Instagram વેબમાં વહેલી તકે આવશે Reels!શોર્ટ વીડિયો માટે આવશે અલગ બટન

  • Share this:
    વી દિલ્લી: ઈન્સ્ટાગ્રામ (Instagram) ટિક ટોકથી પ્રેરીત થઈને શોર્ટ વીડિયોમાં હવે પોતાનું વેબ વર્જન (Web Version)માં જોડવાની તૈયારી કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફક્ત નિયમિત ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે જે ઇન્સ્ટાગ્રામ લાઇટ એપ્લિકેશન (Instagram Lite apps)માં Android અને iOS પર જ છે. મોબાઇલ ડેવલપર એલેસાન્ડ્રો પલુઝી (Alessandro Paluzzi) (@ alex193a)એ આ વિશે માહિતી આપી. તેમના મતે, આ સુવિધા હજી વિકાસ હેઠળ છે, પરીક્ષકો પણ આ સાધનનો હમણાં ઉપયોગ કરવામાં સમર્થ નથી. પલુઝીએ કહ્યું હતું કે, વેબ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે નવું બટન આપી શકાય છે જે હાલના DMની સાથે હશે. એક્સ્પ્લોર અને એક્ટિવિટી બજેટ ઉપરના જમણા ખૂણામાં હશે.

    પલુઝીએ પોતાના બીજા ટ્વિટમાં ઉમેર્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ બીજી સુવિધા પર કામ કરી રહ્યું છે, જે રિલ્સ, ટેક્સ ટૂ સ્પીચ ('Text-to-speech') સુવિધા સાથે જોડાયેલું છે, જો કે તેના વિશે વધારે માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, આ સુવિધા લાઈવ કેપ્શનિંગ લાવી શકે છે જેને હાલમાં સ્ટોરીમાં જોવા મળ્યું હતું.

    Instagram કરી રહ્યું છે રીલ્સને અપડેટ

    હાલમાંજ Instagramએ રીલ્સ અને લાઈવ માટે ઈન્સ્ટાગ્રામ ટૂલ રજુ કર્યું હતુ જેમાં વેપાર અને ક્રિએટરને તેમના ડેટા એક્સેસ કરવામાં મદદ મળશે. રીલ્સની સાથે યૂઝર્સને વ્યૂની સાથે રીચ, પીક કોનકરંટ વ્યુઅર, કોમેન્ટ. અને શેર પણ જોવા મળશે. જ્યારે લાઈવ વીડિયો માટે ઈન્ટાગ્રામ રેડ પર કેટલા કોમેન્ટ્સ આવ્યા છે તે અંગેની માહિતી દેખાડશે. અને તેમને કેટલા શેર મળ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published: