Home /News /tech /

Samsung flagshipsમાં વર્ષોથી આવતું જૂનું ફીચર હવે iPhone 14 Proમાં જોવા મળશે!

Samsung flagshipsમાં વર્ષોથી આવતું જૂનું ફીચર હવે iPhone 14 Proમાં જોવા મળશે!

આઇફોન 14 (iPhone 14) સીરિઝના ફીચર્સને લઈ નવા નવા દાવા કરવામાં આવે છે

iPhone 14 Pro - અત્યારે સ્માર્ટફોનમાં હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લેની જોરદાર બોલબાલા છે

નવી દિલ્હી : નવા આઇફોનને લઈ એપલના ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. આઇફોન 14 (iPhone 14) સીરિઝના ફીચર્સને લઈ નવા નવા દાવા કરવામાં આવે છે. ત્યારે વધુ એક દાવા મુજબ સેમસંગ ગેલેક્સી ફ્લેગશિપ્સ (Samsung Galaxy flagships)માં ઘણા સમયથી જોવા મળતું એક ફીચર આગામી આઇફોન 14 પ્રો (iPhone 14 Pro)માં જોવા મળી શકે છે! અત્યારે સ્માર્ટફોનમાં હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે (high refresh rate displays)ની જોરદાર બોલબાલા છે. સસ્તા સ્માર્ટફોન પણ હવે 144Hz રિફ્રેશ રેટ ઓફર કરે છે. એપલે ગત વર્ષે આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સમાં તેની પ્રોમોશન ડિસ્પ્લે (ProMotion displays) રજૂ કરીને આ ટ્રેન્ડમાં કંઈક નવું ઉમેર્યું હતું. જેમાં ડિસ્પ્લેમાં 10હર્ટ્ઝથી 120હર્ટ્ઝ સુધીની વેરિયેબલ રિફ્રેશ રેટ રેન્જ હતી. જોકે આ વર્ષે આઇફોન 14 પ્રોમાં ડિસ્પ્લે બાબતે કેટલાક અપગ્રેડ કરે તેવી શક્યતા છે.

અપગ્રેડેડ વેરિયેબલ રિફ્રેશ રેટ મળી શકે

ડિસ્પ્લે સપ્લાય ચેઇન કન્સલ્ટન્ટ્સના સીઇઓ રોસ યંગનું કહેવું છે કે, નવા આઇફોન 14 પ્રો અને આઇફોન 14 પ્રો મેક્સમાં અપગ્રેડેડ વેરિયેબલ રિફ્રેશ રેટ ફીચરની અપેક્ષા છે. જેમાં 1હર્ટ્ઝથી 120હર્ટ્ઝ વચ્ચે વેરિએશન જોવા મળે છે. રોસ કહે છે કે, આ વાતની હજી સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ એપલના તમામ હરીફો તેમના ફ્લેગશિપ્સમાં નવી એલટીપીઓ 2.0 પેનલ્સ (LTPO 2.0 panels)નો ઉપયોગ કરી રહ્યા છે. તે જોતાં એપલ પણ તેમને અનુસરી શકે છે.

આ પણ વાંચો - Motorola નો 200 મેગાપિક્સેલ કેમેરાવાળો ફોન આ વર્ષે લોન્ચ થવાની શક્યતા

અહી ઉલ્લેખનીય છે કે, સેમસંગ, ઓપ્પો, વિવો, વનપ્લસ અને શાઓમીના ફ્લેગશિપ્સ સ્માર્ટફોનમાં એલટીપીઓ 2.0 પેનલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. એલટીપીઓ 2.0 પેનલ્સ 1હર્ટ્ઝથી 120હર્ટ્ઝ વચ્ચે રિફ્રેશ રેટ વેરિએશન આપે છે. તેનાથી ડિસ્પ્લે સ્મૂધ ફીલ થાય છે, સાથે જ તે બેટરી લાઇફ પર ઓછું દબાણ લાવે છે.

ઓલવેઝ ઑન ડિસ્પ્લે ફીચર રસ્તો સાફ થયો

આ પ્રકારની ડિસ્પ્લેનો ઉપયોગ કરીને એપલ આઇફોનમાં ઓલવેઝ ઑન ડિસ્પ્લે ફીચર આપે તેવી શક્યતા છે. આ ફીચર એન્ડ્રોઇડ ડિવાઇસમાં વર્ષોથી મળી રહ્યું છે! 1Hz સુધી નીચે જવા માટે સક્ષમ ડિસ્પ્લેના કારણે એપલ પ્રો આઇફોન્સને ઓલવેઝ ઑન ડિસ્પ્લે વિજેટ્સની ક્ષમતા આપી શકે છે. આ ફીચર સેમસંગમાં તો પહેલેથી જ મળે છે. એપલ પણ એપલ વોચ સિરીઝ 7માં આવી પેનલનો ઉપયોગ કરે છે, જેમાં તે ઓલવેઝ ઓન ડિસ્પ્લે માટે રિફ્રેશ રેટને 1Hz સુધી ઘટાડીને બેટરી લાઇફ વધારી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એપલ આઇફોન 14 પ્રોમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે ફીચર ન લાવે તેવી બહોળી શક્યતા છે. આ ફીચર આધુનિક અને સારું હોવા છતાં બેટરી માટે સમસ્યા છે. સમય અને અન્ય માહિતી દર્શાવવા માટે તમારા ફોનના ડિસ્પ્લેને ઓલવેઝ ઓન રાખવાથી વધુ બેટરી વપરાઈ શકે છે અને OLED બર્ન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી સેમસંગ, ઓપ્પો, શાઓમી અને અન્ય ઉત્પાદકો જ્યારે તમે ડિસ્પ્લેને ટેપ કરો, ત્યારે જ ઓલવેઝ ઓન ડિસ્પ્લેનો ડિફોલ્ટ વિકલ્પ આપે છે.
First published:

Tags: IPhone, Samsung, Tech

આગામી સમાચાર