WhatsAppનું નવું ફિચર, હવે તમે તમારી ચેટને આ રીતે કરી શકો છો 'ગુમ'

પ્રતિકાત્મક તસવીર

આ નવા ફિચરની મુજબ તમે તમારા વોટ્સઅપમાં ડિસઅપીયરિંગનો ઓપશન પસંદ કરી શકો છો. જેના પછી સાત દિવસની અંદર તમારી લખેલી ચેટ કે મેસેજ અન્ય ચેટમાંથી ઓટોમેટિક ગુમ થઇ જશે.

  • Share this:
    હવે તમે બીજા મેસેજિંગ એપની જેમ WhatsApp પરથી પણ તમારા જૂના મેસેજને અમુક સમય પછી Disappering કરી શકશો. વોટ્સઅપે આ ફિચરને રોલઆઉટ કરવાની વાત કહી છે. આ નવા ફિચરની મુજબ તમે તમારા વોટ્સઅપમાં ડિસઅપીયરિંગનો ઓપશન પસંદ કરી શકો છો. જેના પછી સાત દિવસની અંદર તમારી લખેલી ચેટ કે મેસેજ અન્ય ચેટમાંથી ગાયબ થઇ જશે. જો કે અહીં વ્યક્તિગત ચેટમાં આ અધિકાર તમારી પાસે રહેશે પણ ગ્રુપ ચેટમાં આ અધિકાર ગ્રુપ એડમીનનો રહેશે. જો કે ફોવર્ડ મેસેજ પર આ ફિચર કામ નહીં કરે. આ સિવાય તમે વોટ્સઅપ યુઝર્સને મેસેજ કોપી કરીને સેવ કરવાથી નહી રોકી શકો, એટલે કે ત્યાં આ ફિચર લાગુ નહીં પડે.

    વધુમાં આ વોટ્સઅપ ડિસઅપરિંગ મેસેજ ફિચર ખાલી સાત દિવસની અવધિ સુધી જ સીમિત રહેશે. તેમાં યુઝરને કોઇ કસ્ટમાઇઝ વિકલ્પ નહીં મળે. નોંધનીય છે કે Telegram જેવા વોટ્સઅપના પ્રતિદ્વંદી ચેટ એપમાં આવો ઓપશન છે જેમાં તમે નક્કી કરેલા સમય તમારી લખેલી ચેટ નાબૂદ કરી શકો છો.

    વધુ વાંચો : યુવકે સોશિયલ મીડિયામાં મૂક્યું ભાવનું લિસ્ટ, હત્યાના 55, હાથ-પગ તોડવાના 5 હજાર

    ત્યારે હવે વોટ્સઅપ પણ તેના ગ્રાહકોને વધુ સરળ અને અસરદાર ચેટિંગ સેવાઓ આપવા માટે આ સુવિધા આપી રહ્યું છે. જો કે સાથે જ Whatsapp તે પણ જણાવ્યું કે આ નવું ફિચર જૂના મેસેજ કે આવેલા મેસેજ પર પ્રભાવિત નહીં થઇ શકે. વળી સૌથી સારી વાત આ ફિચરની તે છે કે તમે ઇચ્છો ત્યાં સુધી મેસેજ Disappear કરી શકો છો. આમ તમારી પાસે આ વિકલ્પને ચાલુ રાખવાની અને બંધ રાખવાની સુવિધા છે.

    આ સુવિધાના ચાલુ થતા તમે આ રીતે વોટ્સઅપ ચેટને ગુમ કરી શકશો. આ માટે તમારે સૌથી પહેલા વોટ્સઅપ ચેટમાં તે કોન્ટેક્ટનું નામ ટાઇપ કરવાનું છે જેમાં તમે આ ફિચરને ઇનેબલ કે ડિસેબલ કરવા માંગો છો. પછી Disappearing Message વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રોમ્પટ આને પર Continue ટેપ કરો. અને પછી On/Offનો વિકલ્પ પસંદ કરી શકો છો.
    Published by:Chaitali Shukla
    First published: