડલ

    રિપોર્ટ્સનું માનીએ તો આઈફોન 14 સિરીઝમાં આઈફોન 14, આઈફોન 14 પ્રો, આઈફોન 14 મેક્સ અને આઈફોન 14 પ્રો મેક્સ સ્માર્ટફોન સામેલ થવાની આશા છે.

    આ પણ વાંચો: iPhone અને Apple Watch બનશે વધુ સ્માર્ટ, કાર ક્રેશ થવાના કેસમાં મદદ કરશે, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

    આઈફોન 14 સંભવિત ફીચર્સ

    ફીચર્સની વાત કરીએ તો પ્રો લેવલ આઈફોન 14 મૉડલમાં પંચ હોલ ડિસ્પ્લે હોવાની સંભાવના છે. જ્યાં સુધી ફ્રંટ કેમેરાનો સવાલ છે, એપલ પોતાના ફેસ આઈડી ફેક્ટર્સને ડિસ્પ્લે ફીચરમાં સમાવી શકે છે. આ ઉપરાંત આઈફોન 14 અને આઈફોન 14 પ્રો ગ્લાસ બેક સાથે સ્ટેનલેસ સ્ટીલ ચેસિચ સાથે આવવાની આશા છે.

    આ દિવસે લૉંચ થવાની સંભાવના

    અત્યારસુધી એવું જોવા મળ્યું છે કે એપલ સપ્ટેમ્બર મહિનામાં પોતાની પ્રોડ્ક્ટ લૉંચ કરતી રહી છે. પોતાની પરંપરાને જાળવતા એપલે iPhone 13 સિરીઝને 14 સપ્ટેમ્બરના રોજ રજૂ કરી હતી. 24 સપ્ટેમ્બરના રોજ એપલે દુનિયાભરમાં આઈફોન 13 સિરીઝને વેચવા માટે બજારમાં મૂકી હતી. એપલ આવતા વર્ષે પણ iPhone 14ને લૉંચ કરવા માટે આ પરંપરાને જાળવી શકે છે. જોકે, હજુ સુધી તારીખ અંગે કોઈ જ ખુલાસો નથી કરવામાં આવ્યો.

    આ પણ વાંચો: iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: હવે રિપેરિંગ પાછળ થતો ખર્ચ ઘટશે, Appleએ લીધો આ નિર્ણય

    એપલ ટિપસ્ટરનો દાવો

    પ્રસિદ્ધ એપલ ટિપસ્ટર, મિંગ-ચી-કુઓનો દાવો છે કે આઈફોન 14 અને આઈફોન 14 પ્રોમાં 6.1 ઇંચ ઓએલઈડી ડિસ્પ્લે સાથે આવશે. જ્યારે આઈફોન 14 મેક્સ અને આઈફોન 14 પ્રો મેક્સ 6.7 ઇંચ ઓએલઈડી સાથે આવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ પ્રમાણે આઈફોનના તમામ આગામી મૉડલમાં 5G કનેક્ટિવિટી હશે.
    Published by:Vinod Zankhaliya
    First published: