Instagram Updates and New safety Features: સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર અવારનવાર ફ્રોડ થવાના કે યુઝર્સના ડેટાનો દુરુપયોગ થવાના સમાચાર આવતા જ રહે છે. તો ક્યારેક કોઈની પોસ્ટ પર અણછાજતી કમેન્ટ્સ કે ઉપદ્રવ ફેલાવતા તત્વો પણ આજે વર્ચ્યુઅલ વર્લ્ડ માટે મુશ્કેલી બની ગયા છે. યુઝર્સની સુરક્ષા માટે આ પ્લેટફોર્મ તેમના સેફ્ટી ફીચર્સ સતત અપડેટ કરતા રહે છે જેથી યુઝર્સનો ડેટા સુરક્ષિત રહે. હવે Instagramમાં ઘણાં નવા સેફ્ટી ફીચર્સ અપડેટ કરવામાં આવ્યા છે જે યુઝર્સને સેફ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
ફેસબુક (Facebook)ની ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામે (Instagram) તાજેતરમાં હિડન વર્ડ્સ, લિમિટ્સ, મલ્ટી બ્લોક, સેફ સ્ત્રી ઓન ઇન્સ્ટાગ્રામ જેવા નવા સેફ્ટી ફીચર્સ લોન્ચ કર્યા છે. આના માધ્યમથી યુઝર્સ બિનજરૂરી રિક્વેસ્ટ, કોમેન્ટ્સ અને ડાયરેક્ટ મેસેજને ફિલ્ટર કરી શકે છે. મલ્ટિબ્લોક ફીચર હેઠળ તમે અનિચ્છનીય યુઝર્સને બ્લોક કરી શકો છો. ‘સેફ સ્ત્રી ઓન’ને મહિલાઓની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ડેઈલી ટાઈમ લિમિટ રિમાઇન્ડર (Daily Time Limit Reminder)
ઇન્સ્ટાગ્રામે નવા અપડેટ બાદ યોર એક્ટિવિટી (Your Activity) ફીચરને ડેઈલી ટાઈમ લિમિટ (Daily Time LImit)માં બદલી દીધું છે. આ ફીચર હેઠળ યુઝર્સ પહેલા એપ પર દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટની ડેઈલી ટાઈમ લિમિટ સેટ કરી શકતા હતા. હવે આ સમય વધારીને 30 મિનિટ કરવામાં આવ્યો છે. ડેઈલી ટાઈમ લિમિટ ઓપ્શન 30 મિનિટ, 45 મિનિટ, એક કલાક, બે કલાક અને ત્રણ કલાક છે.
ઇન્સ્ટાગ્રામે પોતાનો ટેક અ બ્રેક (Take a Break) ફીચર રજૂ કર્યાના થોડા દિવસો બાદ ડેઈલી ટાઈમ લિમિટ સેટિંગ્સમાં ફેરફાર કર્યો છે, જે યુઝર્સને એપ પર પસાર કરતા સમય વચ્ચે ઇન્ટરવલ લેવામાં મદદ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
નવા ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે તમારા Instagram એકાઉન્ટને અપડેટ કરતા રહેવું પડશે. Instagram અપડેટ કરવાથી તમે લેટેસ્ટ ફીચર્સ એક્સેસ કરી શકો છો અને તેનાથી બગ ફિક્સ (bug fix) થઈ જાય છે. તમે એપ સ્ટોર પર જઈને Instagram એપ માટે Update બટન પ્રેસ કરીને તમારું એકાઉન્ટ અપડેટ કરી શકો છો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર