ઘરેથી કામ કરતા લોકો માટે ખુશખબરી! 25% ટકા ઝડપી થશે તમારી ઈન્ટનેટ સ્પીડ

News18 Gujarati
Updated: March 24, 2020, 5:18 PM IST
ઘરેથી કામ કરતા લોકો માટે ખુશખબરી! 25% ટકા ઝડપી થશે તમારી ઈન્ટનેટ સ્પીડ
પ્રતિકાત્મક તસવીર

મોટાભાગના લોકો ઘરે બેસી મૂવી અને વીડિયો દેખી રહ્યા છે, તેના કારણે મોટાભાગના વીડિયો હાઈ ડેફિનેશનની અંદર જોવામાં આવી રહ્યા હતા

  • Share this:
કોરોના વાયરસના સંક્રમણથી બચવા અને લોક ડાઉનના કારણે આપણે બધા વર્કફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરી રહ્યા છીએ. તો ખરાબ ઈન્ટરનેટ કનેક્ટિવિટીના ચાલતા કામ કરવામાં મજા નથી આવી રહી તો આ સમાચાર તમારા માટે છે. હવે 25 ટકા ઈન્ટરનેટની સ્પીડ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જેમ કે નેટફ્લિક્સ, અમેજોન પ્રાઈમ, યુટ્યુબ, ઝી5 પોતાના વીડિયો રેઝુલેશનને સ્ટાન્ડર્ડ ડેફિનેશન પર રાખવા તૈયાર થઈ ગયા છે. મોટાભાગના લોકો ઘરે બેસી મૂવી અને વીડિયો દેખી રહ્યા છે, તેના કારણે મોટાભાગના વીડિયો હાઈ ડેફિનેશનની અંદર જોવામાં આવી રહ્યા હતા, જેના કારણે ટેલિકોમ કંપનીઓને નેટવર્ક પર બોઝો પડી રહ્યો હતો.

ટેલિકોમ કંપનીઓએ આ ઓનલાઈન પ્લેટફોર્મને ચિટ્ઠી લખી પોતાનું રેઝુલેશન લો રાખવાની માંગ કરી હતી. સાથે ટેલિકોમ કંપનીઓએ દુરસંચાર વિભાગને પણ ચિઠ્ઠી લખી હતી કે દુરસંચાર વિભાગ પણ આ કંપનીઓને નિર્દેશ આપે. હવે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના આ પગલાથી ટેલિકોમ કંપનીઓના નેટવર્ક પર બોઝો ઓછો પડશે,જેથી ટેલિકોમ કંપનીઓ જ્યાં ઝરૂરત હોય ત્યાં ડેટા વધારે પહોંચાડી શકશે. જેથી લોકો સરળતાથી ઘરે બેસી કામ કરી શકશે.

કોરોનાના કારણે તમૈામ લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. તેના કારણે ટેલિકોમ કંપનીઓના ઈન્ફાસ્ટ્રક્ચર પર બોઝો પડી રહ્યો છે. આ બોઝો ઓછો કરવા કંપનીઓએ આપસમાં નેટવર્ક શેરિંગ કરવાની તૈયારી કરી છે. જેથી જરૂર પડે તમામ ઈમરજન્સી સેવાઓને પુરી રીતે ચાલુ રાખી શકાય.

મોબાઈલ ગ્રાહક કોઈ પણ કંપનીના નેટવર્ક સાથે જોડાઈ કોલ કરી શકશે. સાથે કંપનીઓએ ટ્રાફિક મેનેજમેન્ટ પ્રેક્ટિસ શરૂ કરી છે. જેથી જે એરિયામાં વધારે ડેટાની ખપત છે ત્યાં કંપનીઓ વધારે રિસોર્સ ઉપલબ્ધ કરાવી શકે.
First published: March 24, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading