...તો શું TikTokને ટક્કર આપવા Facebookએ Jio સાથે કરી છે ડીલ

જિયો સાથે ફેસબૂકની ડીલ શોર્ટ ફોર્મેટ વીડિયો શેયરિંગ પ્લેટફોર્મ ટિકટોક (TikTok) પર મોટી અસર પાડી શકે છે.

જિયો સાથે ફેસબૂકની ડીલ શોર્ટ ફોર્મેટ વીડિયો શેયરિંગ પ્લેટફોર્મ ટિકટોક (TikTok) પર મોટી અસર પાડી શકે છે.

 • Share this:
  ભારતનાં ઇન્ટરનેટ ગ્રોથમાં રિલાયન્સ જિયોનો (reliance jio) સૌથી મોટો હાથ છે. ચાર વર્ષથી ઓછા સમયમાં જિયો 38.8 કરોડ ભારતીયોને ઓનલાઇન પ્લેટફોર્મ પર લાવ્યું છે. ફેસબૂક (Facebook ) હવે આનો લાભ લઇ શકે છે. કારણ કે, 22 એપ્રિલની સવારે બંન્ને કંપનીઓએ હાથ મિલાવ્યો છે. જિયો સાથે ફેસબૂકની ડીલ શોર્ટ ફોર્મેટ વીડિયો શેયરિંગ પ્લેટફોર્મ ટિકટોક (TikTok) પર મોટી અસર પાડી શકે છે.

  ભારતમાં વર્ષ 2018માં ટિકટોકે ઘણી સફળતા મેળવી હતી અને 10 કરોડ ડાઉનલોડ પુરા કર્યા હતાં. ત્યારથી આ પ્લેટફોર્મ પર ડાઉનલોડ અને યૂઝર્સ વધતા જ જાય છે. હાલ ભારતમાં ટિકટોકનાં 20 કરોડ યૂઝર્સમાંથી 12 કરોડ યૂઝર્સ મંથલી એક્ટિવ યૂઝર્સ છે. એપ Annieનાં રિપોર્ટ પ્રમાણે, 2019માં ટિકટોકે ભારતમાં 30 કરોડ યૂઝર્સ પુરા કર્યા છે. નોંધનીય છે કે, ટિકટોકનાં ટોટલ યૂઝર્સમાંથી 44 ટકા ભારતનાં છે. જેનો અર્થ એ ઠે કે ભારતીયોને નાના ફોર્મેટમાં વીડિયો બનાવવા અને જોવા પસંદ છે.

  ફેસબૂક લાવશે 'Lasso'

  રિપોર્ટ પ્રમાણે, ભારતીયોનાં આ ક્રેઝને જોઇને ફેસબૂક પણ જલ્દી શોર્ટ ફોર્મ વીડિયો એપ 'Lasso' લાવવાની તૈયારીમાં છે. જેની યુએસમાં 2019માં જાહેરાત કરવામાં આવી છે. હવે જિયોની સાથે આ ડીલ પછી ફેસબૂકને ઘણો ફાયદો થઇ શકે છે. 'Lasso' ભારતનાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી શકે છે.

  આ પણ વાંચો - જાણો Reliance Jio-Facebookની ડીલ કઈ રીતે દેશના ટેલીકૉમ સેક્ટરની તસવીર બદલી નાખશે

  ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોશિએશન ઓફ ઇન્ડિયા (IAMAI) અને નીલસનના રિપોર્ટ India Internet 2019 પ્રમાણે, આશરે 72 ટકા કે લગભગ 13 કરોડ 90 લાખ - ભારતનાં શહેરી ઇન્ટરનેટ ઉપભોગકર્તા પ્રતિદિન ઇન્ટરનેટનો ઉપયોદ કરે છે. આશરે 10 કરોડ 90 લાખ કે 57 ટકા ગ્રામીણ ઉપયોગકર્તા ડિજિટલ રીતે એક્ટિવ છે. શહેરી અને ગ્રામીણ બંન્ને બજારોમાં ઇન્ટરનેટ વાપરનારાઓની આ વૃદ્ધિનો શ્રેય Jioની ઉત્કૃષ્ઠ ડેટા યોજનાઓને આપવામાં આપી શકાય છે.

  આ પણ જુઓ - 
  Published by:Kaushal Pancholi
  First published: