Home /News /tech /iPhone 13 vs iPhone 12: એપલના બંને સ્માર્ટફોનમાંથી કયો ફોન લેવો વધુ સારો?
iPhone 13 vs iPhone 12: એપલના બંને સ્માર્ટફોનમાંથી કયો ફોન લેવો વધુ સારો?
આઇફોન 13 (ડાબે) આઇફોન 12 (જમણે)
iPhone 13 vs iPhone 12 comparison: નવા આઇફોનમાં મોટાભાગના ફીચર સરખા હોવાનું ઘણા લોકોનું માનવું છે. પરંતુ ઘણી વસ્તુઓમાં ભેદ પણ છે. જેથી અહીં આઇફોન 13 કે આઇફોન 12માંથી કયો ફોન વધુ સારો તે અંગે જાણકારી આપવામાં આવી છે.
નવી દિલ્હી: એપલે મંગળવારે આઇફોન 13 અને આઇફોન 13 પ્રો સીરિઝની જાહેરાત કરી હતી. અપેક્ષા મુજબ નવા લોન્ચને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષના આઇફોન 12 લાઇનઅપને અનુરૂપ ચાર નવા આઇફોન 13 મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં આઇફોન 13 (iPhone 13), આઇફોન 13 મિની (iPhone 13 mini), આઇફોન 13 પ્રો (iPhone 13 pro) અને આઇફોન 13 પ્રો મેક્સ (iPhone 13 pro max) સામેલ છે. તમામ આઇફોન 13 મોડેલ્સ 17 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર (iPhone 13 pre-order date) કરી શકાશે. જોકે, એપલે લોન્ચ કરેલા નવા આઇફોન અને જૂના આઇફોનમાંથી કયો વિકલ્પ વધુ સારો તે અંગે પણ ચર્ચા છેડાઈ ગઈ છે. નવા આઇફોનમાં મોટાભાગના ફીચર સરખા હોવાનું ઘણા લોકોનું માનવું છે. પરંતુ ઘણી વસ્તુઓમાં ભેદ પણ છે. જેથી અહીં આઇફોન 13 કે આઇફોન 12માંથી કયો ફોન વધુ સારો તે અંગે જાણકારી આપવામાં આવી છે.
બંનેમાં કોણ વધુ પાવરફૂલ?
આઇફોન 13માં વિશ્વનું સૌથી પાવરફૂલ પ્રોસેસર આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. A15 Bionic processor સૌથી ફાસ્ટ પ્રોસેસર માનવામાં આવી રહ્યું છે. તે આઇફોન 12ના A14 chip કરતાં પણ વધુ દમદાર છે. આ ઉપરાંત નવું 6 કોર પણ સ્માર્ટફોનને વધુ શક્તિશાળી બનાવે છે. અન્ય GPU કરતાં આ કોર 30 ટકા વધુ ફાસ્ટ છે. જોકે, તે હજી પણ 5Nm ચીપ છે. એપલ એવો પણ દાવો કરે છે કે A15 Bionic સ્માર્ટફોનમાં સૌથી ઝડપી CPU છે. જે હરીફ કરતા 50 ટકા સુધી ઝડપી છે. જોકે, તે હરીફ કોણ છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી! પરંતુ આઇફોન 12 કરતાં આઇફોન 13 વધુ પાવરફૂલ રહેશે.
કિમતમાં કોણ વ્યાજબી?
એપલે આઇફોન 13 સીરિઝના ભાવ આઇફોન 12ના લોન્ચ ભાવ જેટલા જ છે. એપલ આઇફોન 13 રૂ. 69,000થી શરૂ થાય છે અને રૂ. 1,29,900 સુધી છે. ઓલ ન્યૂ આઇફોન 13 સીરિઝના ભાવ નીચે મુજબ છે:
આઇફોન 13 સીરિઝ અને આઇફોન 12ની ડિઝાઇનમાં ખાસ ફેરફાર નથી. આઇફોન 13માં 2020ના આઇફોન મોડેલ્સ જેવો જ બ્રોડ લુક છે. જેમાં માત્ર સ્લીમ-ડાઉન ફેસ આઇડી નોચ છે અને તે 20 ટકા નાનું છે. જોકે, કેમેરાના લે આઉટ અને બોટલમાંથી રિસાયકલ કરેલું એન્ટેના છે. આઈફોન 13 અને 13 મિની પિંક, બ્લૂ, મિડનાઇટ, સ્ટારલાઇટ અને પ્રોડક્ટ રેડમાં ઉપલબ્ધ થશે. આઇફોન 13 પ્રો અને પ્રો મેક્સ ગ્રેફાઇટ, ગોલ્ડ, સિલ્વર, સિએરા બ્લૂ જેવા કલરમાં મળશે. આ બધા કલર આઇફોન 12 મોડેલોમાં મળતા રંગો જેવા જ છે.
આઇફોન 13, આઇફોન 12
સ્ક્રિનમાં સમાયો છે ભેદ
આઇફોન 13 સીરિઝના મોડેલોમાં OLED ડિસ્પ્લે છે. પ્રોમોશન ડિસ્પ્લે સાથે આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સ આપોઆપ 120Hz સુધીની જરૂરિયાત મુજબ ડિસ્પ્લેના રિફ્રેશ રેટમાં ફેરફાર કરશે. ગેમિંગ માટે ડિસ્પ્લે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપશે. જ્યારે અન્ય કાર્યો માટે તે 60હર્ટ્ઝનો સ્ટાન્ડર્ડ રિફ્રેશ રેટ આપશે. આ સિસ્ટમ ફોનની બેટરી બચાવશે. આ ફીચર એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળતા એડેપ્ટિવ રિફ્રેશ રેટ જેવું જ છે. આઇફોન 13 અને આઇફોન 13 મિની પર અદ્યતન સુપર રેટિના એક્સડીઆર OLED ડિસ્પ્લે વધુ પાવર કાર્યક્ષમ હોવા સાથે 28% વધુ બ્રાઇટ છે. આઇફોન 13 પ્રો અને પ્રો મેક્સમાં અત્યાર સુધીની સૌથી બ્રાઇટ આઇફોન ડિસ્પ્લે છે. જેમાં 25% સુધી મહત્તમ આઉટડોર બ્રાઇટનેસ છે.
જો તમે લાંબા સમયથી આઇફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમને આ મોડેલની ડિઝાઇન સૌથી વધુ ગમશે. આ ફોન હાથમાં રાખવા માટે આકર્ષક, હળવા અને ટૂંકામાં શ્રેષ્ઠ ડિઝાઇનના આઇફોન કહી શકાય છે. આઇફોન 12 પણ સમાન છે. તેમાં પરફેક્ટ સ્ક્રીન સાઇઝ, હેન્ડી, સ્લીક, કોમ્પેક્ટ સાઈઝ મળે છે. આવું જ આઈફોન 13માં છે. વધુ ફરક દેખાતો નથી.
આઈફોન 13 અને આઈફોન 12માં કયો કેમેરો વધુ સારો?
અત્યારસુધી આઈફોન 12 સૌથી શ્રેષ્ઠ કેમેરા ધરાવતા ફોનમાં ટોચ પર હતો. તેની સીધી હરીફાઈ સેમસંગ અને વનપ્લસ સાથે હતી. હવે આઈફોન 13માં 12MPનો વાઈડ અને 12MPનો અલ્ટ્રા વાઈડ કેમેરો આપવામાં આવે છે. આ ફોનમાં ખાસ સેન્સરના કારણે કેમેરો લો લાઈટમાં પણ સારી તસવીરો લેવા માટે સક્ષમ છે. 12 પ્રો અને 12 પ્રો મેક્સ કરતા આઈફોન 13માં ટેલીફોટો લેન્સ, અલ્ટ્રા વાઈડ લેન્સ, વાઈડ લેન્સ જેવા 6× ઓપ્ટિકલ જુમ જેવા ઘણા ફીચર્સ છે. આ પદ્ધતિથી ફોટા કે વીડિયો વધુ સારા દેખાય છે. આ સાથે તેમાં મળતું વાઈડ કેમેરા સેન્સર એપલનું અત્યારસુધીનું સૌથી વાઈડ સેન્સર ગણવામાં આવે છે. નોંધનીય છે કે, આઈફોન 12 કરતા આઈફોન 13માં Dolby Vision HDR Cinematic Mode મળવા લાગ્યો છે. જે વીડિયો કે કન્ટેન્ટ ક્રિએટર માટે લાભદાયક છે.
આઈફોનની બેટરીને લઈ હંમેશા સવાલ ઉઠે છે. જેથી આઈફોન 13માં આઈફોન 12 કરતા વધુ મોટી બેટરી છે. આ સાથે નવું પ્રોસેસર બેટરી બચાવવા વધુ મદદ કરશે. હાર્ડવેર અને સોફ્ટવેરમાં સુધારાના કારણે આઈફોન12 કરતા આઈફોન 13ની બેટરી વધુ ચાલે તેવી અપેક્ષા છે. આઈફોન 12 કરતા આઈફોન 13 અને આઈફોન 13 મેક્સ અઢી કલાક વધુ બેટરી ચલાવી શકે છે. જ્યારે આઈફોન 13 મીની અને આઈફોન 13 પ્રોમાં દોઢ કલાક વધુ બેટરી ચાલી શકે છે.
કયો ફોન લેવો વધુ સારો?
આઈફોન 13માં પણ કેટલીક મર્યાદાઓ છે. એન્ડ્રોઇડ સાથે વધુ સરખામણી કરી શકાય નહીં. જોકે, આઈફોન 13 એપલ માટે અત્યારસુધીનો સૌથી પાવરફૂલ ફોન કહી શકાય. તેના નવા અપડેટ અને ફીચર આઈફોન 12 કરતા વધુ સારા છે. અલબત માત્ર સ્પેસિફિકેશના આધારે બંનેની સરખામણી થઈ શકે નહીં. આઈફોન 13 હજુ નવો છે. ખરીદી કરતા પહેલા થોડો સમય રાહ જોવી સારી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર