Home /News /tech /

Appleએ આપ્યો જોરદાર ઝટકો! iPhone 14માં નહીં હોય આ ફીચર, જાણો અત્યારસુધી કઈ માહિતી સામે આવી છે

Appleએ આપ્યો જોરદાર ઝટકો! iPhone 14માં નહીં હોય આ ફીચર, જાણો અત્યારસુધી કઈ માહિતી સામે આવી છે

iPhone 14 સિરીઝ આ વર્ષે લોન્ચ થશે.

iPhone 14 series: iPhone 14 સિરીઝ આ વર્ષે લોન્ચ થશે. આઈફોન 14ને લઈને એવો ખુલાસો થયો છે જેને લીધે ફેન્સ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. ફોનમાં એક મોટું ફીચર (iPhone 14 feature) નહીં જોવા મળે.

  iPhone 14 series: iPhone 14 સિરીઝ વિશેની રિપોર્ટ અને લીક માહિતીએ Appleના ચાહકોને પહેલેથી જ ઉત્સાહિત કરી દીધા છે. હવે તેઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે Apple તેના સ્પેક્સ અને ફીચર્સ અથવા તો તેના લોન્ચ વિશે કોઈ સંકેત આપે. જો કે, Appleએ કંઈપણ જાહેર કર્યું નથી અને હવે iPhone 14ના સ્પેસિફિકેશન્સ જાણવા માટે દરેકને લીક ડેટા પર આધાર રાખવો પડશે. મીડિયા રિપોર્ટ્સ, બ્લોગ્સ અને લીક પહેલાથી જ ઘણું બધું કહી ચૂક્યા છે, પરંતુ અગાઉ કહ્યું તેમ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. તેથી સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે iPhone 14 સિરીઝ સપ્ટેમ્બર 2022માં લોન્ચ થવાની અપેક્ષા છે, પરંતુ એક ખુલાસાએ ચાહકોને નિરાશ કર્યા છે. આઇફોન 14માં એક ફીચર ઉપલબ્ધ થશે નહીં. આવો જાણીએ તેના વિશે...

  iPhone 14માં નહીં હોય 120Hz પ્રમોશન ડિસ્પ્લે

  ફોર્બ્સની એક રિપોર્ટ અનુસાર, iPhone 14માં હાઈ રિફ્રેશ રેટ 120Hz પ્રમોશન ડિસ્પ્લે નહીં હોય. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ ચિપ શોર્ટેજને કારણે Apple સ્ક્રીન સપ્લાય BOEને iPhones માટે OLED પેનલમાં પ્રોડક્શન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં જણાવવામા આવ્યું છે કે "BOEથી Appleની OLED પેનલ સપ્લાય ચેઇનમાં હિસ્સેદારી વધારવાની અપેક્ષા છે કારણ કે તે આગામી iPhone 14 સિરીઝ માટે 6.06 ઇંચ લો-ટેમ્પેરેચર પોલિક્રિસ્ટલાઇન સિલિકોન (LTPS) થિન-ફિલ્મ ટ્રાંઝિસ્ટર (TFT) OLED પેનલ્સનો સપ્લાય કરશે.

  આ પણ વાંચો: Snapchatએ લોન્ચ કર્યું ધમાકેદાર feature, શેર કરી શકશો રિયલ-ટાઈમ લોકેશન

  મોંઘા હોઈ શકે છે iPhone 14 Pro મોડલ

  નોંધનીય છે કે Appleએ iPhone X, iPhone 11, iPhone 12, iPhone 13 અને iPhone 13 Miniમાં 60Hz રિફ્રેશ રેટ સાથે LTPS ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો હતો. ફોર્બ્સના અહેવાલ મુજબ હમણા થયેલા લીકમાં એ પણ બહાર આવ્યું છે કે iPhone 14 Pro મોડલમાં નોચને બદલવા માટે આઇ-શેપ કટઆઉટ હશે અને તે વધુ ખર્ચાળ હોવાનું માનવામાં આવે છે.

  iPhone 14 વિશે અત્યાર સુધી કઈ-કઈ માહિતી સામે આવી છે...

  1. iPhone 14ના 4 મોડલ એટલે કે iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max આ વર્ષે રિલીઝ થવાની ધારણા છે.

  2. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર iPhone 14 Pro, જે iPhone 13 Proનો અનુગામી હોવાનું કહેવાય છે, તેમાં 8GB સુધીની રેમ હોઈ શકે છે.

  3. iPhone 14 Pro મોડલમાં અપગ્રેડેડ 48 મેગાપિક્સલનો રિયર કેમેરા હોવાની શક્યતા છે.

  આ પણ વાંચો: Alert! તમારું Gmail અકાઉન્ટ કોઈ બીજું તો યુઝ નથી કરી રહ્યું ને? આ સરળ Trickથી જાણો

  4. Apple પ્રથમ વખત ફુલ-સ્ક્રીન ફ્રન્ટ ઓફર કરીને iPhone ની ટોચ પરના નોચને હટાવે તેવી શક્યતા છે. સેલ્ફી કેમેરાની ડિઝાઈનમાં ડિવાઈસની સામે એક પિલ શેપનો હોલ સામેલ હોવાની શક્યતા છે.

  5. iPhone 14 ના લીક દ્વારા હાઈલાઇટ કરવામાં આવેલ અન્ય વિગતો એ છે કે મોડલ 128GB થી વધીને 256GB સ્ટોરેજ પર શરૂ થવાની સંભાવના છે. આ ચાર મોડલમાં 5G નેટવર્ક અને અત્યંત શક્તિશાળી ચિપ્સ પણ હોવી જોઈએ.
  Published by:Nirali Dave
  First published:

  Tags: IPhone, ટેક્નોલોજી, મોબાઈલ

  આગામી સમાચાર