Home /News /tech /Instagram ખુદ કહેશે- બહુ થઈ ગયું, હવે થોડો આરામ કરો! જાણો ઇન્સ્ટાગ્રામના ધમાકેદાર ફીચર્સ વિશે

Instagram ખુદ કહેશે- બહુ થઈ ગયું, હવે થોડો આરામ કરો! જાણો ઇન્સ્ટાગ્રામના ધમાકેદાર ફીચર્સ વિશે

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર (ફાઇલ તસવીર)

Instagram Take a Break feature: ટેક અ બ્રેક (થોડો આરામ કરી લો) ફીચર ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને એ વાતની યાદ અપાવશે કે તેઓ ખૂબ લાંબા સમયથી આ પ્ટેલફોર્મ પર છે. હવે તેમણે થોડો આરમ કરવો જોઈએ.

નવી દિલ્હી: ઇન્ટાગ્રામ (Instagram) ઇચ્છે છે કે તમે વધારે સમય સુધી ઑનલાઇન ન રહો અથવા વધારે સમય સુધી સ્ક્રીન સામે સમય ન વિતાવો. હકીકતમાં કંપની પોતાના યૂઝર્સના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક નવા જ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરનું નામ ટેક અ બ્રેક (Take a Break) છે. કંપનીના હેડ એડમ મોસેરી (Adam Mosseri)ના કહેવા પ્રમાણે આ ફીચરની ખૂબ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ટેક અ બ્રેક (થોડો આરામ કરી લો) ફીચર ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ (Instagram users)ને એ વાતની યાદ અપાવશે કે તેઓ ખૂબ લાંબા સમયથી આ પ્ટેલફોર્મ પર છે. હવે તેમણે થોડો આરમ કરવો જોઈએ.

મોસેરીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું છે કે, "આ ફીચર તમને ઇન્સ્ટાગ્રામ એપ પર અમુક સમય વિતાવ્યા બાદ 10, 20 કે 30 મિનિટનો બ્રેક લેવા માટે પ્રેરિત કરશે." એડમ મોસેરીએ કહ્યુ કે, 'ટેક અ બ્રેક' ડિસેમ્બરથી વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ થવાની આશા છે.

માનસિક સ્વાસ્થ્યને લઈને થઈ હતી ટીકા

ઇન્સ્ટાગ્રામ તરફથી આ નવું ફીચર લાવવા પાછળ ખાસ કારણ રહેલું છે. હકીકતમાં એવી ટીકા થઈ હતી કે ઇન્સ્ટાગ્રામ પોતાના કિશોર યૂઝર્સ માટે હાનિકારક છે. તાજેતરમાં જ અમેરિકન વ્હિસલબ્લોઅર ફ્રાંસિસ હાઉગને ખુલાસો કર્યો હતો કે પ્રસિદ્ધ સોશિયલ મીડિયા એપ્સ કિશોરવયના યૂઝર્સના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

આ દરમિયાન ફેસબુકના ગ્લોબલ બાબતોના ઉપ-પ્રમુખ નિક ક્લેગે કહ્યુ કે, ફોટો શેરિંગ પ્લેટફોર્મ ખરાબ કન્ટેન્ટ હટાવવા માટે નવું ફીચર રજૂ કરશે. ક્લેગે કહ્યુ કે, "અમે કંઈક એવું કરવા જઈ રહ્યા છીએ જેનાથી મને લાગે છે કે ઘણો ફરક પડી જશે. અમારી સિસ્ટમ એ વાત પર નજર રાખશે કે જો કોઈ કિશોર કે કિશોરી એક જ પ્રકારનું કન્ટેન્ટ વારેવારે જુએ છે અને તે તેના માટે સારું નથી તો અમારી સિસ્ટમ તેને બીજું કન્ટેન્ટ જોવા માટે પ્રેરણા આપશે."

આ પણ વાંચો: Jio, Airtel, BSNL: સૌથી સસ્તા દરે આ કંપનીઓ આપી રહી છે દમદાર Broadband ઈન્ટરનેટ પ્લાન

શું હવે Instagram માટે ચૂકવવા પડશે પૈસા?

ઇન્સ્ટાગ્રામ (Instagram) હવે તેના પ્લેટફોર્મ પર સબ્સક્રિપ્શનની સુવિધા લાવવા જઈ રહ્યું છે. આ વાતની જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ વિશેષ કન્ટેન્ટ રજૂ કરશે, જે ફક્ત ક્રિએટર્સના સબ્સક્રાઇબર્સને જ જોવા મળશે. મેટાના સ્વામિત્વવાળી ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram new feature)આગામી ફીચરનું બહોળા પરિક્ષણ માટે છે. ઇન્સ્ટાગ્રામના એપ સ્ટોર લિસ્ટિંગમાં હવે અમેરિકામાં 'ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન' નામનો એપ ખરીદી નવો વિકલ્પ આવ્યો છે. તમને જણાવી દઈએ કે લિસ્ટિંગને પહેલી નવેમ્બરના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Facebook, Instagram, Meta, Social media

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો