Home /News /tech /Apple Event: iPhone 13ની લોન્ચ ઇવેન્ટ યોજાશે આજે, જાણો ક્યાં અને ક્યારે નિહાળી શકશો
Apple Event: iPhone 13ની લોન્ચ ઇવેન્ટ યોજાશે આજે, જાણો ક્યાં અને ક્યારે નિહાળી શકશો
iPhone 13 નો ભાવ આજે થઇ શકે છે જાહેર
Apple California Streaming event: સ્માર્ટફોન ઉપરાંત આ લોન્ચ ઇવેન્ટમાં એપલના અન્ય ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. Apple Watch 7 અને Airpods 3 પણ સામેલ છે. લોન્ચિંગ પહેલા આઇફોન 13 સસીરીઝના ફોન્સમાં આવનાર ખાસ સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી મળી ગઈ છે. આજે એટલે કે 14 સપ્ટેમ્બરે આ ફોન્સની કિંમતો વિશે પણ ખુલાસો થઇ જશે.
લાંબી રાહ બાદ રાહ બાદ એપલ આજે iPhone 13 સીરીઝ લોન્ચ કરી રહ્યું છે. iPhone 13 સીરીઝમાં 4 સ્માર્ટફોન લોન્ચ થશે. સ્માર્ટફોન ઉપરાંત આ લોન્ચ ઇવેન્ટમાં એપલના અન્ય ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. જેમાં Apple Watch 7 અને Airpods 3 પણ સામેલ છે. લોન્ચિંગ પહેલા આઇફોન 13 સસીરીઝના ફોન્સમાં આવનાર ખાસ સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી મળી ગઈ છે. આજે એટલે કે 14 સપ્ટેમ્બરે આ ફોન્સની કિંમતો વિશે પણ ખુલાસો થઇ જશે. કંપની પોતાના પ્રોડક્ટની લોન્ચ ઈવેન્ટ તમામ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરશે.
આજે આઈફોનની મેગા ઇવેન્ટ કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. ભારતમાં તમે ઈ-કોમર્સ વેબસાઇટ પર પણ લાઈવ સ્ટ્રીમ જોઇ શકશો. Apple iPhone 13 Launch Eventને Appleના Event પેજ પર જોઇ શકાશે, સાથે જ iPhone, iPad, Mac, Apple TV યૂઝર આ ઈવેન્ટ Apple TV App પર પણ નિહાળી શકશે. Safari બ્રાઉઝર દ્વારા એપલની વેબસાઇટ પર નિહાળવા માટે તમારી પાસે આઇફોન હોવો જોઇએ અથવા તમે વિન્ડોઝ લેપટોપ પર પણ ઇવેન્ટ જોઇ શકો છો.
આ સિવાય તમે આ લોન્ચ ઇવેન્ટ યુટ્યૂબ પર એપલની ચેનલ પર પણ જોઇ શકશો. કંપની ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ ઇવેન્ટનું સ્ટ્રીમિંગ કરશે. ત્યાંથી પણ તમે તેને લાઇવ જોઇ શકશો.
આ ઇવેન્ટમાં કંપની iPhone 13 સીરીઝ લોન્ચ કરશે. જેની લોકોને કાગડોળે રાહ છે. આ અંતર્ગત 4 ફોન iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max આવશે. અહેવાલોની માનીએ તો iPhone 13 અને iPhone 13 Mini 64GB અને 128GBના વેરિએન્ટમાં આવશે. જ્યારે iPhone 13 Pro અને iPhone 13 Pro Max બંને 128 GB, 256GB, 512GB સ્ટોરેજ વર્ઝનમાં આવી શકે છે. પ્રો મોડલ્સમાં કંપની 1TB સ્ટોરેજ આપી શકે છે.
iPhone 13 અને iPhone 13 Mini બ્લેક, બ્લૂ, પિંક, પર્પલ, (PRODUCT)રેડ અને વ્હાઇડટ કલરમાં આવી શકે છ. જ્યારે iPhone 13 Pro અને iPhone 13 Pro Max બંને બ્લેક, બ્રાઉન, ગોલ્ડ અને સિલ્વર કલરમાં આવી શકે છે. આ સીરીઝ પણ 5જી સપોર્ટ કરશે. પ્રો મોડલ 120Hz Pro Motion ડિસ્પ્લે સાથે આવશે. iPhone 13 Pro અને iPhone 13 Pro Maxમાં અલ્ટ્રા વાઇડ કેમેરા મળશે. iPhone 13 Pro Maxમાં ગત વર્ષના મોડલની સરખામણીએ 20 ટકા વધુ મોટી બેટરી મળશે.
લિક્સના અહેવાલો અનુસાર, iPhone 13 એક પોર્ટ્રેટ સિનેમેટિક વિડીયો ફીચર સાથે આવી શકે છે, જે એક ઈલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન(EIS) સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેને ‘Warp’ કહેવાય છે. જેમાં યુઝર્સ વિડીયો રેકોર્ડ કરતી સમયે બેકગ્રાઉન્ડ બ્લર કરી શકશે. હેડલાઇનિંગ ફીચર્સમાંથી એક સેટેલાઇટ ફીચર હોવાની શક્યતા છે. જે કથિત રીતે યુઝર્સને ટૂંકા ઇમરજન્સી ટેક્સ મોકલવા અને દૂરના વિસ્તારોમાં પ્લેન ક્રેશ અથવા ડૂબતા જહાજો જેવી કટોકટી માટે SOS ડિસ્ટ્રેસ સિગ્નલ મોકવાની સુવિધા આપશે.
આજે ઈવેન્ટમાં કંપની Apple Watch Series 7 પરથી પડદો ઉઠાવશે. તે iPhone અને iPadની ડિઝાઇન લેંગ્વેજને મેચ હોઇ શકે છે. તેમાં ફ્લેટ ડિસ્પ્લે મળશે. સાથે જ તેની સાઇઝ Apple Watch Series 6 કરતા મોટી હોઈ શકે છે. તેથી આમાં બેટરી વધુ મળી શકે છે. અન્ય સ્માર્ટવોચની સરખામણીએ આ વોચની બેટરી લાઇફ સારી હોવાની શક્યતા છે. આ વોચ 41mm અને 45mmના સાઇઝ ઓપ્શનમાં મળી શકે છે. આ તમામ પ્રોડક્ટની કિંમતો આજે ઈવેન્ટ દરમિયાન જ જાણવા મળશે.
AirPods 3માં મળી શકે છે આ ફીચર્સ
ત્રીજી જનરેશનના AirPodsની વાત કરીએ તો તેને આજે એપલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. તેની ડિઝાઇન AirPods પ્રો જેવી હશે. અને વાયરલેસ ચાર્જિંગ કેસ સાથે આવશે. સેકંડ જનરેશનની સરખામણીએ તેનું ચાર્જિંગ કેસ 20 ટકા મોટા બેટરી પેક સાથે આવશે. તેની બેટરી AirPods પ્રોમાં આપેલ બેટરી જેટલી જ હોઇ શકે છે.