iphone 12 Proની ડિઝાઇન થઇ લીક, VIDEOમાં જુઓ તેનો First Look

News18 Gujarati
Updated: September 14, 2020, 5:44 PM IST
iphone 12 Proની  ડિઝાઇન થઇ લીક, VIDEOમાં જુઓ તેનો First Look
iPhone Apple Proની ડિઝાઇન થઇ લિક

15 સ્પટેમ્બરનાં એપ્પલ એક ઇવેન્ટનું આયોજન કરવાનું છે. આ વચ્ચે એક વીડિયોમાં iPhone 12ની ડિઝાઇન લિક થવાનો દાવો થઇ રહ્યો છે જેમાં iPhone 12ની ડિઝાઇન, કલર અને કેમેરા સેટઅપ અંગે જાણકારી મળી છે.

  • Share this:
મોબાઇલ એન્ડ ટેક્નોલોજી ડેસ્ક: Apple Inc. આવનારા 15 સ્પટેમ્બરનાં એક ઇવેન્ટનું આયોજન કરી રહ્યાં છે. કંપની હાલમાં iPhone 12 સીરીઝને લોન્ચ નહીં કરી શકે. જોકે, કંપની iPad, નવી એપલ વોચ અને iOSનાં સૌથી લેટેસ્ટ વર્ઝન અંગે જાણકારી મળશે. આ વચ્ચે હવે કંપની માટે iPhone 12ની જાણકારી લિક થવાથી બચાવવા માટે ભારે મહેનત કરી રહ્યાં છે.

જોકે હાલમાં જ એક લીક વીડિયોમાં iPhone 12ની એક ઝલક જોવા મળી છે. આ વીડિયો જોયા બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, iPhone 12 પ્રો ગ્રાહકો માટે ડિઝાઇન મામલે રજૂ થઇ શકે છે.

EverythingApplePro નામથી એક ટ્વિટર હેન્ડલ પર ક નાનકડો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં iPhone 12 Proનાં સેલ અંગે માહિતી મળી છે. આ વીડિયોથી iPhone 12 Proની ન ફક્ત ડિઝાઇન પણ તેમનાં કેમેરા પ્લેસમેન્ટ અંગે પણ માહિતી મળે છે.

આ પણ વાંચો- Flipkart પર શરૂ થવાનો છે મોટો સેલ! 1 રૂ.માં પ્રી બૂક કરો સામાન, 99 રૂપિયામાં શોપિંગ કરવાની તક

કેવો હશે કેમેરા સેટઅપ?
આ વીડિયોમાં કરવામાં આવેલાં દાવા મજુબ iPhone 12 Proમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હોઇ શકે છે. આ ઉપરાંત એપ્પલ LiDar સેન્સરની સાથે પણ આવી શકે છે. આપને જણાવી દઇએ કે, સેન્સર કંપની દ્વારા સૌથી લેટેસ્ટ iPad Pro પણ આપવામાં આવ્યું છે.


સાઇડમાં હશે મેટલ બેંડ
આ વીડિયો મુજબ, iPhone 12 Proની સાઇડ એકદમ ફ્લેટ હશે. જેથી iPhone 6 પહેલાનાં વર્ઝનમાં એવી જ ફ્લેટ સાઇડ જોવા મળતી હતી. ફોનનાં ચારેય તરફ મેટલની એક ફ્લેટ બેન્ડ હશે. આ બેન્ડમાં વોલ્યુમ, પાવર અને એલર્ટ સ્લાઇડર હશે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યાં મુજબ વ્હાઇટ કલર હશે. એવામાં આશા છે કે, કંપની આ પ્રમણે મેટલ બેન્ડનાં કલરમાં પણ બદલાવ થશે.

આ પણ વાંચો- તમારા સ્માર્ટફોનથી તરત જ ડિલીટ કરો આ 17 ખતરનાક એપ્સ, Googleએ પણ કર્યા છે બેન

મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષનાં ઓક્ટોબરમાં જ iPhone લોન્ચ થશે. આ વચ્ચે કંપની 15 સ્પટેમ્બરનાં નવી એપ્પલ વોચમાટે ઇવેન્ટનું આયોજન કરી રહી છે. જેમાં નવાં ઓપરેટિંગ સિસ્ટમ અંગે માહિતી આપવામાં આવશે.
Published by: Margi Pandya
First published: September 14, 2020, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading