આ ફોનના કૅમેરાને શાહરુખે કહ્યું 'Wow', સિતારાઓએ શેર કરી સેલ્ફી

News18 Gujarati
Updated: October 12, 2019, 4:17 PM IST
આ ફોનના કૅમેરાને શાહરુખે કહ્યું 'Wow', સિતારાઓએ શેર કરી સેલ્ફી
આ ફોનના કૅમેરાની દીવાની છે હસ્તીઓ

જાણો કયો ફોન, જેના માટે બોલિવૂડ સ્ટાર્સથી લઇને ક્રિકેટરો પણ ઘણા ઉત્સાહિત જોવા મળે છે.

  • Share this:
(Apple) એપલના નવા આઈફોન 11 પ્રો મેક્સ (iPhone 11 Pro Max)ને લઈને લોકોમાં ભારે ઉત્તેજના છે, ઘણા લોકો તેને ખરીદવા કંપનીના સ્ટોર પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન સેલિબ્રિટી (indian celebrities) પણ આ ફોન તરફ આકર્ષિત થતી જોવા મળી રહી છે. બોલિવૂડ સ્ટાર્સથી માંડીને ક્રિકેટરો સુધી પણ આ ફોન પરથી સેલ્ફી લઇ રહ્યા છે અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ફોટા શેર કરી રહ્યા છે.

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનથી માંડીને માધુરી દિક્ષિત, અભિષેક બચ્ચન અને ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે આઇફોન -11 પ્રો મેક્સના લીધેલા ફોટાને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 1.84 કરોડ ફોલોઅર્સ ધરાવતા શાહરૂખે આઈફોન -11 પ્રો મેક્સ સાથેની એક સેલ્ફી પોસ્ટ કરતાં કહ્યું છે કે, 'આઈફોન 11 પ્રો મેક્સથી શૂટિંગ કરવા માટે રાહ નથી જોઈ શકતા. વાહ... ત્રણ કેમેરા સેટઅપ. હવે પછી શું?
 

Loading...
View this post on Instagram
 

Right now shot on iPhone X...can’t wait to shoot on iPhone 11 Pro Max...spoilt for choice...wow 3 camera set up. What next!? Thanx @apple for this powerful device! #shotoniPhoneProMax


A post shared by Shah Rukh Khan (@iamsrk) on

અભિષેકે આઇફોન 11 પ્રો મેક્સ પરથી તેના પિતા અને સુપરહિરો અમિતાભ બચ્ચનની એક તસવીર પોસ્ટ કરી, જેમાં લખ્યું, "ટાઇગર ટાઇગર! ટાઇગર આઇફોન -11 પ્રો મેક્સ ' ફિલ્મ નિર્માતા કરણ જોહર, જેના ઇન્સ્ટાગ્રામ પર 96 લાખ ફોલોઅર્સ છે તેણે પણ આ નવા ડિવાઇસ સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. 
View this post on Instagram
 

Tiger! Tiger! Tiger! . . . . #shotoniphone11promax @amitabhbachchan


A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ સિવાય માધુરીએ તેના આઈફોન 11 પ્રો મેક્સ અને એપલ વોચ સિરીઝ -5 ની સાથે એક તસવીર પોસ્ટ કરી, લખ્યું, 'આ ખૂબસુરત આઇફોન -11 પ્રો મેક્સ અને આ અદ્ભુત એપલ વોચ સિરીઝ -5 નો ઉપયોગ કરવાની રાહ નથી જોઇ શકાતી. 
View this post on Instagram
 

Cannot wait to use this beauty iPhone 11 Pro Max & this amazing @apple watch series 5! #iPhone11ProMax


A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

સોનમ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા પણ આ આઇફોનની પ્રશંસા કરી છે. તેણે તેના નાઇટ મોડ અને પોટ્રેટ મોડ સાથે ખેંચેલી તસવીરોને શ્રેષ્ઠ ગણાવી. સેહવાગે પણ તેના આઇફોન -11 પ્રો મેક્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી છે. 
View this post on Instagram
 

Sab mast #shotoniphone11promax


A post shared by Virender Sehwag (@virendersehwag) on

આ ફોનથી સેલ્ફી લેનારા લોકોમાં અભિનેતા સોહા અલી ખાન, કરિશ્મા કપૂર, શાહિદ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, ઇશાન ખટ્ટર, નિર્માતા અને ડિઝાઇનર ગૌરી ખાન અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સામેલ થયા.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...