શા માટે ઝકરબર્ગને CEO પદેથી હટાવવા માંગે છે ફેસબૂક ઇનવેસ્ટર્સ?

શેરધારકો નથી ઇચ્છતા કે તે ફેસબૂકના ચેરમેન તરીકે કામ કરે.

News18 Gujarati
Updated: June 7, 2019, 1:07 PM IST
શા માટે ઝકરબર્ગને CEO પદેથી હટાવવા માંગે છે ફેસબૂક ઇનવેસ્ટર્સ?
શેરધારકો નથી ઇચ્છતા કે તે ફેસબૂકના ચેરમેન તરીકે કામ કરે.
News18 Gujarati
Updated: June 7, 2019, 1:07 PM IST
ફેસબુકના ચેરમેન માર્ક ઝકરબર્ગની અધ્યક્ષતા, તેની નીતિઓને લઇને ઉઠી રહેલા સવાલો પર તેના શેરધારકોએ નેગેટિવ વોટિંગ આપ્યું. અર્થ એ છે કે શેરધારકો નથી ઇચ્છતા કે તે ફેસબુકના ચેરમેન તરીકે કામ કરે. આ સ્થિતિમાં કોઇ અન્ય ચેરમેનને પદ છોડવું પડી શકે પરંતુ ઝકરબર્ગ એવું નહીં કરે કારણ કે તેમના બોર્ડના અન્ય સભ્યો પાસે ફેસબૂક દ્વારા ઇશ્યૂ કરાયેલા 2-ક્લાસ એટલે કે બી-ક્લાસ શેર છે. જેનું વોટિંગ વેટેઝ એ ક્લાસના વોટિંગ શેરથી 10 ગણુ વધારે છે. જ્યારે પબ્લિક અને ફેસબૂકના શેરહોલ્ડર્સ પાસે ક્લાસ-એ શેર છે જેનું વોટિંગ વેટેજ એક છે.

ઝકરબર્ગ એક રીતે સંપૂર્ણ અધિકારો ધરાવે છે. જો તેની વિરુદ્ધ સંપૂર્ણ બળથી મતદાન કર્યું હોય તો પણ તે તેને રદ શકે છે, અને તેણે જ આવું કર્યું.


શું થયું અત્યાર સુધી?

ફેસબુકની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) માં ઝકરબર્ગ સામે ઘણા વિરોધ થયા. સામાન્ય એટલે કે એ-ક્લાસના લગભગ 68 ટકા શેરહોલ્ડર્સે તેના ચેરમેન હોવાનો વિરોધ કર્યો. શેર હોલ્ડર્સનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સ્વતંત્ર રીતે ચેરમેન બને છે, તો ઝકરબર્ગની જવાબદારી પણ છે, કે તે રોકાણકારોના હિતોની સુરક્ષા કરશે.

પરંતુ આ વખતે ઝકરબર્ગ પાસે કંપનીના 75 ટકા બી-વર્ગના શેર છે, જેના કારણે તેમની પાસે 60 ટકા મતદાન અધિકારો છે. આ પરિસ્થિતિમાં કંપનીના દરેક શેરધારકો કોઈ દરખાસ્ત સામે મત આપે છે તો પણ ઝકરબર્ગની તરફેણમાં પ્રસ્તાવ પસાર થશે.

હવે શું કરી શકાય?
Loading...

જો શેરધારકોએ આ જ રીતે વિરોધ કર્યો હોય, તો તે કંપની માટે સારું રહેશે નહીં. માર્ક ઝકરબર્ગ હજુ માત્ર 35 વર્ષના છે અને તે ફેસબુક જેવી મોટી કંપનીના માલિક છે. કદાચ એટલા માટે તેઓ એવું માને છે કે જે કંપનીને તેઓએ બનાવી છે તેની માલિકીની અને નિર્ણયો લેવાના તમામ હકો ધરાવે છે.

વર્તમાન પરિસ્થિતિમાં,કંપનીના શેરનો મોટો હિસ્સો ઝકરબર્ગ પાસે હોવાને લીધે તેનો પ્રભાવ ઘટાડી શકાશે નહીં. હવે આગળ જોવાનું રહેશે કે આ વિરોધ પછી ઝકરબર્ગ કંપનીના કાર્યમાં કેવો ફેરફાર લાવે છે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...