રોકાણકારોએ ઝકરબર્ગ પર ફેસબુક છોડવા કર્યું દબાણ

News18 Gujarati
Updated: November 18, 2018, 1:23 PM IST
રોકાણકારોએ ઝકરબર્ગ પર ફેસબુક છોડવા કર્યું દબાણ
ફાઇલ તસવીર

ફેસબુકે અમેરિકન પીઆર કંપનીને ગૂગલ અને એપલ સામે લેખ લખવા મદદ કરી

  • Share this:
ન્યૂયોર્ક ટાઈમ્સના આ ખુલાસા બાદ કે ફેસબુકે ગૂગલ અને એપલની વિરુદ્ધ લેખ લખવા માટે અમેરિકી પીઆર ફર્મની મદદ કરી હતી, ફેસબુક સંચાલક માર્ક ઝકરબર્ગની પરેશાની વધી ગઈ છે. હવે ફેસબુકનાં રોકાણકારો તેના પર પદ છોડવા દબાવ નાખી રહ્યા છે.

રિપોર્ટ છપાયા બાદ ફેસબુકનાં મોટી ભાગીદારી રાખનાર જોનસ ક્રોને કહ્યું કે ઝકરબર્ગે પદ છોડવું જરૂરી છે. તેમનું કહેવું છે કે, ફેસબુક એવો વ્યવહાર કરી રહ્યો છે જેમ કે તે ખાસ છે. જો કે તેવું નથી. એક કંપની તરીકે તેનાં ચેરમેન અને સીઈઓ અલગ-અલગ હોવાં જરૂરી છે. એક પ્રેસકોન્ફરન્સમાં ઝકરબર્ગે કહ્યું કે તેમને પીઆર ફર્મ ડિફાયનર્સ પબ્લિક અફેયર્સ વિશે પહેલેથી જાણ નહોતી. તેમણે સફાઈ આપી કે, રિપોર્ટ વાંચ્યા પછી મારી ફોન પર પોતાની ટીમ સાથે વાત થઈ અને કહ્યું કે આગળ હવે અમે આ ફર્મ સાથે કામ નહિં કરીએ.

જોકે ફેસબુકના સી.ઓ.ઓ. શ્રેલી સેન્ડબર્ગે કંપની વિશેની કોઈપણ માહિતીને પણ નકારી કાઢી છે. પરંતુ એક અન્ય અખબાર ધ ગાર્ડિયનએ ફેસબુકના અન્ય રોકાણકાર નતાશા લેમ્બનો ઉલ્લેખ કર્યો છે કે, ચેરમેન અને સીઇઓની સંયુક્ત ભૂમિકાનો અર્થ છે કે કંપની સમસ્યાઓના યોગ્ય ઉકેલને ટાળી શકે છે.

કંપનીએ કહ્યું છે કે તેમની વિરુદ્ધના આરોપો સંપૂર્ણપણે ખોટા છે. કંપનીએ નકારી કાઢ્યું કે 2016 માં રશિયાની પ્રવૃત્તિઓ વિશેની માહિતી હતી અને તપાસમાં વિલંબ થયો હતો. જણાવી દઈએ કે આ વિવાદો વચ્ચે ફેસબુકનાં શેર ઘટી ગયાં છે અને તે 2017 પછી સૌથી નીચલા સ્તરે પહોંચી ગયાં છે.
First published: November 18, 2018, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading