Home /News /tech /

iPhone 13 price cut: જોરદાર ઓફર, હવે આટલા ડિસ્કાઉન્ટ સાથે આઈફોન 13 ઘરે મંગાવો

iPhone 13 price cut: જોરદાર ઓફર, હવે આટલા ડિસ્કાઉન્ટ સાથે આઈફોન 13 ઘરે મંગાવો

આઈફોન 13

Apple iPhone 13: આઇફોન 13 2022 (iPhone 13 in 2022)ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન હતો. ફોનની કિંમત વધુ હોવા છતાં તેનું વેચાણ સતત વધ્યું છે.

    એપલ આઈફોન 13 (Apple iPhone 13) લોકોનો પસંદગીનો સ્માર્ટફોન (Smartphone) રહ્યો છે. એક અહેવાલ મુજબ, આઇફોન 13 2022 (iPhone 13 in 2022)ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન હતો. ફોનની કિંમત વધુ હોવા છતાં તેનું વેચાણ સતત વધ્યું છે. બીજી તરફ ઘણા લોકોને આઈફોન ખરીદવો તો છે, પરંતુ બજેટમાં ન હોવાથી તેઓ ખરીદી શકતા નથી.

    આવી સ્થિતિમાં એમેઝોન આઈફોનના ચાહકો માટે જોરદાર ડિલ (Amazon offer for iPhone 13) લઈને આવ્યું છે. આ ડિલનો લાભ યુકેના લોકો લઈ શકે છે. આ ઓફર હેઠળ આઈફોન ખરીદવા માંગતા લોકો આઈફોન 13 ડિસ્કાઉન્ટમાં ઘરે લાવી શકે છે.

    આઇફોન 13માં 6.1 ઇંચની સુપર રેટિના ડિસ્પ્લે અને સાથે 60Hz રિફ્રેશ રેટ આવે છે. તેમાં 15 બાયોનિક ચિપસેટ અને એપલ GPUનો પાવર મળે છે. આ સ્માર્ટફોનમાં 12MPનો પ્રાઇમરી લેન્સ અને 12MP અલ્ટ્રા વાઇડ લેન્સ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આવે છે. ફ્રન્ટમાં તેમાં રેટિના ફ્લેશ સાથે 12MPનો સેલ્ફી કેમેરો છે. એમેઝોનની ઓફર ગ્રીન સહિત બધા જ કલરમાં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચોઃ-WhatsApp પર આવી રહ્યું છે ખાસ ફીચર, જલ્દી ‘Save’ કરી શકશો ગાયબ થનારા Messages!

    યુકેમાં આઇફોન 13ની કિંમત 789 પાઉન્ડ (રૂ. 76,632) જેટલી છે. આ કિંમત ઘણા લોકો માટે ખૂબ વધુ છે. જેથી એમેઝોન ઓફર હેઠળ કિંમતમાં 50 પાઉન્ડ (રૂ. 4,856)નું ફ્લેટ ઓફ આપી રહ્યું છે. એટલે કે તમે આઇફોન 13ના 128GB વેરિએન્ટને 739 પાઉન્ડ (રૂ. 71,774)માં ખરીદી શકો છો. આ ઉપરાંત એમેઝોન માસિક હપ્તાથી ચુકવણી સિસ્ટમ પણ ઓફર કરી રહ્યું છે. જેમાં ગ્રાહકો 12 મહિના માટે દર મહિને 60.75 પાઉન્ડ સ્માર્ટફોન માટે ચૂકવી શકે છે. આ ઓફરના કારણે આઈફોન 13ની કિંમતમાં ઘટાડો થયો છે.

    આ પણ વાંચોઃ-Uber : ઉબર દોડાવશે બસ, દિલ્હી અને ગુરૂગ્રામમાં ઉબર બસની તૈયારી પૂરજોશમાં

    આઈફોન 13માં વધુ સ્ટોરેજ પસંદ કરતા લોકો માટે 256GB અને 512GB વેરિઅન્ટ પર પણ આવું જ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જેમાં આઈફોન 13 ફ્લેટ 50 પાઉન્ડની છૂટ અને 12 મહિનાની EMI દ્વારા 256GB વેરિઅન્ટને 829 પાઉન્ડમાં અથવા દર મહિને 69.09 પાઉન્ડથી ખરીદી શકાય છે અને 512GB વેરિઅન્ટને 1,029 પાઉન્ડમાં અથવા દર મહિને 85.75 પાઉન્ડ ચૂકવીને ખરીદી શકાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Amazone, IPhone 13, Technology news

    આગામી સમાચાર