Home /News /tech /iPhone offer: ક્યારેય નહીં જોઈ હોય આવી ઑફર, ખૂબ રસ્તી કિંમતે મળી રહ્યા છે એપલના નવા iPhones

iPhone offer: ક્યારેય નહીં જોઈ હોય આવી ઑફર, ખૂબ રસ્તી કિંમતે મળી રહ્યા છે એપલના નવા iPhones

આઈફોન 13

Discount on iPhones: સામાન્ય રીતે એપલના આઈફોન (Apple iPhone)ની કિંમત વધારે હોય છે. જોકે, હાલ ઓછી કિંમતે આઈફોન (iPhone) ખરીદવાનો મોકો છે. ફ્લિપકાર્ટ (Flipkart) પર આઈફોનના અલગ અલગ મોડલ પર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર (Exchange offer) ચાલી રહી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: જો તમે એપલ આઈફોન (Apple iPhone) ખરીદવા માટે ભાવમાં ઘટાડો કે પછી કોઈ ઑફર (Offer)ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારો મોકો છે. સામાન્ય રીતે આઈફોનની કિંમત થોડી વધારે હોય છે. જોકે, હાલ ખૂબ ઓછી કિંમતે આઈફોન ખરીદવાનો મોકો છે. ઇ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ આઈફોનના અલગ અલગ મોડલ પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઑફર આપી રહી છે. અહીંથી ગ્રાહકોને આઈફોન 13 સિરીઝ (iPhone 13 series), આઈફોન 12 સિરીઝ (iPhone 12 Series) અને આઈફોન 11 સિરીઝને (iPhone 11 Series) ઓછી કિંમતે ખરીદવાનો મોકો મળે છે. આ ઑફર વિશે વધારે વિગત મેળવીએ.

    iPhone 13ની કિંમત

    ફ્લિપકાર્ટ પર આઈફોન 13ના 128GB સ્ટોરેજ વેરિઅન્ટને 6% ડિસ્કાઉન્ટ સાથે 74,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આઈફોન 13ના આ વેરિઅન્ટની કિંમત 79,990 રૂપિયા છે. ખાસ ધ્યાન આપો કે જો તમારી પાસે જૂનો આઈફોન છે તો તેના પર ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઑફર આપી રહી છે. ફ્લિપકાર્ટ પર એક્સચેન્જ ઑફર અંતર્ગત 18,850 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ માટે તમારા વિસ્તારનો પિન કોડ દાખલ કરવાથી એક્સચેન્જ ઑફર લાગૂ પડશે કે નહીં તેની માહિતી મળશે.

    બેંક ઑફર

    આ ઉપરાંત બેંક ઑફર પણ ચાલી રહી છે. ગ્રાહકો Citi ક્રેડિટ કે પછી ડેબિટ કાર્ડ પર 10%નું 1,000 રૂપિયા સુધીનું મહત્તમ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઑફર પાંચ હજારથી વધુના તમામ ઑર્ડર પર લાગૂ પડે છે.

    આ પણ વાંચો: Mobile OS: ખતમ થશે Google અને Apple કંપનીનું વર્ચસ્વ, સ્માર્ટફોન માટે ભારત પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે

    iPhone 13 Proની કિંમત

    ફ્લિપકાર્ટ પર 128GB આઈફોન 13 પ્રો વેરિઅન્ટ 1,19,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પર એક્સચેન્જ ઑફર અંતર્ગત 18,850 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત Citi ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર 1,000 રૂપિયા સુધીનું 10% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઑફર 5,000થી વધુની કિંમતની ખરીદી કરવા પર લાગૂ થશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર યૂઝરને 5%નું અનલિમિટેડ ડિસ્કાઉન્ટ પણ મળશે.

    આ પણ વાંચો: iPhone 14: ફિજિકલ SIM કાર્ડ વગર લોંચ થશે Apple iPhone 14, જાણો શું છે e-SIM ટેક્નિક

    iPhone 13 સિરીઝના ફીચર્સ

    Apple દ્વારા આઇફોન 13 સિરીઝ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. iPhone 13 સિરીઝમાં iPhone 13 Pro અને iPhone 13 Pro Max એપલની A15 બાયોનિક ચિપ અને 120Hz ડિસ્પ્લે સાથે આવે છે. આ ઉપરાંત iPhone 13 સિરીઝ અનેક નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમ કે વીડિયો રેકોર્ડિંગ માટે સિનેમેટિક મોડ, વધુ અપડેટેડ કેમેરા અને અન્ય નવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Apple, Flipkart, IPhone, IPhone 13

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन