ગૂગલના AIએ 50 વર્ષ જૂના પ્રોટીનની સમસ્યાનું સમાધાન મેળવ્યું

તસવીર- Pixabay

બદલાવ હંમેશા વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. માનવ શરીરમાં સૂક્ષ્મ પદાર્થ અને જીન્સની ભૂમિકાનું ખૂબ જ મહત્વનું સ્થાન રહેલું છે. ચિકિત્સા ક્ષેત્રે વૈજ્ઞાનિકો જીન્સના બદલાવ અંગે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે.

  • Share this:
બદલાવ હંમેશા વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. માનવ શરીરમાં સૂક્ષ્મ પદાર્થ અને જીન્સની ભૂમિકાનું ખૂબ જ મહત્વનું સ્થાન રહેલું છે. ચિકિત્સા ક્ષેત્રે વૈજ્ઞાનિકો જીન્સના બદલાવ અંગે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે. જીનોમ સંરચનાની સમજણ મેળવીને માનવ શરીર સાથે સંબંધિત અનેક સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે. માનવ જીનોમમાંથી માત્ર એક ક્વાર્ટર વિશેની જાણકારી મળી છે. ગૂગલ (Google)ની નવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI)એ તમામ માનવ પ્રોટીનની સંરચનાઓ વિશે જાણકારી મેળવી છે.

જીનોમમાં પ્રોટીનના અમીનો એસિડથી બનેલ 3D સંરચનાની સમસ્યાને કારણે દાયકાઓથી વૈજ્ઞાનિકો પરેશાન થઈ રહ્યા હતા. ગૂગલ (Google)ના જીપ માઈન્ડ દ્વારા વિકસિત કરવામાં આવેલ એલ્ફાફોલ્ડ નામના AIએ જીનોમ નિર્દેશના ડેટાબેઝને એકત્ર કર્યા છે. સંશોધનકર્તાઓ માટે આ ડેટાબેઝ મફત ઈન્ટરનેટ પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Health, AI, Google, Genes, DNA, Protein, Genome, Genome, Protein structure, Human Genome,

પ્રોટીનનું મહત્વ

પ્રોટીનની જટિલ સંરચના હોય છે, જે આપણા શરીરની ક્રિયાઓમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે અને તેને કોશિકા સંરચનાના મૂળ નિર્માણકારી ખંડની જેમ માનવામાં આવે છે. યૂએસ નેશનલ લેબોરેટરી મેડિસિન અનુસાર પ્રોટીનની કોશિકાઓ ખૂબ જ સારુ કાર્ય કરે છે અને શરીરના અંગોની સંરચના ક્રિયા અને નિયમન માટે ખૂબ જ જરૂરી છે.

આ  પણ વાંચો: ટ્વિટરમાં પોસ્ટ કરતા સમયે કરી શકાય છે Voice Tweet ફીચરનો ઉપયોગ! જાણો કેવી રીતે

પ્રોટીન શું છે?

પ્રોટીન નાની સંરચનાઓથી બનેલ હોય છે જેને અમીનો એસિડ કહેવામાં આવે છે. તે એકબીજા સાથે શ્રૃંખલાની જેમ જોડાયેલા હોય છે અને એમિનો એસિડનો અનુક્રમ તેમની ત્રિપરમાણીય સંરચનાનું નિર્ધારણ કરે છે. જે પ્રોટીન કોશિકાઓને સંરચના અને સહાય પ્રદાન કરે છે. તેના કારણે શરીર હલન ચલન કરી શકે છે. અનેક પ્રકારની કોશિકાઓ અને અંગો વચ્ચે થતી જૈવિક પ્રક્રિયાઓના સમન્વય અને સંકેતોના પરિવહનનું કામ કરે છે.

Health, AI, Google, Genes, DNA, Protein, Genome, Genome, Protein structure, Human Genome,

50 દાયકા પહેલાથી પ્રયાસ કરવામાં આવે છે

દુનિયામાં સૌથી પહેલા પ્રોટીનની સંરચનાનું નિર્ધારણ વર્ષ 1958માં થયું હતું, તે બાદ શરીરની અનેક ક્રિયાઓ, વિશેષતાઓ અને પ્રણાલીઓને સમજવામાં મદદરૂપ થઈ છે. આ જટિલ સંરચનાને સમજવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આ પ્રયાસમાં ઉપયોગમાં લેવાતી અનેક પ્રયોગાત્મક પદ્ધતિઓ પર કામ ચાલી રહ્યું હતું. પ્રોટીન સંરચનાઓની કમ્પ્યૂટેશનલ પદ્ધતિઓ ખૂબ જ તેજીથી વિકસિત થઈ રહી હતી. સંશોધનકર્તાઓ જણાવે છે, આ ઉપલબ્ધિમાં જીવન વિજ્ઞાનમાં ક્રાંતિકારી બદલાવ લાવવાની ક્ષમતા રહેલી છે. જેનાથી આ વર્ષમાં રૂ.13 કરોડ પ્રોટીન સંરચનાઓનો વિકાસ થવાની આશા છે.

આ પણ વાંચો: તમારું Voter Id Card ખોવાઈ ગયું છે? તો આ રીતે કરો ડાઉનલોડ, મિનિટોમાં થઇ જશે કામ

શું ફાયદો થશે

સંશોધનકર્તાઓ જણાવે છે કે પ્રોટીનના આકારની જાણકારી મળવાથી તેમની ક્રિયાઓ અને પ્રણાલીઓ વિશે જાણકારી મળશે. અત્યાર સુધી આ બાબતની જાણકારી મળી શકી નથી. જીવવિજ્ઞાન ક્ષેત્રે આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સનું સૌથી વધુ યોગદાન હોઈ શકે છે. પ્રોટીન સંરચનાઓ ઉપલબ્ધ થવાથી કોશિકાઓના મૂળભૂત અંગને સમજી શકાય છે, જેનાથી બીમારીઓના ઈલાજ માટે નવી દવાઓની શોધ કરવામાં મદદ મળશે.

આ શોધ અન્ય કેવી રીતે ઉપયોગી થશે

ડીપમાઈન્ડ અનુસાર આ સંશોધનથી એન્ટીબાયોટીક પ્રતિરોધ, માઈક્રો પ્લાસ્ટિક પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે પણ મદદ મળી શકે છે. AI ટીમ અનુસાર આવનારા સમયમાં 10 કરોડ સંરચનાઓની જાણકારી મેળવી શકાશે. આ સિસ્ટમની 95 ટકા સટીકતાથી લગભગ તમામ માનવ પ્રોટીન સંરચનાની જાણકારી મેળવી શકાય છે.
Published by:kuldipsinh barot
First published: