Home /News /tech /iPhone 14ના લૉન્ચ પહેલાં iPhone 13માં મળી રહ્યું છે રૂ.19,000નું ડિસ્કાઉન્ટ, અહી જાણો કઈ રીતે લેવો લાભ

iPhone 14ના લૉન્ચ પહેલાં iPhone 13માં મળી રહ્યું છે રૂ.19,000નું ડિસ્કાઉન્ટ, અહી જાણો કઈ રીતે લેવો લાભ

Apple iPhone 13 સિરીઝના સ્માર્ટફોન્સ પર આકર્ષક ડીલ્સ ઓફર કરી રહ્યાં છે.

હાલમાં, Apple iPhone 13 Miniનું 128GB સ્ટોરેજ ક્ષમતા સાથેનું બેઝ મોડલ માટે રૂ. 64,999ની ડિસ્કાઉન્ટેડ કિંમતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

    Apple iPhone 14 સિરીઝ આવતા અઠવાડિયે લૉન્ચ કરવામાં આવશે. આ લૉન્ચ ઇવેન્ટ પહેલા ફ્લિપકાર્ટ (Flipkart) અને એમેઝોન (Amazon) સહિતના ઇ-કોમર્સ (E -commerce) પ્લેટફોર્મ્સ Apple iPhone 13 સિરીઝના સ્માર્ટફોન્સ પર આકર્ષક ડીલ્સ ઓફર કરી રહ્યાં છે.

    અહી ઉલ્લેખનિય છે કે, Apple iPhone 13 સિરીઝમાં ચાર સ્માર્ટફોન Apple iPhone 13 Mini, Apple iPhone 13, Apple iPhone 13 Pro અને Apple iPhone 13 Pro Max નો સમાવેશ થાય છે.

    Apple iPhone 13 ફેમિલીનો સૌથી નાનો સભ્ય, Apple iPhone 13 Mini ફ્લિપકાર્ટ પર ખુબ મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ફોન ખરીદવાનો આ ઉત્તમ સમય હોઈ શકે છે. અહેવાલો મુજબ, પાછલા વર્ષોની જેમ, Apple આ વર્ષે તેની ફ્લેગશિપ સિરીઝ હેઠળ ચાર મોડલ લોન્ચ કરશે. જેમાં Apple iPhone 14, Apple iPhone 14 Max, Apple iPhone 14 Pro અને Apple iPhone 14 Pro Max હોય શકે છે.

    રિપોર્ટ્સ મુજબ આઇફોન મીની વધુ લોકોને આકર્ષી શક્યો નથી, જેથી આગામી આઇફોનમાં મીનીને અલવિદા કઈ દેવાશે.તેથી જ કદાચ આ છેલ્લું Apple iPhone મિની મોડલ હશે જે આપણે જોઈશું. Apple આ વર્ષે એક નવું 'Max' મોડલ રજૂ કરશે. જેમાં વેનીલા iPhone 14 મોડલ જેવી જ સુવિધાઓ હશે, પરંતુ તેની ડિસ્પ્લે મોટી હશે. Flipkart Apple iPhone 13 Mini પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું હોવાથી, આઉટગોઇંગ મોડલ ખરીદવાનો આ યોગ્ય સમય છે.

    આ પણ વાંચો-બે દિવસ પહેલા રાંધેલા વાસી ભાત ખાતા એક જ પરિવારના 2 બાળકોના મોત

    હાલમાં, Apple iPhone 13 Miniનું 128GB સ્ટોરેજ ક્ષમતા સાથેનું બેઝ મોડલ માટે રૂ. 64,999ની ડિસ્કાઉન્ટેડ કિંમતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. Apple iPhone 13 સિરીઝ ભારતમાં 2021 માં 69,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં, Appleની ઓફિશિયલ વેબસાઇટ 128GB સ્ટોરેજ નો Apple iPhone 13 Mini રૂ. 69,900માં ઓફર કરી રહી છે. ગ્રાહકોને સ્માર્ટફોન હજી ઓછી કિંમતમાં મળી શકે છે કારણ કે ફ્લિપકાર્ટ તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં રૂ. 19,000 સુધીની છૂટ ઓફર કરી રહ્યું છે. આ સિવાય Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ પર 5% ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

    આ પણ વાંચો- ગુજરાતમાં આજે કોરોનાના નવા 606 કેસ સાથે એક દર્દીનું મોત

    Apple iPhone 13 Miniમાં 5.4-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે છે અને તેમાં કંપનીની ફ્લેગશિપ A15 Bionic chipset મળે છે. આ સ્માર્ટફોનમાં 4K ડોલ્બી વિઝન HDR રેકોર્ડિંગ સાથે 12MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. તેમાં નાઇટ મોડ સાથે 12MP ટ્રુડેપ્થ કેમેરા પણ છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ 17 કલાકના વીડિયો પ્લેબેકની ક્ષમતા ધરાવે છે.
    First published:

    Tags: Apple, Apple iPhone, Apple Updates, Mobile and tech, Technology news, મોબાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો