Home /News /tech /iPhone 13 સિરીઝ, iPad, iPad mini માટે Belkinની નવી એસેસરીઝ લોન્ચ, જાણો કિંમત અને અન્ય માહિતી
iPhone 13 સિરીઝ, iPad, iPad mini માટે Belkinની નવી એસેસરીઝ લોન્ચ, જાણો કિંમત અને અન્ય માહિતી
આઇફોન માટે એસેસરીઝની બહોળી રેન્જ લોન્ચ.
iPhone 13 series accessories: મોબાઈલ સહિતના ડીવાઈસની એસેસરીઝના શોખીનો માટે Belkin નામ અજાણ્યું નથી. એપલની પ્રોડક્ટસ (Apple Products) માટે પણ કંપની દ્વારા મોટી સંખ્યામાં એસેસરીઝ બનાવવામાં આવે છે.
મુંબઈ: મોબાઈલ સહિતના ડીવાઈસની એસેસરીઝના શોખીનો માટે Belkin નામ અજાણ્યું નથી. એપલની પ્રોડક્ટસ (Apple Products) માટે પણ કંપની દ્વારા મોટી સંખ્યામાં એસેસરીઝ બનાવવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ કંપનીએ ભારતમાં આઈફોન 13, આઈફોન 13 મીની, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો પ્લસ માટે નવી એસેસરીઝની બહોળી રેન્જ લોન્ચ કરી છે. આઈફોન 13 સિરીઝ એસેસરીઝ (iPhone 13 series accessories) સાથે કંપની નવા આઈપેડ અને આઈપેડ મીનીની એસેસરીઝના પણ અનેક વિકલ્પ આપે છે. સૌથી ખાસ વાત એ છે કે, અમુક એસેસરીઝ આઈફોન 12માં પણ ચાલી શકે છે.
કંપની દ્વારા સ્ક્રીન પ્રોટેક્ટર્સની વિશાળ શ્રેણી લોન્ચ કરાઈ છે. જેમાં આઈફોન 13 મીની અને આઈફોન 13 પ્રો/ પ્રો મેક્સ બેલ્કિન સ્ક્રીનફોર્સ ટેમ્પરેડ ગ્લાસ એન્ટી માઈક્રોબાઇલ સ્ક્રીન પ્રોટેક્ટરનો સમાવેશ થાય છે. આ પ્રોટેક્ટર્સ આઈફોન 13 માટે ઉપલબ્ધ નહીં હોય. આઈફોન મીની માટે સ્ક્રીન પ્રોટેક્ટરની કિંમત રૂ.2,499 હશે, જ્યારે આઈફોન 13 પ્રો અને પ્રો મેક્સ માટે કિંમત રૂ.2,999 રહેશે.
બેલ્કિન મેગ્નેટિક એન્ડ મેગસેફ એસેસરીઝ (Belkin Magnetic & MagSafe Accessories)
મેગસેફ માટે અનુકૂળ રહે તેવું બેલ્કિન મેગ્નેટિક ચાર્જિંગ સ્ટાઇલ પણ ઓફર કરવામાં આવી છે. 7.5 Wનું બૂસ્ટચાર્જ મેગ્નેટિક વાયરલેસ ચાર્જર સ્ટેન્ડ પણ ઉપલબ્ધ થશે. કંપની બૂસ્ટ ચાર્જ મેગ્નેટિક વાયરલેસ પાવર બેંકનું પણ વેચાણ કરશે. જે આઇફોન 13 અને 12માં પણ ચાલશે. મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ સ્ટેન્ડની કિંમત 3,999 રૂપિયા છે, જ્યારે વાયરલેસ પાવર બેન્કની કિંમત 4,499 રૂપિયા છે.
વોલ ચાર્જર (Wall Charger)
વોલ ચાર્જર એક સાથે બે ડીવાઈસને ફાસ્ટ ચાર્જ કરે છે. આ યુએસબી-સી ચાર્જર સી પોર્ટ દ્વારા 20W પાવર આપે છે. આ ચાર્જર આઈફોન 12 અને આઈપેડ માટે છે.
સાઉન્ડફોર્મ ટ્રુ વાયરલેસ ઇયરબડ્સમાં ટચ કન્ટ્રોલ્સ આવે છે. બેલ્કિન ટ્રુ વાયરલેસ ઇયરબડ્સની કિંમત 5,999 રૂપિયા છે અને તે આઇફોન 13 અને 12 બંને સિરીઝમાં કામ કરશે. તેમાં રહેલું IPX5 રેટેડ સ્પ્લેશ અને સ્વીટ પ્રુફ રેસિસ્ટન્સ તમને એકદમ ચોખ્ખો બેલ્કિન સાઉન્ડ સાંભળવામાં મદદરૂપ થશે.
આઈપેડ માટે એસેસરીઝ (Accessory for the iPad)
બેલ્કિનના યુએસબી-સી મલ્ટિમીડિયા હબમાં માઇક્રો એસડી અને 3.5 MM ઓડિયો ઇનપુટ/આઉટપુટ પોર્ટને બદલે ઇથરનેટ પોર્ટ છે. તે યુએસબી-સી માટે ઓપ્ટિમાઇઝ કરેલા ડીવાઈસ સાથે સરળતાથી જોડાઈ શકે છે.
નવી એસેસરીઝમાં એપલના એરટેગ્સ માટે કી રિંગ્સ પણ શામેલ છે. જેની કિંમત 1399 રૂપિયા છે. કંપનીએ આઇપેડ માટે યુએસબી ટાઇપ-સી મલ્ટિમીડિયા હબની પણ જાહેરાત કરી હતી. જેની કિંમત 9,999 રૂપિયા છે. આ બ્લેક, બ્લુ, પિંક અને વાઇટ કલરમાં ઉપલબ્ધ છે. બેલ્કિન સિક્યોર હોલ્ડરમાં એરટેગને સુરક્ષિત રાખવા માટે ન્યુ ટ્વિસ્ટ-એન્ડ-લોક ક્લોઝર આપવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર