Home /News /tech /

iPhone 14: આવતા વર્ષે લોન્ચ થશે iPhone 14 Pro, જુઓ તેના લેટેસ્ટ ફીચર અને કિંમત

iPhone 14: આવતા વર્ષે લોન્ચ થશે iPhone 14 Pro, જુઓ તેના લેટેસ્ટ ફીચર અને કિંમત

એપલ લોગો (ફાઇલ તસવીર)

iPhone 14 features: આ વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ iPhone 13 લોન્ચ કરવામાં આવ્યો હતો. Apple સામાન્ય રીતે આ ટાઈમલાઈનમાં ફોન લોન્ચ કરે છે. આગામી વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 14 Pro લોન્ચ થઈ શકે છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન યૂઝર્સ આઈફોન 14 પ્રો (iPhone 14 Pro) ની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડાક મહિના બાદ આઈફોન 14 પ્રો લોન્ચ કરવામાં આવશે પરંતુ, તેની પહેલા આઈફોન 14 પ્રોની કેટલીક માહિતી લીક થઈ ગઈ છે. અહીંયા આઈફોન 14 પ્રો (iPhone 14 pro feature) અંગેની કેટલીક માહિતી આપવામાં આવી છે. અફવા મુજબ, આઈફોનમાં 12 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરામાંથી 48 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરામાં સ્વીચ કરી શકાય છે. આ પ્રકારના ચેન્જીસ માત્ર પ્રો મોડલ્સમાં થવાની સંભાવના છે. આઈફોન 14 પ્રોની ડિઝાઈનમાં (iPhone Pro Design) ફેરફાર થવાની શક્યતા છે.

iPhone 14 Pro ફીચર (iPhone 14 Pro Feature)

કોરિયન વેબસાઈટના Elec રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxમાં સેમસંગ અને LG દ્વારા બનાવવામાં આવેલ LTPO OLED ડિસપ્લે હશે. iPhone 14 Pro માટે પેનલ સેમસંગ તરફથી આવશે. અગાઉ માહિતી સામે આવી હતી કે, પ્રો મોડેલમાં પંચ હોલ ડિસપ્લે આપવામાં આવશે અને આ બાબત સાચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એનાલિસ્ટ મિંગ ચી કુઓએ માર્ચ 2021 માં ફેરફાર અંગેનો રિપોર્ટ આપ્યો હતો, ત્યાર બાદ નોચને દૂર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

ટિપસ્ટર જોન પ્રોસેરે iPhone 14 ની સમગ્ર ડિઝાઈન વિશે જાણકારી આપી છે. જેમાં આ આઈફોન ઓછામાં ઓછા બેઝલ અને પંચ હોલ ડિસપ્લે (punch-hole display) સાથે જોવા મળ્યો. પાછળની તરફ આ કેમેરા એક મોડ્યૂલ સાથે જોવા મળ્યો હતો જે, રિઅર પેનલ સાથે ફ્લેશ કરતો હતો. પ્રોસેર અનુસાર આ ફેરફારને અમલમાં મૂકવા માટે Apple આઈફોન 14 પ્રોને મોટો બનાવશે. જેમાં રાઉન્ડેડ વોલ્યૂમ અને મ્યૂટ બટન હતા. સાઈડની બાજુઓ ટાટેનિયમ અને રિઅર ગ્લાસથી બનેલ હશે. આ ડિઝાઈન iPhone 4s અને iPhone 13 Pro નું મિશ્રણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કેમેરો

iPhone 14 Pro માં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા (iPhone 14 Pro Primary Camera) સામેલ કરવાની સૂચના આપવામાં આવી છે. કુઓ આ રિપોર્ટમાં જણાવે છે કે, આગામી વર્ષથી આ ફેરફારને અમલમાં મૂકવામાં આવશે. પ્રાઈમરી સેન્સર 12 મેગાપિક્સલ બિન્ડ શોટ્સ આઉટપુટ કરશે. હાઈ રિઝોલ્યુશનવાળા ફોટોઝ કેપ્ચર કરવા માટે આઈફોનમાં 48 મેગાપિક્સલનું ફીચર ઉમેરવામાં આવશે.

અન્ય ફીચર્સ

Elecની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, iPhone 14 Pro માં 6.1 ઈંચની ડિસપ્લે આપવામાં આવશે અને 120Hz LTPO પેનલ હશે. iPhone 14 Pro માં 48 મેગાપિક્સલના લેન્સની સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 12 મેગાપિક્સલનો ટેલીફોટો સેન્સર હશે. આ ડિવાઈસમાં 8K વિડીયો રેકોર્ડિંગ માટે સપોર્ટ પણ આપવામાં આવશે. iPhone 14 Proમાં લાઈટનિંગ પોર્ટની જગ્યાએ USB ટાઈપ સી પોર્ટ હોવાની સંભાવના છે. ઉપરાંત ઈન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ ટેકનીકનું ફીચર પણ જોવા મળશે. આ બે ફીચરની ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી છે.

Apple દર વર્ષે iPhone પર ચિપસેટ અપગ્રેડ કરે છે. આગામી iPhone 14 Proમાં પણ એક નવી ચિપસેટ જોવા મળશે. નેક્સ્ટ જનરેશન iPhoneમાં A16 બાયોનિક ચિપસેટ આપવામાં આવશે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ચિપસેટ 4nm અથવા 3nm મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પર આધારિત હોઈ શકે છે.

iPhone 14 પ્રો લોન્ચ (iPhone 14 Pro launch)

આ વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ iPhone 13 લોન્ચ કરવામાં આવ્યો હતો. Apple સામાન્ય રીતે આ ટાઈમલાઈનમાં ફોન લોન્ચ કરે છે. આગામી વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 14 Pro લોન્ચ થઈ શકે છે.

આ પણ વાંચો: આઈફોન 15માંથી ફિઝિકલ SIM slot કાઢી નાખશે એપલ

ભારતમાં iPhone 14 પ્રોની અંદાજિત કિંમત (iPhone 14 India price)

iPhone 14 પ્રોની કિંમત અંગે કોઈ જાણકારી નથી. અગાઉ જે પણ આઈફોન લોન્ચ કર્યા છે, તેની કિંમતની આસપાસ iPhone 14 પ્રોની કિંમત હોઈ શકે છે. 128GB વાળા iPhone 13 Proના બેઝ વેરિએન્ટની કિંમત રૂ. 1,19,990 છે. જે iPhone 12 Proની કિંમતને સમાન છે. Apple iPhone 14 Pro કંપનીનો આવનારો સ્માર્ટફોન છે, જેમાં સૌથી ઉત્તમ ડિઝાઈન અને સ્ટાઈલ આપવામાં આપવામાં આવશે. આ આઈફોન સ્ટાઈલિશ, પાતળો અને લાઈટવેઈટ ધરાવતો હશે. જે અલગ અલગ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, Gadget, IPhone, ટેકનોલોજી, સ્માર્ટફોન

આગામી સમાચાર