Home /News /tech /

Instagramમાં આવ્યું શાનદાર ફિચર, હવે શેર કરી શકશો સ્ટોરી

Instagramમાં આવ્યું શાનદાર ફિચર, હવે શેર કરી શકશો સ્ટોરી

આ ફિચરથી યૂઝર્સ પોતે જ નક્કી કરી શકશે કે તમારી સ્ટોરી કોણ જોઇ શકશે અને કોણ નહીં.

આ ફિચરથી યૂઝર્સ પોતે જ નક્કી કરી શકશે કે તમારી સ્ટોરી કોણ જોઇ શકશે અને કોણ નહીં.

    ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામે તેના યૂઝર્સ માટે એક નવું અપડેટ રિલીઝ કર્યુ છે. ઇનસ્ટાગ્રામે Whatsappનું સ્ટેટસ પ્રાઇવેસી ફિચરને તેમના યૂઝર્સ માટે જારી કર્યુ છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઓને કોણ જોઇ શકશે કોણ નહીં તે ઇનસ્ટાગ્રામ યૂઝર્સ જ નક્કી કરી શકશે.

    જો તમે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ છો અને આ સુવિધાનો ઉપયોગ કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને અપડેટ કરો. ત્યારબાદ એપ્લિકેશનને ખોલો અને પછી તમારી પ્રોફાઇલ પર જાઓ અને ‘Close Friends’ વિકલ્પ પર ક્લિક કરો. અહીંથી તમે સેટ કરી શકો છો કે તમારી Instagram સ્ટોરી કોણ-કોણ જોશે.

    એકવાર સેટિંગ્સ થઈ જાય પછી, તમારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીને તમારા નજીકના મિત્ર જ જોઇ શકશે. તે જ સમયે, તમે પણ જાણી શકશો કે ક્યાં લોકોએ તમારી સ્ટોરીઓ જોઇ છે. તમે બ્લુ ટિક દ્વારા આ માહિતી મેળવી શકો છો. આ નવી ઇનસ્ટાગ્રામ સુવિધા Android અને iOS બંને યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવી છે. આ રીતે તમે તમારી એપ્લિકેશનને અપડેટ કરીને આ સુવિધાનો આનંદ લઈ શકો છો.

    આ અપડેટ મુજબ તમે જાતે તમારા ક્લોઝ ફ્રેન્ડસનું લિસ્ટ બનાવી શકો છો. આ લિસ્ટ માત્ર તમે જ જોઈ શકશો. આ લિસ્ટમાં એડ થવા માટે કોઈ તમને રીક્વેસ્ટ પણ કરી શકશે નહી. એટલે તમે જેને તમારા ક્લોઝ ફ્રેન્ડસ લિસ્ટમાં રાખવા માંગો છો અને તમે તમારી પસંદ મુજબ એડ કરી શકશો.

    લોકોને ક્લોઝ ફ્રેન્ડસ લિસ્ટમાં એડ કરવા માટે એમની પ્રોફાઈલ પર જઈને સાઈડ મેનુમાં રહેલાં ‘ક્લોઝ ફ્રેન્ડસ’ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Instagram new feature, Instagram stories, Instagram update, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन