Home /News /tech /Instagram Hacks: કેવી રીતે ડાઉનલોડ કરવા કોઈ બીજાના ઈન્સ્ટાગ્રામ વીડિયોઝ? જાણો રીત
Instagram Hacks: કેવી રીતે ડાઉનલોડ કરવા કોઈ બીજાના ઈન્સ્ટાગ્રામ વીડિયોઝ? જાણો રીત
Instagram Hacks
Instagram Hacks: ઇન્સ્ટાગ્રામ પર ઘણી વાર આપણે ફીડના મીડિયાને સેવ કરવાની સાથે સાથે બીજાના વીડિયો કે ફોટો પણ સેવ કરવા માગતા હોઈએ છીએ. પરંતુ આપણે વીડિયોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી સેવ કરી શકીએ છીએ. પરંતુ કોઈ બીજાના ફોટા સેવ કરવાની પરવાનગી આપવામાં નથી આવતી. જ્યારે અહી ખાસ વાત એ છે કે, તેને સેવ કરવાની એક રીત છે, જેનાથી તે શક્ય છે.
Instagram Hacks: ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા ખુબ જ ઝડપથી વધી રહી છે. 2010માં લોન્ચ કર્યા પછી તેમાં ફોટો શેર કરવાના ઘણા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જેના કારણે લોકોનો રસ વધી રહ્યો છે. સ્ટોરી ફીચર પછી રીલ્સના કારણે એપની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો કે ક્લિપને અપલોડ કર્યો પછી 24 કલાકમાં તે આપમેળે ડીલીટ થઈ જાય છે. ઇન્સ્ટાગ્રામમાં ઘણી વખત આપણે આપણા ફીડ મીડિયાને સેવ કરવાની સાથે સાથે બીજાના વીડિયોને પણ સેવ કરવા માગીએ છીએ.
ઈન્સ્ટાગ્રામમાં યૂજર્સ પોતાના વીડિયોને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી સેવ કરી શકે છે. પરંતુ યૂજર્સ બીજાના ફોટો સાથે આવી કોઈ પ્રવૃતિના પરવાનગી આપવામાં આવતી નથી. ઘણી વખત આપણે જરૂરીયાત માટે બીજાના ફોટા કે વીડિયો સેવ કરવાની જરૂર પડતી હોય છે. તેના માટે તમને એક એવી રીત જણાવીશું, કે જેનાથી તમે કોઈ બીજાના ઇન્સ્ટાગ્રામ વીડિયોને ડાઉનલોડ કરી અને સેવ કરી શકો છો.
આના સિવાય ગૂગલ પ્લે સ્ટોરમાં ઘણી બધી સ્ક્રીન રેકોર્ડક છે. જેનો ઉપયોગ કરીને તેમે સરળતાથી ફોનના કોઈ પણ વીડિયોનું રેકોર્ડીંગ કરી શકે છો.
(Disclaimer: અમે કોઈના પણ વ્યક્તિગત(અંગત) ફોટો કે વીડિયો ડાઉનલોડ કરવાની સલાહ નથી આપતા. આ લેખમાં કોઈ સામાન્ય વીડિયોને ડાઉનલોડ કરવાની વાત કરવામાં આવી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર