Home /News /tech /

આજે છે એપલ ઇવેન્ટ, iPhone 13, Apple Watch Series 7 સહીત ઘણી આકર્ષક વસ્તુઓ થઈ શકે છે લોન્ચ

આજે છે એપલ ઇવેન્ટ, iPhone 13, Apple Watch Series 7 સહીત ઘણી આકર્ષક વસ્તુઓ થઈ શકે છે લોન્ચ

આજે એપલની ઇવેન્ટ યોજાશે

એપલની આ ઇવેન્ટમાં (Apple Event) આઇફોન 13 (iPhone 13 )  સિરીઝની સાથે એપલ વોચ (Apple Watch) સિરીઝ 7 અને એરપોડ્સ 3 પણ લોન્ચ કરે તેવી સંભાવના છે.

  Apple આજે રાત્રે તેની આઇફોન 13 સિરીઝ પરથી પડદો ઉંચકશે. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીની ઇવેન્ટ વર્ચ્યુઅલ હશે. કંપનીએ ઇવેન્ટને કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ નામ આપ્યું છે. આ ઇવેન્ટમાં (Apple Event) આઇફોન 13 (iPhone 13 )  સિરીઝની સાથે એપલ વોચ (Apple Watch) સિરીઝ 7 અને એરપોડ્સ 3 પણ લોન્ચ કરે તેવી સંભાવના છે.

  એપલ આઇફોન 13 (Apple Iphone 13) સિરીઝમાં જુના મોડેલ કરતાં અનેક સુધારા હોવાનું કહેવાય છે. આ સાથે A સિરીઝનું ચીપસેટ, કેમેરાના નાઈટ મોડમાં સુધારો લેટેસ્ટ વાઈફાઈ સ્પેસિફિકેશન પણ જોવા મળે તેવી શક્યતા છે. બીજી તરફ એપલ વોચ સિરીઝ 7 રિડિઝાઇન સાથે આવી શકે છે. જે તેને આઇફોનની ડિઝાઇન સાથે ઈન-લાઈન મૂકશે.

  આ પણ વાંચો-Jioના 3 ધમાકેદાર પ્લાન, 11 મહિનાની વેલિડિટી, 504GB ડેટા સહિત મળશે અન્ય પણ ફાયદા

  iPhone 13માં શું હોઈ શકે?
  આઈફોન 13 (iPhone 13 ) અને આઈફોન 13 મિનીના (iPhone 13 mini) ડિઝાઈનમાં ઘણા ફેરફાર જોવા મળશે. પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા આવશે. પ્રો અને પ્રો મેક્સ મોડેલ્સમાં ટ્રિપલ કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. નવા ફોનના ડમી યુનિટ્સમાં મોટું સેન્સર અને રેગ્યુલર મોડેલ પર ડ્યુઅલ કેમેરાનું પ્લેસમેન્ટ જોવા મળ્યું હતું. પ્રોમાં વધુ અદ્યતન કેમેરા હોવાની સંભાવના છે. જેમાં પોર્ટ્રેટ મોડનું વિડીયો વર્ઝન, ProResનો વિડીયો ઓપ્શન અને નવા ફિલ્ટર્સ મળી શકે છે. લો લાઈટમાં સારી તસવીરો માટે અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને મોટા અપાર્ચર્સ પણ સપોર્ટ કરી શકે છે.

  કેમેરા મોડ્યુલમાં લેસર સેન્સર અને એલઇડી ફ્લેશ સામેલ હોવાનું કહેવાય છે. બીજી તરફ આઇફોન 13 પ્રો અને પ્રો મેક્સમાં હાલના આઇફોન 12 પ્રો મોડેલની જેમ LiDAR સેન્સરનો સમાવેશ થઈ શકે છે. પ્રો મોડેલ્સ 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ કરશે. આ સિવાય આઇફોન 13 સિરીઝમાં નવી ફેસ અનલોક ટેક સામેલ હોય શકે છે.

  આ પણ વાંચો-મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ

  તાજેતરમાં બ્લૂમબર્ગના માર્ક ગુરમેનના અહેવાલમાં સંકેત આપવામાં આવ્યો હતો કે, આ મોડેલ લોઅર અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ કનેક્ટિવિટી વિકલ્પ સાથે આવી શકે છે. જે યુઝર્સને કટોકટીના કિસ્સામાં સેટેલાઇટ નેટવર્ક સાથે જોડી દેશે.

  CNBCના અહેવાલ મુજબ આઇફોન 13 મિની 5.4 ઇંચનો, આઇફોન 13ની સાઈઝ 6.1 ઇંચ , આઇફોન 13 પ્રોની સાઈઝ 6.1 ઇંચ અને આઇફોન 13 પ્રો મેક્સ 6.7 ઇંચનો મળશે. આ ફોન પિન્ક, બ્રોન્ઝ અને ગ્રેફાઇટ ગ્રે જેવા ત્રણ નવા રંગોમાં આવે તેવી સંભાવના છે.

  WIFI 6E અને SG- નવા આઇફોનમાં WIFI 6Eનો સપોર્ટ મળશે. આ સાથે અન્ય દેશોમાં અત્યંત ઝડપી મિલિમીટર વેવ એસજી કનેક્ટિવિટી પણ મળી શકે છે.  આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

  એરપોડ્સ 3- બ્લૂમબર્ગના અહેવાલ મુજબ થર્ડ જનરેશનના એરપોડ્સને હાયર-એન્ડ એરપોડ્સ પ્રો જેવું જ મેકઓવર મળી શકે છે અને તેમાં સ્પેશિયલ ઓડિયો સપોર્ટ આપવામાં આવી શકે છે

  એપલ વોચ સિરીઝ 7- 7મી સિરીઝમાં મોટી સ્ક્રીન, વધુ ઝડપી પ્રોસેસર અને 5Gનો સપોર્ટ મળે શકે છે. તેમાં સારી બેટરી લાઇફ મળે તેવી પણ શક્યતા છે.

  આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

  વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
  Published by:Margi Pandya
  First published:

  Tags: Airpods 3, IPhone 13, Watch Series 7

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन