Home /News /tech /

iPhone 12 Best Offer: iPhone 12 પર મળતી આ ઓફરે મચાવી ધમાલ! મેળવો 28 હજાર રૂપિયાથી વધુની છૂટ

iPhone 12 Best Offer: iPhone 12 પર મળતી આ ઓફરે મચાવી ધમાલ! મેળવો 28 હજાર રૂપિયાથી વધુની છૂટ

iPhone 12ની આ ઓફર મર્યાદિત સમય માટે છે. (apple.com)

iPhone 12 Best Offer: જો તમે Appleનો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો અમે તમને iPhone 12 પર મળતી એક જબરદસ્ત ઓફર વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે આ સ્માર્ટફોન પર 28 હજાર રૂપિયાથી વધુની છૂટ મેળવી શકો છો.

    iPhone 12 Best Offer: આજના સમયમાં માર્કેટમાં દરેક પ્રાઈસ રેન્જના એટલા સ્માર્ટફોન્સ (smartphones) આવી ગયા છે કે ખરીદતી વખતે લોકોને બહુ બધા ઓપ્શન મળે છે અને તેઓ મૂંઝવણમાં મૂકાઈ જાય છે. દુનિયાના ટોપ સ્માર્ટફોન બ્રાન્ડની વાત કરીએ તો એપલ (Apple)નું નામ ટોચ પર આવે. જો તમે એપલનો ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો અમે તમને iPhone 12 પર મળતી એક જબરદસ્ત ઓફર વિશે જણાવી રહ્યા છીએ. આ ઓફરમાં તમે આ સ્માર્ટફોન પર 28 હજાર રૂપિયાથી વધુની છૂટ મેળવી શકો છો.

    iPhone 12 પર મેળવો ભારે ડિસ્કાઉન્ટ

    તમને જણાવી દઈએ કે અમે અહીં iPhone 12ના 64GB વાળા વેરિયન્ટની વાત કરી રહ્યા છીએ જેની માર્કેટમાં કિંમત 65,900 રૂપિયા છે. તેને એમેઝોન (Amazon) પર 17%ની છૂટ બાદ 54,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે એટલે કે અહીં તમને iPhone 12 પર 10,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનને ખરીદતી વખતે જો તમે HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને 5% 2,750 રૂપિયાનું કેશબેક મળશે જેથી આ સ્માર્ટફોનની કિંમત 52,249 રૂપિયા થઈ જશે.

    આ પણ વાંચો: Noise ColorFit Pulse Grand: 15 મિનિટની ચાર્જિંગ 1500 મિનિટ સુધી ચાલશે, કિંમત દરેકના બજેટમાં

    એક્સચેન્જ ઓફર પણ છે અવેલેબલ

    iPhone 12ની આ ડીલમાં તમને એક એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનને પોતાના જૂના સ્માર્ટફોનના બદલામાં ખરીદવા પર તમને 14,900 રૂપિયા સુધીની વધુ છૂટ મળી જશે. જો તમને આ એક્સચેન્જ ઓફરનો પૂરો લાભ મળી જાય છે તો એનો અર્થ એ થયો કે સેલના ડિસ્કાઉન્ટ, બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર બાદ તમે આ સ્માર્ટફોન પર કુલ 28,551 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

    iPhone 12ના ફીચર્સ

    iPhone 12ના ફીચર્સની વાત કરીએ તો તે 6.1 ઇંચના સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે સાથે આવે છે. A14 બાયોનિક ચિપ પર કામ કરતો આ સ્માર્ટફોન એક દમદાર કેમેરા સિસ્ટમ સાથે આવે છે. એમાં તમને 12MPના અલ્ટ્રા-વાઈડ, વાઈડ અને ટેલિફોટો કેમેરા, નાઇટ મોડ અને સ્માર્ટ એચડીઆર 3 જેવા ઘણાં ફોટોગ્રાફી મોડ્સ પણ મળશે. આ ફોનનો ફ્રન્ટ કેમેરા પણ 12MPનો છે.

    આ પણ વાંચો: iQOO 9 સિરીઝ ભારતમાં આ દિવસે થશે લોન્ચ, મળશે 120Wની ફાસ્ટ ચાર્જિંગ, જાણો Price, Features

    તમને જણાવી દઈએ કે એમેઝોન પર તમને iPhoneના બીજા કેટલાક મોડલ્સ પર પણ છૂટ આપવામાં આવી રહી છે. આ ઓફર અમુક સમય માટે જ મર્યાદિત હોવાથી તેનો લાભ ઉઠાવવા માટે તમારે તરત જ એમેઝોન પર જવું પડશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon india, Apple, Apple iPhone 12, Gujarati tech news, IPhone 12, Mobile and Technology, Offers

    આગામી સમાચાર