iPhone 11ની ડિઝાઇન થઇ લીક, આ વખતે કેમરા પર છે વધુ ફોકસ

આઇફોન 11 ના સમાચાર આવવાના શરૂ થઈ ગયા છે, લોન્ચ કર્યા પહેલા તેની ડિઝાઇન લીક થઈ ગઈ છે. આ લીક કરનાર તસવીર મોટાભાગની સાચી હોય છે.

આઇફોન 11 ના સમાચાર આવવાના શરૂ થઈ ગયા છે, લોન્ચ કર્યા પહેલા તેની ડિઝાઇન લીક થઈ ગઈ છે. આ લીક કરનાર તસવીર મોટાભાગની સાચી હોય છે.

  • Share this:
    આઇફોન 11ની એક ડીઝાઇન લીક છે, જોઇને એવું લાગે છે કે આ એપલ ડીઝાઇનના મામલામાં ગ્રાઉન્ડ બ્રેકિંગ કરવાની તૈયારમાં નથી. સામાન્ય રીતે કંપની સપ્ટેમ્બરમાં નવા આઇફોન લોન્ચ કરે છે.

    મિસ્ટર વ્હાઈટ નામની ઇન્ડસ્ટ્રીના અંદરના લોકો એપલના ઉત્પાદનોની ડિટેલ્સ લોન્ચ થયા પહેલા જ લીક કરે છે. હાલમાં જ એરપોડ્સના લીક પણ સાચા નીકળા છે. તેને જ આગામી આઇફોનની ડિઝાઇન પોસ્ટ કરી છે.

    આ ડિઝાઇનમાં ચેસિસ જોવા મળે છે અને તે વર્તમાન આઇફોન જેવો લાગે છે. જો કે તેમાં ત્રણ કેમેરા સેટઅપ જોઇ શકાય છે. ટોપન ખૂણામાં ત્રણ ગોળાકાર કટ્ટ અને બે ચોરસ કટ છે.



    આ પહેલા પણ આઇફોન 11ની કથિત ડિઝાઇન લીક્સ પણ લીક થઇ ગઇ છે, જે વિચિત્ર લાગે છે. કેમેરો સેટઅપ એક બમ્પ જેવુ છે અને એવું લાગે છે કે તે એક જૂની ડિઝાઇન છે. આ સ્માર્ટફોનના ડિઝાઇનમાં પાછળના પેનલના ખૂણામાં ત્રણ કેમેરા સેટઅપ છે.

    એપલે પેટન્ટ પણ દાખલ કર્યું હતું, જે ખાસ કરીને અંડરવોટર ફોટોગ્રાફી માટે ઉપયોગ કરવાનો હતો. આ સમયે કેમેરામાં કેટલીક વિચિત્ર સુવિધાઓ જોવા મળી તેનાથી આશ્ચર્ય થશે.



    આઇફોન 11 ની બેટરી આ પહેલાના આઇફોનની સરખામણીએ શક્તિશાળી હશે, ઉપરાંત ફેસ આઈડી અને વાયરલેસ ચાર્જિંગ પણ અપગ્રેડ કરવામાં આવશે. કંપનીઓ કેમેરા પર ફોક્સ કરી રહી છે, એવું લાગે છે કે એપલ ડિઝાઇનમાં નથી, પરંતુ આ વખતે કેમેરા સાથે ગ્રાઉન્ડ બ્રેકિંગ સુવિધાઓ લાવી શકે છે. આગામી દિવસોમાં આઇફોન 11 સાથે જોડાયેલ અન્ય લીક થવાની અપેક્ષા છે.
    Published by:Bhoomi Koyani
    First published: