મુંબઈ. દરેકની ઇચ્છા હોય છે કે એપલનો આઈફોન (Apple iPhone) ખરીદવો. જોકે, આ ફોનની કિંમત અન્ય સ્માર્ટફોન્સની સરખામણીમાં વધારો હોવાથી તમામ લોકો તેને ખરીદી શકતા નથી. તાજેતરમાં જ એપલ ડેઝ સેલ (Apple Days sale) ખતમ થઈ ગયો છે, પરંતુ જો તમે હજુ પણ આઇફોન (iPhone) ખરીદવાની વિચારી રહ્યો છો તો તમારા માટે સારો મોકો છે. હાલ રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) તમને ખૂબ ઓછી કિંમતે આઇફોન 12 મિની (iPhone 12 mini) આપી રહ્યું છે. ફોનના 64 GB સ્ટૉરેજ વાળું વેરિઅન્ટ 52,900 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફોનની બજાર કિંમત 59,900 રૂપિયા છે. એટલું જ નહીં, રિલાયન્સ ડિજિટલ વેબસાઇટ પર અન્ય ઑફર પણ મળી રહી છે.
ફોનની ખરીદી પર કેશબેક અને EMIની ઑફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત OneCard ક્રેડિટ કાર્ડ પર 10% કેશબેક પણ મળી રહ્યું છે. તમે ઑફર વિશે વધારે માહિતી વેબસાઇટ પર જઈને તમારું સરનામું અથવા પિનકોડ નાખીને મેળવી શકો છો. આ ઑફર ફક્ત થોડા સમય માટે જ છે. આથી ઑફરનો લાભ મેળવવા માટે ઝડપથી રિલાયન્સ ડિજિટલની વેબસાઇટની મુલાકાત લો.
iPhone 12 miniના ફીચર્સ
ફીચર્સની દ્રષ્ટિએ જોઇએ તો Apple iPhone 12 અને iPhone 12 mini લગભગ સમાન છે. આ સ્માર્ટફોનનું રેગ્યુલર મોડલ 6.1-ઇંચ ડિસ્પ્લે ધરાવે છે અને iPhone 12 Mini 5.4-ઇંચની સ્ક્રીન સાથે આવે છે. બંને ફોન OLED પેનલ સાથે આવે છે, જે તમારા સ્ક્રિન એક્સપિરીયન્સને વધુ સારો બનાવે છે. કંપની તેને સુપર રેટિના XDR ડિસ્પ્લે તરીકે ઓળખે છે.
તમને Apple A14 બાયોનિક ચિપસેટ અને 5G સપોર્ટ પણ મળે છે. આઇફોન 12 અને આઇફોન 12 મીનીને મળેલી અન્ય નોંધપાત્ર સુવિધા મેગસેફ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આપને જણાવી દઇએ કે તેમાં ચાર્જિંગ બ્રિકનો સમાવેશ થતો નથી. પરંતુ તમે ટાઇપ-સી ચાર્જરનો ઉપયોગ કરી શકો છો. ફોનમાં બે 12-મેગાપિક્સલ કેમેરા મળે છે અને સેલ્ફી માટે 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
સ્માર્ટફોન યૂઝર્સ આઈફોન14 પ્રો (iPhone 14 Pro)ની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડાક મહિના બાદ આઈફોન 14 પ્રો લોન્ચ કરવામાં આવશે પરંતુ, તેની પહેલા આઈફોન 14 પ્રોની કેટલીક માહિતી લીક થઈ ગઈ છે. અહીંયા આઈફોન 14 પ્રો (iPhone 14 pro feature) અંગેની કેટલીક માહિતી આપવામાં આવી છે. અફવા મુજબ, આઈફોનમાં 12 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરામાંથી 48 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરામાં સ્વીચ કરી શકાય છે. આ પ્રકારના ચેન્જીસ માત્ર પ્રો મોડલ્સમાં થવાની સંભાવના છે. આઈફોન 14 પ્રોની ડિઝાઈનમાં (iPhone Pro Design) ફેરફાર થવાની શક્યતા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર