ડાર્ક મોડ ફિચર સાથે Appleએ લોન્ચ કરી નવી iOS 13

News18 Gujarati
Updated: June 4, 2019, 10:52 AM IST
ડાર્ક મોડ ફિચર સાથે Appleએ લોન્ચ કરી નવી iOS 13
નવી હોમ સ્ક્રીન સાથે Apple લાવ્યું iOS 13

ઇવેન્ટમાં એપલના સીઇઓ ટિમ કુકે જાહેરાત કરતા જણાવ્યું કે આમા રીડિઝાઇન હોમ સ્ક્રીન આપવામાં આવી છે. આ એપમાં હવે મલ્ટી યૂઝરના સપોર્ટને પણ સામેલ કર્યો છે.

  • Share this:
વર્લ્ડવાઇડ ડેવલોપર્સ કૉન્ફ્રેન્સ (WWDC) 2019 ની ઇવેન્ટ દરમિયાન, એપલે તેની નવી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ iOS 13 ને લોન્ચ કરી છે. તેમા ડાર્ક મોડ સુવિધા સાથે લાવવામાં આવી છે. જે તમને આઇફોનની બેટરી બચાવવા માટે મદદ કરશે. તે રાત્રિ દરમિયાન યૂઝર્સની આંખો પર પડી રહેલી રોશનીથી બચાવશે.

આઇઓએસ 13 ની મદદથી આઇફોનની સુરક્ષા અને પ્રાઇવસીને સુધારવામાં આવી છે. આઇઓએસ 13 પર આઇફોન અપડેટ કર્યા પછી, થર્ડ પાર્ટી તેમનું બ્લૂટુથ અને વાઇફાઇ સિંગ્નલ ડિટેલ્સ શેર કરી શકશે નહીં. જનાથી યૂઝર્સને ખૂબ સુરક્ષા અને પ્રાઇવસી મળશે.

નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 13નું અપડેટ ડિન ડિવાઇસીસમાં મળશે. આઇફોન 6S અને તેનાથી ઉપરની ડિવાઇસીસ સામેલ છે એટલે કે આઇફોન 5S અને આઇફોન 6 ઉપયોગ કરી રહેલા યૂઝર્સ આ અપડેટ મળશે નહીં.



ઇવેન્ટ દરમિયાન, સૉફ્ટવેર એન્જીનિયરિંગના વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ, ક્રેગ ફેડરધીએ નવી iOS 13 ફિચર વિશે માહિતી આપી હતી કે ...

નવા આઇઓએસ 13માં ફેસ આઇ 30 ટકા તેજ કામ કરે છે. આ હોમ સ્ક્રીનનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બિલ્ટ આ એપ્સ જેવા કે રિમાઇન્ડર, નોટ્સ, મેલ અને મેપ્સ દ્વારા પણ હવે નોટિફિકેશન મળશે. નવી ઓપરેટિંગ સિસ્ટમ ડબલ ઝડથી કામ કરશે. હવે મેપ્સમાં વધારે ડિટેલમાં જાણકારી જોવા મળશે.
નવી આઇઓસ 13 સૌથી ખાસ ડાર્ક મોડ ફિચર્સ છે. આ ફિચર ઇવેન્ટ પહેલા જ લીક થયું હતુ. આ ફિચરથી તે યૂઝર્સને રાહત મળશે જે એપલ ડિવાઇસીસને નાઇટમાં ઉપયોગ કરે છે.


ડાર્ક મોડ એક્ટિવ થયા બાદ સ્ક્રીન બ્લેક થીમમાં આવશે, જેની આંખો પર અસર નહીં થાય. ડાર્ક મોડ પહેલું એવું ફાર્સ્ટ પાર્ટી એપ છે, જે તમામ પ્રકારના નોટિફિકેશનને સપોર્ટ કરે છે.

એપલની આ નવી સિસ્ટમમાં એપલ એપ્સ પણ મળશે. કંપની કહે છે કે આ એપ્લિકેશન જમીનને વધુ સારી રીતે જુએ છે, જેથી યૂઝર્સને નકશાનો વધુ સારો વ્યૂ મળશે. હાલ આ નકશાની શરુઆત કેટલાક પસંદગી શહેરો અને રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે. વર્ષના અંત સુધીમાં તે સંપૂર્ણ યુએસ નકશો બતાવશે. તે જ સમયે, 2020 સુધીમાં વૈશ્વિક સ્તરે તેનો ઉપયોગ કરવામાં આવશે.

એપલે 13 આઇઓએસમાં ફોટો-વિડિયો એડિટિંગ માટે નવા સાધનો ઉમેર્યા છે. આ પહેલીવાર છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ પર વીડિયો એડિટિંગનો વિકલ્પ આવી રહ્યો છે. આ સાધનોમાં બ્રાઇટનેસ, ​​હાઇલાઇટ્સ, શોડો, કોન્ટ્રાસ્ટ્ર, વ્હાઇટ બેલેન્સ, શાર્પનેસ, જેવા ફિચર્સ મળશે.



આઇઓસ 13માં યૂઝર્સને વોટ્સએપ અને ફેસબૂક પર મેસેન્ઝર્સ સ્ટાઇલમાં પ્રોફાઇલ પિક્ચર અને ડિસ્પ્લે નામ શેર કરવાનું ફિચર મળશે એટલે કે યૂઝર તેનું નામ અને ફોટ બીજા યૂઝર સાથે મેસમાં શેર કરી શકશે. આ સાથે યૂઝર તેમના પ્રોફાઇલ પિક્ચરમાં ઇમોજી પણ યૂઝ કરી શકશે.

નવી સિસ્ટમમાં ફાઇન્ડ માય ફ્રેન્ડ અને ફાઇન્ડ માય આઇફોન એપ્સને મર્જ કરીને સિંગલ એપ બનાવી દીધી છે. આને કંપનીએ ફાઇન્ડ માય નામ આપ્યું છે. નવી એપ્સ એપલથી જોડાયેલ તમામ એપ્સ એક સ્થળ પર કરી દેશે. તમારા ખોવાયેલ મિત્રો અને પરિવારના સભ્યો વિશેની તમામ માહિતી એક જ સ્થાને એકત્રિત કરશે. જો તમે ઓફલાઇન છો છતા પણ બ્લૂટૂથની મદદથી ટ્રેક કરી શકાશે.

નવી iOS 13 યૂઝર પહેલી વખત ફાઇલ્સને SD કાર્ડ અને USB ફ્લેશ ડ્રાઇવથી ઇમ્પોર્ટ કરી શકશે, આ માટે કંપનીએ ફાઇલ એપ આપી છે.
Published by: Bhoomi Koyani
First published: June 4, 2019, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading